Vadodaraની જમનાબાઈ હોસ્પિટલમાં થાઈરોઈડ સહિત 40 દવાઓની અછતથી દર્દીઓ હેરાન

જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોડ સહિતની 40 દવાઓની અછત સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં દવાના જથ્થાના અભાવે દર્દીઓ અટવાયા દર મહિને 15 જેટલા દર્દીઓ લઈ રહ્યા છે નિયમિત દવાઓ વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં થાઈરોઈડ સહિતની 40 દવાઓની અછત સર્જાઈ છે. સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં દવાના જથ્થાના અભાવે દર્દીઓ અટવાયા છે. ગરીબ દર્દીઓને હોસ્પિટલ દ્વારા બહારથી દવાની વ્યવસ્થા કરાઈ રહી છે. શહેરની જમનાબાઈ હોસ્પિટલમાંથી દર મહિને 15 જેટલા દર્દીઓ નિયમિત દવાઓ લઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી ગવર્મેન્ટ તરફથી દવાઓનો શોર્ટ ઓછો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. વારંવાર સરકારમાં જાણ કરવા છતાં દવાઓ નહીં મળતા દર્દીઓ હેરાન વડોદરા શહેરની સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં થાઈરોઈડ સહિતની 40 અલગ-અલગ દવાઓની અછત હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને અટવાયા છે. આ અંગે વારંવાર સરકારમાં જાણ કરવા છતાં પણ દવાઓ નહીં મળતા હોસ્પિટલમાં દર્દીઓને ધરમધક્કા થઈ રહ્યા છે. સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં દવાઓનો જથ્થો ન હોવાના અભાવે દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર બન્યા છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા સરકારી દવાખાનાનું સ્તર, સુવિધા સુધરે તે માટે કાર્યવાહી કરાઈ છે, પરંતુ હોસ્પિટલમાં દવાઓની અછત હોવાથી સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓને મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. જમનાબાઈ હોસ્પિટલમાં દવાની અછત હોવા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆત કરવા આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બે મહિનાથી ગવર્મેન્ટ તરફથી દવાઓ ઓછી સપ્લાય થઈ રહી છે સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતી દવાઓનો જથ્થો ઓછો મળી રહ્યો છે. જેના કારણે સરકારી હોસ્પિટલમાં પૂરતો દવાનો જથ્થો ન હોવાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને જાય તો જાય ક્યા તેવી સ્થિતિ ઉંભી થઈ છે. થોઈરોઈડથી પીડિતા દર્દીઓને આ દવાઓ સરકારી હોસ્પિટલમાંથી ન મળતી હોવાથી બહારથી લેવાની ફરજ પડી છે. અન્ય હોસ્પિટલમાં દવાઓની ઓછી સપ્લાઈ થઈ રહી છે થાઈરોઈડ સહિતની 40 દવાઓની અછત હોવાથી અન્ય હોસ્પિટલમાં પણ દવાઓ ઓછો સપ્લાઈ થઈ રહી છે. આ દવાઓ હોસ્પિટલમાં જથ્થો ડાયરેક્ટ ગાંધીનગરથી સપ્લાય કરવામાં આવે છે. વડોદરા શહેરની સયાજીગંજ અને ગોત્રી હોસ્પિટલમાં પણ દવાઓ ઓછી સપ્લાઈ કરવામાં આવી રહી છે.

Vadodaraની જમનાબાઈ હોસ્પિટલમાં થાઈરોઈડ સહિત 40 દવાઓની અછતથી દર્દીઓ હેરાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોડ સહિતની 40 દવાઓની અછત

સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં દવાના જથ્થાના અભાવે દર્દીઓ અટવાયા

દર મહિને 15 જેટલા દર્દીઓ લઈ રહ્યા છે નિયમિત દવાઓ

વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં થાઈરોઈડ સહિતની 40 દવાઓની અછત સર્જાઈ છે. સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં દવાના જથ્થાના અભાવે દર્દીઓ અટવાયા છે. ગરીબ દર્દીઓને હોસ્પિટલ દ્વારા બહારથી દવાની વ્યવસ્થા કરાઈ રહી છે. શહેરની જમનાબાઈ હોસ્પિટલમાંથી દર મહિને 15 જેટલા દર્દીઓ નિયમિત દવાઓ લઈ રહ્યા છે. છેલ્લા બે મહિનાથી ગવર્મેન્ટ તરફથી દવાઓનો શોર્ટ ઓછો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

વારંવાર સરકારમાં જાણ કરવા છતાં દવાઓ નહીં મળતા દર્દીઓ હેરાન

વડોદરા શહેરની સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં થાઈરોઈડ સહિતની 40 અલગ-અલગ દવાઓની અછત હોવાથી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને અટવાયા છે. આ અંગે વારંવાર સરકારમાં જાણ કરવા છતાં પણ દવાઓ નહીં મળતા હોસ્પિટલમાં દર્દીઓને ધરમધક્કા થઈ રહ્યા છે. સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં દવાઓનો જથ્થો ન હોવાના અભાવે દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર બન્યા છે.

હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

સરકારી દવાખાનાનું સ્તર, સુવિધા સુધરે તે માટે કાર્યવાહી કરાઈ છે, પરંતુ હોસ્પિટલમાં દવાઓની અછત હોવાથી સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓને મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. જમનાબાઈ હોસ્પિટલમાં દવાની અછત હોવા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆત કરવા આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

બે મહિનાથી ગવર્મેન્ટ તરફથી દવાઓ ઓછી સપ્લાય થઈ રહી છે

સરકારી જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતી દવાઓનો જથ્થો ઓછો મળી રહ્યો છે. જેના કારણે સરકારી હોસ્પિટલમાં પૂરતો દવાનો જથ્થો ન હોવાથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને જાય તો જાય ક્યા તેવી સ્થિતિ ઉંભી થઈ છે. થોઈરોઈડથી પીડિતા દર્દીઓને આ દવાઓ સરકારી હોસ્પિટલમાંથી ન મળતી હોવાથી બહારથી લેવાની ફરજ પડી છે.

અન્ય હોસ્પિટલમાં દવાઓની ઓછી સપ્લાઈ થઈ રહી છે

થાઈરોઈડ સહિતની 40 દવાઓની અછત હોવાથી અન્ય હોસ્પિટલમાં પણ દવાઓ ઓછો સપ્લાઈ થઈ રહી છે. આ દવાઓ હોસ્પિટલમાં જથ્થો ડાયરેક્ટ ગાંધીનગરથી સપ્લાય કરવામાં આવે છે. વડોદરા શહેરની સયાજીગંજ અને ગોત્રી હોસ્પિટલમાં પણ દવાઓ ઓછી સપ્લાઈ કરવામાં આવી રહી છે.