Khyati Hospitalના ડિરેકટર આરોપી ડોક્ટર સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે,સંજય પટોળીયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે જામીન અરજી રીજેકટ કરી હતી,સંજય પટોળિયા સામે કુલ 3 ફરિયાદ નોંધાઇ છે અને આરોપી લાંબા સમયથી કોર્ટના શરણે હતો પરંતુ કોર્ટે જામીન અરજી ફગાવતા તેની ધરપકડ કરવામાં આવી છે. 15 દિવસે સુરતની હોસ્પિટલમાં આવતા હતા સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ખ્યાતનામ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન મોત મામલે આરોપી ડો. સંજય પટોળિયા સેવા આપી રહ્યા હતા. વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા. મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા. ડોક્ટર સંજય પટોળિયા દ્વારા સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રીક સર્જરી કરતા હતા.સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની કરતો હતો વાત. PMJAY યોજનાની ઓફિસના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી સર્જરી અને સરકારી યોજનામાં છેડછાડ કરવાને લઈ ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ નોંધાયેલી છે અને આ કેસની તમામ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં PMJAY યોજનાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે અને PMJAY ઓફિસના સ્ટાફની તપાસ પણ કરવામાં આવી શકે છે. ઓફિસના કર્મચારીઓ પોલીસની રડારમાં જ છે. હોસ્પિટલના કાંડમાં કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાની આશંકા છે. ત્યારે PMJAY યોજનામાં ક્લેઈમ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી શકે છે. જાણો કેટલા રૂપિયા લીધા 01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા 02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા 03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા 04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા 05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા 06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા 07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી 08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય પટોળિયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે,સંજય પટોળીયાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે જામીન અરજી રીજેકટ કરી હતી,સંજય પટોળિયા સામે કુલ 3 ફરિયાદ નોંધાઇ છે અને આરોપી લાંબા સમયથી કોર્ટના શરણે હતો પરંતુ કોર્ટે જામીન અરજી ફગાવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
15 દિવસે સુરતની હોસ્પિટલમાં આવતા હતા
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ખ્યાતનામ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન મોત મામલે આરોપી ડો. સંજય પટોળિયા સેવા આપી રહ્યા હતા. વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા. મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા. ડોક્ટર સંજય પટોળિયા દ્વારા સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રીક સર્જરી કરતા હતા.સમગ્ર કેસમાં પોતે નિર્દોષ હોવાની કરતો હતો વાત.
PMJAY યોજનાની ઓફિસના કર્મચારીઓ પણ શંકાના દાયરામાં
ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની ખોટી સર્જરી અને સરકારી યોજનામાં છેડછાડ કરવાને લઈ ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે ફરિયાદ નોંધાયેલી છે અને આ કેસની તમામ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. ત્યારે હવે આ કેસમાં PMJAY યોજનાની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે અને PMJAY ઓફિસના સ્ટાફની તપાસ પણ કરવામાં આવી શકે છે. ઓફિસના કર્મચારીઓ પોલીસની રડારમાં જ છે. હોસ્પિટલના કાંડમાં કર્મચારીઓની મોટાપાયે સંડોવણી હોવાની આશંકા છે. ત્યારે PMJAY યોજનામાં ક્લેઈમ વિભાગમાં પણ તપાસ કરવામાં આવી શકે છે.
જાણો કેટલા રૂપિયા લીધા
01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા
02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા
03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા
04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા
05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા
06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા
07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી
08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા