Uttrayanમાં કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધને લઈ પતંગ રસિકો મૂંઝાયા, પેચ કેમ કાપીશું

ઉતરાયણનો પર્વ નજીક છે તેવામાં હવામાન વિભાગે ઉતરાયણ દરમિયાન પવન સારો રહેવાની આગાહી કરીને તમામ પતંગ રસિકોની ચિંતા દૂર કરી છે.જો કે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી રહ્યો છે. અલગ-અલગ સામગ્રી વાપરીને દોરી બનાવાય છે ઉતરાયણના પર્વ દરમિયાન આકાશમાં પતંગ ઉડાવીને એકબીજાના પતંગનો પેચ કાપીને ઉજવણી કરતા હોય છે જોકે આ વખતે ગુજરાત હાઇકોર્ટે કાચ વાળી દોરી વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે જેને લઈને માર્કેટમાં કાચ વિનાની દોરી રંગવામાં આવી રહી છે જોકે કાચ વિનાની દોરી પણ વધુ પેચ કાપે અને મજબૂતાઈથી આકાશમાં પતંગ રસિકો વચ્ચે યુદ્ધ જામે તે માટે દોરી રંગવા વાળા વિક્રેતાઓ પણ અલગ અલગ સામગ્રીઓ વાપરીને ગ્રાહકોના માંજા વધુ મજબૂત થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.ગુજરાત હાઇકોર્ટના આદેશનો કડકાઇથી પાલન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે વિક્ર્તાઓ દોરી રંગવા માટે ગ્રાહકોના આગ્રહ છતાં પણ કાચનો ઉપયોગ કરવાનો ટાળી રહ્યા છે. પતંગ રસિકોને ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને આવકાર્યો તો બીજી તરફ પતંગ રસિકો ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને આવકારી રહ્યા છે અને આકાશી યુદ્ધમાં જીત મેળવવા માટે કાચવાળી દોરી નહીં પરંતુ ટેલેન્ટ જરૂરી હોવાનું માની રહ્યા છે.ઉતરાણ નો પર્વ યુવાનોનો મનપસંદ તહેવાર રહ્યો છે અને આ તહેવાર દરમિયાન યુવાનો મોટી સંખ્યામાં અવનવી ડિઝાઈનવાળા પતંગ ઉડાવી આકાશી યુદ્ધ કરતા હોય છે જોકે આ વખતે અમદાવાદ શહેરમાં પતંગની માગ વધી છે દર વર્ષે અમદાવાદ શહેરમાં 10 કરોડથી વધુ પતંગ વેચાતા હોય છે પણ આ વર્ષે લગભગ 14 કરોડ થી વધુ પતંગની માગ આ વર્ષે માર્કેટમાં રહી છે. પતંગનું ઉત્પાદન ઓછું પતંગનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે તેનું કારણ કાચા માલનો સપ્લાય રહ્યો હોવાનું વેપારી માની રહ્યા છે.કાચો માલ માર્કેટમાં ખૂબ ઓછો હોવાના કારણે પતંગનું ઉત્પાદન ઓછું થયું છે સાથે જ પતંગના ભાવો પણ દર વર્ષ કરતાં ચાલુ વર્ષે વધારે છે.પતંગના વધેલા ભાવ તેમજ ગુજરાત હાઇકોર્ટના કેટલાક પ્રતિબંધ વચ્ચે પતંગ રસિકો આકાશી યુદ્ધ કરવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.

Uttrayanમાં કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધને લઈ પતંગ રસિકો મૂંઝાયા, પેચ કેમ કાપીશું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉતરાયણનો પર્વ નજીક છે તેવામાં હવામાન વિભાગે ઉતરાયણ દરમિયાન પવન સારો રહેવાની આગાહી કરીને તમામ પતંગ રસિકોની ચિંતા દૂર કરી છે.જો કે ગુજરાત હાઇકોર્ટના કાચવાળી દોરી વાપરવાના પ્રતિબંધ બાદ પતંગ રસિકો આકાશમાં પેચ કાપી શકશે કે કેમ તે સવાલ સૌને મૂંઝવી રહ્યો છે.

અલગ-અલગ સામગ્રી વાપરીને દોરી બનાવાય છે

ઉતરાયણના પર્વ દરમિયાન આકાશમાં પતંગ ઉડાવીને એકબીજાના પતંગનો પેચ કાપીને ઉજવણી કરતા હોય છે જોકે આ વખતે ગુજરાત હાઇકોર્ટે કાચ વાળી દોરી વાપરવા પર પ્રતિબંધ મૂક્યો છે જેને લઈને માર્કેટમાં કાચ વિનાની દોરી રંગવામાં આવી રહી છે જોકે કાચ વિનાની દોરી પણ વધુ પેચ કાપે અને મજબૂતાઈથી આકાશમાં પતંગ રસિકો વચ્ચે યુદ્ધ જામે તે માટે દોરી રંગવા વાળા વિક્રેતાઓ પણ અલગ અલગ સામગ્રીઓ વાપરીને ગ્રાહકોના માંજા વધુ મજબૂત થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.ગુજરાત હાઇકોર્ટના આદેશનો કડકાઇથી પાલન થાય તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે વિક્ર્તાઓ દોરી રંગવા માટે ગ્રાહકોના આગ્રહ છતાં પણ કાચનો ઉપયોગ કરવાનો ટાળી રહ્યા છે.

પતંગ રસિકોને ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને આવકાર્યો

તો બીજી તરફ પતંગ રસિકો ગુજરાત હાઇકોર્ટના આ નિર્ણયને આવકારી રહ્યા છે અને આકાશી યુદ્ધમાં જીત મેળવવા માટે કાચવાળી દોરી નહીં પરંતુ ટેલેન્ટ જરૂરી હોવાનું માની રહ્યા છે.ઉતરાણ નો પર્વ યુવાનોનો મનપસંદ તહેવાર રહ્યો છે અને આ તહેવાર દરમિયાન યુવાનો મોટી સંખ્યામાં અવનવી ડિઝાઈનવાળા પતંગ ઉડાવી આકાશી યુદ્ધ કરતા હોય છે જોકે આ વખતે અમદાવાદ શહેરમાં પતંગની માગ વધી છે દર વર્ષે અમદાવાદ શહેરમાં 10 કરોડથી વધુ પતંગ વેચાતા હોય છે પણ આ વર્ષે લગભગ 14 કરોડ થી વધુ પતંગની માગ આ વર્ષે માર્કેટમાં રહી છે.

પતંગનું ઉત્પાદન ઓછું

પતંગનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે તેનું કારણ કાચા માલનો સપ્લાય રહ્યો હોવાનું વેપારી માની રહ્યા છે.કાચો માલ માર્કેટમાં ખૂબ ઓછો હોવાના કારણે પતંગનું ઉત્પાદન ઓછું થયું છે સાથે જ પતંગના ભાવો પણ દર વર્ષ કરતાં ચાલુ વર્ષે વધારે છે.પતંગના વધેલા ભાવ તેમજ ગુજરાત હાઇકોર્ટના કેટલાક પ્રતિબંધ વચ્ચે પતંગ રસિકો આકાશી યુદ્ધ કરવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.