Suratમાં સ્વાઈનફલૂથી પોલીસકર્મી હીરાસિંગ ચૌધરીનું મોત,પરિવાર તેમજ પોલીસબેડામાં શોકનો માહોલ

સારવાર દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ડીંડોલી સ્થિત માનસી રેસીડેન્સીનો બનાવ ASIના મોતથી આરોગ્ય વિભાગ થયું દોડતું સુરતમાં સ્વાઈનફલૂથી એક પોલીસકર્મીનું મોત થયું છે.ડીંડોલી સ્થિત માનસી રેસીડન્ડીમાં આ બનાવ બન્યો છે.તો એક વ્યકિતનું મોત થતા આરોગ્યતંત્ર દોડતું થયું છે,મૃતક પોલીસકર્મી સેકટર 1 માં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજવતા હતા.હીરાસિંગનું મોત નિપજતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. સુરતમાં સ્વાઈનફલૂ વકર્યો સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે.ત્યારે પૂર્વ વિસ્તારમાં વધુ રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગીના ખાટલા છે,શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે,ત્યારે ડેન્ગયૂ અને સ્વાઈનફલૂ જેવી જીવલેણ બિમારી વધી રહી છે,મહત્વનું છે કે આરોગ્ય વિભાગ દ્રારા હાલ સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે ફોંગીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે,ત્યારે સુરતમાં એક વ્યકિતનું સ્વાઈનફલૂથી મોત થયું છે. આરોગ્ય વિભાગે તપાસ હાથધરી આરોગ્ય વિભાગ દ્રારા ડીંડોલી વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે,જે વ્યકિતઓને લાંબા સમયથી તાવ રહેતો હોય છે તેવા દર્દીઓની તપાસ કરી રીપોર્ટ કઢાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે,સાથે સાથે જયાં આગળ પાણી ભરાયા છે તેવા ખાડાઓમાંથી પાણી પણ દૂર કરવામાં આવી રહ્યું છે જેના કારણે રોગચાળો અટકાવી શકાય. જાણો શું છે સ્વાઈનફલૂના લક્ષ્ણો સ્વાઈન ફ્લૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ ખાસ કરીને સૂકી ઉધરસ,માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક લાગવા જેવા લક્ષ્ણો દેખાતા હોય છે.સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ રોગ ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેનના કારણે થાય છે. આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો.

Suratમાં સ્વાઈનફલૂથી પોલીસકર્મી હીરાસિંગ ચૌધરીનું મોત,પરિવાર તેમજ પોલીસબેડામાં શોકનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સારવાર દરમિયાન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
  • ડીંડોલી સ્થિત માનસી રેસીડેન્સીનો બનાવ
  • ASIના મોતથી આરોગ્ય વિભાગ થયું દોડતું

સુરતમાં સ્વાઈનફલૂથી એક પોલીસકર્મીનું મોત થયું છે.ડીંડોલી સ્થિત માનસી રેસીડન્ડીમાં આ બનાવ બન્યો છે.તો એક વ્યકિતનું મોત થતા આરોગ્યતંત્ર દોડતું થયું છે,મૃતક પોલીસકર્મી સેકટર 1 માં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજવતા હતા.હીરાસિંગનું મોત નિપજતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે.

સુરતમાં સ્વાઈનફલૂ વકર્યો

સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો છે.ત્યારે પૂર્વ વિસ્તારમાં વધુ રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગીના ખાટલા છે,શહેરમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છે,ત્યારે ડેન્ગયૂ અને સ્વાઈનફલૂ જેવી જીવલેણ બિમારી વધી રહી છે,મહત્વનું છે કે આરોગ્ય વિભાગ દ્રારા હાલ સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે ફોંગીંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે,ત્યારે સુરતમાં એક વ્યકિતનું સ્વાઈનફલૂથી મોત થયું છે.

આરોગ્ય વિભાગે તપાસ હાથધરી

આરોગ્ય વિભાગ દ્રારા ડીંડોલી વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે,જે વ્યકિતઓને લાંબા સમયથી તાવ રહેતો હોય છે તેવા દર્દીઓની તપાસ કરી રીપોર્ટ કઢાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે,સાથે સાથે જયાં આગળ પાણી ભરાયા છે તેવા ખાડાઓમાંથી પાણી પણ દૂર કરવામાં આવી રહ્યું છે જેના કારણે રોગચાળો અટકાવી શકાય.

જાણો શું છે સ્વાઈનફલૂના લક્ષ્ણો

સ્વાઈન ફ્લૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ ખાસ કરીને સૂકી ઉધરસ,માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક લાગવા જેવા લક્ષ્ણો દેખાતા હોય છે.સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ રોગ ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેનના કારણે થાય છે. આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો.