Vadodaraની પોદ્દાર સ્કૂલની મનમાની, વિદ્યાર્થીઓને કાઢી મૂકતા વાલીઓ રોષે ભરાયા

વડોદરાની પોદ્દાર સ્કૂલ વિવાદમાં જોવા મળી.શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને કાઢી મૂકતા વાલીઓ રોષે ભરાયા. વિદ્યાર્થીઓને કાઢી મૂકવા ઉપરાંત શાળા સંચાલકોએ TC આપવાની ધમકી આપતા રોષે ભરાયેલા વાલીઓ ડીઈઓને રજૂઆત કરવા પંહોચ્યા. વિદ્યાર્થીઓએ તેમણે પહેરલ શાળા યુનિફોર્મમાં સ્કૂલનો લોગો ના લગાવ્યો હોવાથી તેમને કાઢી મૂકાયા હોવાનો સંચાલકો દ્વારા જવાબ આપવામાં આવ્યો.શાળા વેચે છે મોંઘા કપડાવિદ્યાર્થીઓને હાકી કાઢવાની ઘટનામાં વાલીઓએ પોદાર શાળા અને સંચાલકો પર ગંભીર આરોપ લગાવ્યા. વાલીઓએ આક્ષેપ કર્યો કે પોદ્દાર સ્કૂલ ફક્ત ઓનલાઇન ડ્રેસ વેચે છે. અને શાળા દ્વારા વેચાતા કપડાં બહુ મોંઘા હોય છે. બે બાળકોના ડ્રેસની કિંમત રૂ.28 હજાર જેટલી થતી હોય છે. આથી જેમના બે બાળકો હોય તેમના માથે વધારે ખર્ચ આવે છે. સ્કૂલમાં મોંઘા કપડાં હોવાથી તેમણે બહારની દુકાનમાંથી કપડાં લીધા. શાળા દ્વારા અપાતા કપડાં મોંઘા હોવાથી તેમને આર્થિક રીતે સમસ્યાનો સામનો કરવો પડે છે. બહારના કપડાં પર સ્કૂલનો લોગો ન હોવાથી બાળકોને શાળાની બહાર કાઢી મુકાયા. શાળાની મનમાનીશાળા આટલેથી ના અટકી. અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે સવારની શાળામા અભ્યાસ કરતાં બાળકો યુનિફોર્મની ઉપર સ્વેટર પણ પહેરતા હોય છે. પોદાર શાળાના સંચાલકોએ જે વિદ્યાર્થીઓના સ્વેટર પર લોગો ન હોય તેમનું સ્વેટર પણ ઉતારી દીધું. એકબાજુ સરકારે રાજ્યની તમામ શાળાને નિર્દેશ કર્યો છે કે વિદ્યાર્થીઓ કોઈપણ કલરના સ્વેટર પહેરી શકે છે. ત્યારે પોદાર શાળામાં સ્વેટર પર લોગો ના હોવાથી વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરી તેમના સ્વેટર ઉતારી લેવામાં આવ્યા. વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તૂણંક કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. જ્યારે વાલીઓએ આ મામલે રજુઆત કરી ત્યારે તેમને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી અપાઈ.શાળા અભ્યાસના બદલે અન્ય બાબતોમાં વધુ પડતો ખર્ચ કરાવતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. પોદાર શાળાના રોષે ભરાયેલા વાલીઓ વાલી મંડળની આગેવાનીમાં રજુઆત કરવા પંહોચ્યા. પોદાર શાળા વિવાદમાંઅગાઉ પણ વડોદરાની પોદાર શાળા વિવાદમાં આવી હતી. પોદાર શાળામાં RTI હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરાતું હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો હતો. RTI હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવતા તેમજ આ બાળકોને પણ સ્કૂલ ડ્રેસની ખરીદી માટે શાળાના ઓનલાઈન પ્લેટફોર્મથી ખરીદી કરવાનું દબાણ કરાતું હતું. વાલીઓએ પોદાર શાળાના વલણને DEOને રજુઆત કરી હતી. ફરી પાછી પોદાર શાળા વિવાદમાં જોવા મળી. વિદ્યાર્થીઓ યુનિફોર્મ પર લોગો ના લગાવવા જેવી સામાન્ય બાબતમાં તેમને હાંકી કઢાતા વાલીઓ રોષે ભરાયા હતા.

