Botadની ઉતાવળી અને મધુમતી નદીની આસપાસની ગંદકી કરાઈ દૂર, કલેકટરની હતી સૂચના

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના નેતૃત્વમાં વહીવટદાર આરતી ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બોટાદ શહેરની ઉતાવળી નદી તથા મધુમતી નદીની ગંદકીની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા સતવારા સમાજની વાડીથી હવેલી ચોક, હવેલી ચોકથી લાયબ્રેરી પુલ, જલમીન ટોકીઝ સામે, અવેડા ગેટ-હીરા બઝાર સામે, મુસ્લિમ સોસાયટીના પુલ પાસે, ગઢડા રોડ-સોરઠીયા વાડીથી મહાજનની વાડીના પુલ, જે.કે.ના પુલથી રજવાડીના ઘર સુધી, રજવાડીના ઘરથી સહકારનગરના પુલ સુધી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ સહકારનગર પુલથી ભરવાડવાડા સુધી નદી વિસ્તારમાં સફાઈની કામગીરી ચાલુ છે. જે અન્વયે કુલ-17 ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. રખડતા ઢોર પણ ઝડપાયા આ ઉપરાંત બોટાદ નગરપાલિકા વિસ્તારમાંથી ડીસેમ્બર-૨૦૨૪ માસમાં કુલ-૧૬૨ રખડતા પશુઓ પકડીને બોટાદ જિલ્લાની જુદી-જુદી ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા. તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે કુલ-૨૨૨ વેપારીઓ પાસેથી રૂ.૨૩૩૫૦/-નો વહીવટી ચાર્જ સ્થળ પર વસુલ કરી, અંદાજે ૧૯ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.વધુમાં, જાહેર રસ્તા/જાહેર સ્થળો તથા નદીમાં ગંદકી ન કરવા નગરપાલિકા તંત્ર દ્વારા બોટાદ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવે છે. જાન્યુઆરીમાં સંકલન સમિતિની બેઠક મળશે જાન્યુઆરી-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૭/૦૧/૨૦૨૫ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧-૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે.આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાના પ્રશ્નો તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત દ્વારા જણાવવામાં આવે છે.

Botadની ઉતાવળી અને મધુમતી નદીની આસપાસની ગંદકી કરાઈ દૂર, કલેકટરની હતી સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના નેતૃત્વમાં વહીવટદાર આરતી ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બોટાદ શહેરની ઉતાવળી નદી તથા મધુમતી નદીની ગંદકીની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા સતવારા સમાજની વાડીથી હવેલી ચોક, હવેલી ચોકથી લાયબ્રેરી પુલ, જલમીન ટોકીઝ સામે, અવેડા ગેટ-હીરા બઝાર સામે, મુસ્લિમ સોસાયટીના પુલ પાસે, ગઢડા રોડ-સોરઠીયા વાડીથી મહાજનની વાડીના પુલ, જે.કે.ના પુલથી રજવાડીના ઘર સુધી, રજવાડીના ઘરથી સહકારનગરના પુલ સુધી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ સહકારનગર પુલથી ભરવાડવાડા સુધી નદી વિસ્તારમાં સફાઈની કામગીરી ચાલુ છે. જે અન્વયે કુલ-17 ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.

રખડતા ઢોર પણ ઝડપાયા

આ ઉપરાંત બોટાદ નગરપાલિકા વિસ્તારમાંથી ડીસેમ્બર-૨૦૨૪ માસમાં કુલ-૧૬૨ રખડતા પશુઓ પકડીને બોટાદ જિલ્લાની જુદી-જુદી ગૌશાળામાં મોકલી આપવામાં આવ્યા હતા. તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે કુલ-૨૨૨ વેપારીઓ પાસેથી રૂ.૨૩૩૫૦/-નો વહીવટી ચાર્જ સ્થળ પર વસુલ કરી, અંદાજે ૧૯ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.વધુમાં, જાહેર રસ્તા/જાહેર સ્થળો તથા નદીમાં ગંદકી ન કરવા નગરપાલિકા તંત્ર દ્વારા બોટાદ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવે છે.

જાન્યુઆરીમાં સંકલન સમિતિની બેઠક મળશે

જાન્યુઆરી-૨૦૨૫ના માસની બોટાદ જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક તા.૧૭/૦૧/૨૦૨૫ને શુક્રવારના રોજ ૧૧-૦૦ કલાકે પદાધિકારીઓ સાથે ત્યારબાદ ૧૧-૩૦ કલાકે અધિકારીઓ સાથે યોજાશે.આ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજુ કરવાના પ્રશ્નો તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમાં રજાના દિવસો સિવાય કલેક્ટર કચેરી, બોટાદ ખાતે સ્વીકારવામાં આવશે. જેની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત દ્વારા જણાવવામાં આવે છે.