Una: શાળામાં પોપડા પડતા બાળકો ઈજાગ્રસ્ત, શિક્ષકોનો લુલો બચાવ

Feb 13, 2025 - 20:00
Una: શાળામાં પોપડા પડતા બાળકો ઈજાગ્રસ્ત, શિક્ષકોનો લુલો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

'સૌ ભણે સૌ આગળ વધે'ના સૂત્ર સાથે ગુજરાત સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચતી હોવાની વાતો થઈ રહી છે અને અનેક જાહેરાતો પણ કરવામાં આવે છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું અંતરિયાળ વાંસોજ ગામની સરકારી પ્રાથમિક શાળામાં બપોરના સમયે શાળાની લોબીમાં બાળકો પ્રાર્થના બોલી રહ્યા હતા અને અચાનક ઉપરથી પોપડા પડતા હાહાકર મચી ગયો છે.

ઘટનામાં 8 બાળકો ઘાયલ થયા

કારણકે તે સમયે શાળાના મોટા ભાગના બાળકો ત્યાં પ્રાર્થના બોલી રહ્યા હતા, ત્યાં જ પોપડા પડતા સરકારી શિક્ષણની પોલ ખુલી ગઈ છે. કેમ કે આ ઘટનામાં 8 જેટલા બાળકો ઘાયલ થયા છે, જેમાંથી બે ત્રણ વિદ્યાર્થીઓ તો એ હદે ઘાયલ થયા કે માથાના ભાગે ટાંકા લેવા પડ્યા તો અન્ય કેટલાક વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જોકે સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ ટેલીફોનીક વાતમાં કહ્યું કે તેઓ દરરોજ તે જગ્યાએ પ્રાર્થના બોલાવતા હોય છે અને કોઈ જ પ્રકારનું જર્જરિત ન હતું તો બીજી તરફ શાળામાં રીનોવેશનની કામગીરી પણ ચાલુ હતી, તેમ છતાં ઘટના કુદરતી રીતે બની હોવાનું રટણ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે.

શાળાના શિક્ષકો અને શિક્ષણ વિભાગ સામે ઉઠ્યા સવાલ

જોકે આચાર્યના જણાવ્યા મુજબ શાળામાં રીનોવેશન ચાલુ હતું તો રીનોવેશન શા માટે કરવામાં આવી રહ્યું હતું?. શાળા જર્જરિત ન હતી તો શાળામાં રીનોવેશન કરવા માટેની મંજૂરી કોની દ્વારા આપવામાં આવી? અને જો શાળા જર્જરિત હતી તો શા માટે બાળકોને અન્ય જગ્યાએ પ્રાર્થના બોલાવવામાં ન આવી? આવા અનેક સવાલો હાલ શાળાના શિક્ષકો અને શિક્ષણ વિભાગ સામે ઉઠી રહ્યા છે તો બીજી તરફ શાળાના શિક્ષકોના મતે હાલ લગ્નની સીઝન હોય નજીકમાં લગ્ન પ્રસંગ સંદર્ભે ડીજે વાગતું હોવાના કારણે પોપડા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ સવાલ અહીં એ થાય છે, લગ્ન પ્રસંગની સીઝન તો ઘણા દિવસોથી ચાલુ છે અને ગામમાં અનેક લગ્ન પ્રસંગ યોજાયા હોવા છતાં ત્યારે કેમ ઘટના ન બની કે પછી શિક્ષકો અને શિક્ષણ વિભાગ પોતાનો લુલો બચાવ કરી રહ્યા છે.

શું ડીજેના કારણે પોપડા પડ્યા?

એક તરફ શાળાના શિક્ષકો પોતાની મનગડત કહાની બનાવીને કહી રહ્યા છે કે નજીકમાં ડીજે વાગતું હોવાના કારણે પોપડા પડ્યા છે તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષક અધિકારી ખુદ સ્વીકારી રહ્યા છે કે શાળા જર્જરિત છે અને જેમનું રીનોવેશન કામ ચાલુ હતું અને આ બિલ્ડિંગનું પણ સમારકામ કરવાનું હોય, પરંતુ શાળા જર્જરિત ન હતી અને શિક્ષકો અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની વાતોનો તફાવત જોતા લાગી રહ્યું છે, શિક્ષણ વિભાગ અને કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું લાગી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0