Vadodaraની પોદ્દાર સ્કૂલની મનમાની, વિદ્યાર્થીઓને કાઢી મૂકતા વાલીઓ રોષે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાની પોદ્દાર સ્કૂલ વિવાદમાં જોવા મળી.શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને કાઢી મૂકતા વાલીઓ રોષે ભરાયા. વિદ્યાર્થીઓને કાઢી મૂકવા ઉપરાંત શાળા સંચાલકોએ TC આપવાની ધમકી આપતા રોષે ભરાયેલા વાલીઓ ડીઈઓને રજૂઆત કરવા પંહોચ્યા. વિદ્યાર્થીઓએ તેમણે પહેરલ શાળા યુનિફોર્મમાં સ્કૂલનો લોગો ના લગાવ્યો હોવાથી તેમને કાઢી મૂકાયા હોવાનો સંચાલકો દ્વારા જવાબ આપવામાં આવ્યો.

શાળા વેચે છે મોંઘા કપડા

વિદ્યાર્થીઓને હાકી કાઢવાની ઘટનામાં વાલીઓએ પોદાર શાળા અને સંચાલકો પર ગંભીર આરોપ લગાવ્યા. વાલીઓએ આક્ષેપ કર્યો કે પોદ્દાર સ્કૂલ ફક્ત ઓનલાઇન ડ્રેસ વેચે છે. અને શાળા દ્વારા વેચાતા કપડાં બહુ મોંઘા હોય છે. બે બાળકોના ડ્રેસની કિંમત રૂ.28 હજાર જેટલી થતી હોય છે. આથી જેમના બે બાળકો હોય તેમના માથે વધારે ખર્ચ આવે છે. સ્કૂલમાં મોંઘા કપડાં હોવાથી તેમણે બહારની દુકાનમાંથી કપડાં લીધા. શાળા દ્વારા અપાતા કપડાં મોંઘા હોવાથી તેમને આર્થિક રીતે સમસ્યાનો સામનો કરવો પડે છે. બહારના કપડાં પર સ્કૂલનો લોગો ન હોવાથી બાળકોને શાળાની બહાર કાઢી મુકાયા.

શાળાની મનમાની

શાળા આટલેથી ના અટકી. અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે સવારની શાળામા અભ્યાસ કરતાં બાળકો યુનિફોર્મની ઉપર સ્વેટર પણ પહેરતા હોય છે. પોદાર શાળાના સંચાલકોએ જે વિદ્યાર્થીઓના સ્વેટર પર લોગો ન હોય તેમનું સ્વેટર પણ ઉતારી દીધું. એકબાજુ સરકારે રાજ્યની તમામ શાળાને નિર્દેશ કર્યો છે કે વિદ્યાર્થીઓ કોઈપણ કલરના સ્વેટર પહેરી શકે છે. ત્યારે પોદાર શાળામાં સ્વેટર પર લોગો ના હોવાથી વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કરી તેમના સ્વેટર ઉતારી લેવામાં આવ્યા. વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તૂણંક કરાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. જ્યારે વાલીઓએ આ મામલે રજુઆત કરી ત્યારે તેમને ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી અપાઈ.શાળા અભ્યાસના બદલે અન્ય બાબતોમાં વધુ પડતો ખર્ચ કરાવતી હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. પોદાર શાળાના રોષે ભરાયેલા વાલીઓ વાલી મંડળની આગેવાનીમાં રજુઆત કરવા પંહોચ્યા.

પોદાર શાળા વિવાદમાં

અગાઉ પણ વડોદરાની પોદાર શાળા વિવાદમાં આવી હતી. પોદાર શાળામાં RTI હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરાતું હોવાનું વાલીઓએ આક્ષેપ કર્યો હતો. RTI હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવતા તેમજ આ બાળકોને પણ સ્કૂલ ડ્રેસની ખરીદી માટે શાળાના ઓનલાઈન પ્લેટફોર્મથી ખરીદી કરવાનું દબાણ કરાતું હતું. વાલીઓએ પોદાર શાળાના વલણને DEOને રજુઆત કરી હતી. ફરી પાછી પોદાર શાળા વિવાદમાં જોવા મળી. વિદ્યાર્થીઓ યુનિફોર્મ પર લોગો ના લગાવવા જેવી સામાન્ય બાબતમાં તેમને હાંકી કઢાતા વાલીઓ રોષે ભરાયા હતા.