UCC in Gujarat: UCCમાં કેવા પ્રકારના રહેશે નિયમો..? હર્ષ સંઘવીએ કર્યો ખુલાસો
ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેતી જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટિની રચનાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. પીએમ મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.'કમિટિમાં કોણ કોણ સામેલરંજના દેસાઈ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આર.સી કોડેકર, સિનિયર એડવોકેટ એલ.સી મીના, નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી દક્ષેસ ઠાકર, ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર ગીતા શ્રોફ, સામાજિક કાર્યકર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની જરૂર સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ કમિટી રચના કરાશે. જેમાં વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી.કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ સભ્ય હશે. 45 દિવસમાં આ કમિટિ રિપોર્ટ આપશે, જે બાદ રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે.'કમિટીમાં તમામ સમાજના લોકો છે : હર્ષ સંઘવીપત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, '45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યુ કરવામાં આવશે. આ રિવ્યુ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'વધુમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ રિપોર્ટને સમજ્યા રિવ્યુ કર્યા બાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આ કોઈ એક સમાજ માટેનો કાયદો નથી. તમામ સમાજ માટે લાગુ પડે એ માટેનું કાયદો છે. રિસર્ચ માટે જ આ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં જેટલા પણ લોકો છે એ તમામ ધર્મના લોકો છે. કમિટીના સભ્યો દરેક ધર્મના લોકોને મળશે. ધર્મ સાથે જોડાયેલા અગ્રણીઓને આ કમિટિ મળ્યા પછી જ રિપોર્ટ આપશે. અમે નિષ્પક્ષ અને ટ્રાન્સપરન્સીથી કામ કરનાર સહકાર છે. એટલે માટે કમિટી બનાવી છે તમામ લોકોને સાંભળીને સમાન રીતે નિર્ણય લેવાય. કાયદો બનશે એટલે બહાર આવશે જ. રિપોર્ટ કરતા કાયદો બને છે એટલે પબ્લિકમાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેતી જાહેરાત કરવામાં આવી છે. ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કમિટિની રચનાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, કે 'ભારતીયતા આપણો ધર્મ છે અને ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌથીનું પથદર્શન કરતું આવ્યું છે. પીએમ મોદીએ સૌને સમાન હક માટે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું તે સિદ્ધાંતને અનુસરે છે. ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે આગળ વધી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ અંગે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઇની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.'
કમિટિમાં કોણ કોણ સામેલ
- રંજના દેસાઈ, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ
- આર.સી કોડેકર, સિનિયર એડવોકેટ
- એલ.સી મીના, નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી
- દક્ષેસ ઠાકર, ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર
- ગીતા શ્રોફ, સામાજિક કાર્યકર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે, 'ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની જરૂર સ્વીકારવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની આગેવાનીમાં હેઠળ કમિટી રચના કરાશે. જેમાં વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી.કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ સભ્ય હશે. 45 દિવસમાં આ કમિટિ રિપોર્ટ આપશે, જે બાદ રાજ્ય સરકાર આગળ નિર્ણય કરશે.'
કમિટીમાં તમામ સમાજના લોકો છે : હર્ષ સંઘવી
પત્રકાર પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, '45 દિવસમાં કમિટી દ્વારા જે રિપોર્ટ આવશે તેનો રિવ્યુ કરવામાં આવશે. આ રિવ્યુ બાદ સરકાર યોગ્ય નિર્ણય લેશે. કોઈ જ્ઞાતિ-જાતિને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ખાસ કરીને આદિવાસી સમાજને કોઈ નુકસાન ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ કાયદો કોઈ એક સમાજ માટે નથી લાવવામાં આવી રહ્યો, તમામ નાગરિકો માટે સમાન કાયદા રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.'
વધુમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ રિપોર્ટને સમજ્યા રિવ્યુ કર્યા બાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આ કોઈ એક સમાજ માટેનો કાયદો નથી. તમામ સમાજ માટે લાગુ પડે એ માટેનું કાયદો છે. રિસર્ચ માટે જ આ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં જેટલા પણ લોકો છે એ તમામ ધર્મના લોકો છે. કમિટીના સભ્યો દરેક ધર્મના લોકોને મળશે. ધર્મ સાથે જોડાયેલા અગ્રણીઓને આ કમિટિ મળ્યા પછી જ રિપોર્ટ આપશે. અમે નિષ્પક્ષ અને ટ્રાન્સપરન્સીથી કામ કરનાર સહકાર છે. એટલે માટે કમિટી બનાવી છે તમામ લોકોને સાંભળીને સમાન રીતે નિર્ણય લેવાય. કાયદો બનશે એટલે બહાર આવશે જ. રિપોર્ટ કરતા કાયદો બને છે એટલે પબ્લિકમાં આવશે.