Suratમાં MD ડ્રગ્સ સાથે 3 પેડલરો ઝડપાયા,પોલીસે 10 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

મોઈન, ઝાફર અને રશીદની અટકાયત 100 ગ્રામ પ્રતિબંધિત MD ડ્રગ્સ કર્યો જપ્ત પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સ વેચતા હતા સુરતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે ત્યારે લાલગેટ પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડયા છે,આરોપીઓ પાનના ગલ્લાની આડમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા હતા.પોલીસે 10 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે અને NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. MD ડ્રગ્સ સાથે ત્રણ પેડલરો ઝડપાયા લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે ભજીયાની દુકાન,પાનના ગલ્લાની આડમાં અમુક વ્યકિતઓ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે,ત્યારે પોલીસે રેડ કરતા ઘટના સ્થળેથી મોઈન, ઝાફર અને રશીદ મળી આવ્યા હતા અને તેમની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતુ.આ ડ્રગ્સ અંદાજિત 100 ગ્રામ જેટલું છે.ત્યારે આ ડ્રગ્સ કોની પાસેથી લાવી કોને આપવામાં આવતું હતુ તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે. સુરતમાં બે દિવસ પહેલા ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીની ATSએ ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને ATS લાવવામાં આવશે. 5 જુલાઈએ એટીએસના હાથે પાકિસ્તાની ડ્રગ્સ માફિયો ભારતમાંથી ઝડપાયો મોહમ્મદ યાસીનના વિઝા બે વર્ષ અગાઉ એક્સપાયર થઈ ચૂક્યા છે જેથી તેણે યુ.એન.એચ.સી.આર ના રેફ્યુજી કાર્ડ માટે પણ એપ્લાય કરેલું હતુ. મહોમદ યાસીને તિલકનગર દિલ્હી ખાતેથી 8 મહિના પહેલા એક નાઈજીરીયન નાગરિક પાસેથી ચાર કિલો હેરોઇન ખરીદયુ હતું.અને તેમાંથી તે છૂટક વેચાણ કરતો હતો અને બાકીનું 460 ગ્રામ હેરોઈન તેની પાસે હતું.તે નાઇજીરિયન આરોપીના કહેવાથી કોઈને ડિલિવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં જતો હતો પરંતુ તે પહેલા જ એટીએસ દ્વારા તેની ધરપકડ કરી હતી. 3 મે 2024ના રોજ સુરતમાં ડ્રગ્સ ઝડપાયુ સુરતમાંથી ફરીથી ડ્રગ્સ મળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. જણાવી દઈએ કે, પોલીસે 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ આરોપીની ધરપકડ કરી છે. 4 મે 2024ના રોજ સુરતમાં ઝડપ્યું ડ્રગ્સ મોપેડ પર જતા આરોપી 23 વર્ષિય તોસીફ ખાન યુનુસખાન બિસ્મિલ્લાહખાન અને 36 વર્ષિય અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખ ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી 14,300 રૂપિયાની કિમતનું 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપિયા અને મોપેડ મળી કુલ 1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.એલસીબી ઝોન-4 ની ટીમે ખટોદરા સ્થિત જૂની સબ જેલ પાસે વોચ ગોઠવી હતી જેમાં આ નશાના સૌદાગરો ઝડપાઈ ગયા હતાં.

Suratમાં MD ડ્રગ્સ સાથે 3 પેડલરો ઝડપાયા,પોલીસે 10 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોઈન, ઝાફર અને રશીદની અટકાયત
  • 100 ગ્રામ પ્રતિબંધિત MD ડ્રગ્સ કર્યો જપ્ત
  • પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સ વેચતા હતા

સુરતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત છે ત્યારે લાલગેટ પોલીસે બાતમીના આધારે 3 આરોપીઓને ઝડપી પાડયા છે,આરોપીઓ પાનના ગલ્લાની આડમાં એમડી ડ્રગ્સનો ધંધો કરતા હતા.પોલીસે 10 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે અને NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

MD ડ્રગ્સ સાથે ત્રણ પેડલરો ઝડપાયા

લાલગેટ પોલીસને બાતમી મળી હતી કે ભજીયાની દુકાન,પાનના ગલ્લાની આડમાં અમુક વ્યકિતઓ ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે,ત્યારે પોલીસે રેડ કરતા ઘટના સ્થળેથી મોઈન, ઝાફર અને રશીદ મળી આવ્યા હતા અને તેમની પાસેથી ડ્રગ્સ પણ મળી આવ્યું હતુ.આ ડ્રગ્સ અંદાજિત 100 ગ્રામ જેટલું છે.ત્યારે આ ડ્રગ્સ કોની પાસેથી લાવી કોને આપવામાં આવતું હતુ તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે.

સુરતમાં બે દિવસ પહેલા ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ

ગુજરાત ATSએ સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણામાં રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. એસ્ટેટના શેડમાં 1 મહિનાથી મેફેડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. ઘટ અને લિક્વિડ ફોર્મમાં મેફેડ્રોન સાથે 3 આરોપીની ATSએ ધરપકડ કરી છે. આરોપીઓએ 1 મહિનામાં 4 કિલો મેફેડ્રોન બનાવીને વેચ્યું હતું. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને ATS લાવવામાં આવશે.

5 જુલાઈએ એટીએસના હાથે પાકિસ્તાની ડ્રગ્સ માફિયો ભારતમાંથી ઝડપાયો

મોહમ્મદ યાસીનના વિઝા બે વર્ષ અગાઉ એક્સપાયર થઈ ચૂક્યા છે જેથી તેણે યુ.એન.એચ.સી.આર ના રેફ્યુજી કાર્ડ માટે પણ એપ્લાય કરેલું હતુ. મહોમદ યાસીને તિલકનગર દિલ્હી ખાતેથી 8 મહિના પહેલા એક નાઈજીરીયન નાગરિક પાસેથી ચાર કિલો હેરોઇન ખરીદયુ હતું.અને તેમાંથી તે છૂટક વેચાણ કરતો હતો અને બાકીનું 460 ગ્રામ હેરોઈન તેની પાસે હતું.તે નાઇજીરિયન આરોપીના કહેવાથી કોઈને ડિલિવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં જતો હતો પરંતુ તે પહેલા જ એટીએસ દ્વારા તેની ધરપકડ કરી હતી.

3 મે 2024ના રોજ સુરતમાં ડ્રગ્સ ઝડપાયુ

સુરતમાંથી ફરીથી ડ્રગ્સ મળ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે. માન દરવાજા પાસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો. તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. જણાવી દઈએ કે, પોલીસે 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દામાલ આરોપીની ધરપકડ કરી છે.

4 મે 2024ના રોજ સુરતમાં ઝડપ્યું ડ્રગ્સ

મોપેડ પર જતા આરોપી 23 વર્ષિય તોસીફ ખાન યુનુસખાન બિસ્મિલ્લાહખાન અને 36 વર્ષિય અબ્દુલ રહેમાન અબ્દુલ મજીદ શેખ ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી 14,300 રૂપિયાની કિમતનું 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તેમજ રોકડા રૂપિયા અને મોપેડ મળી કુલ 1.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં આરોપીઓ ડ્રગ્સ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.એલસીબી ઝોન-4 ની ટીમે ખટોદરા સ્થિત જૂની સબ જેલ પાસે વોચ ગોઠવી હતી જેમાં આ નશાના સૌદાગરો ઝડપાઈ ગયા હતાં.