Tapi News: પેપ્સીની લાલચમાં માસૂમ પર દુષ્કર્મ, 65 વર્ષીય વૃદ્ધને 20 વર્ષની સખત કેદની સજા

Nov 28, 2026 - 19:00
Tapi News: પેપ્સીની લાલચમાં માસૂમ પર દુષ્કર્મ, 65 વર્ષીય વૃદ્ધને 20 વર્ષની સખત કેદની સજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક હદ વિસ્તારમાં લગભગ દોઢ વર્ષ પહેલાં એક અત્યંત શરમજનક અને હચમચાવી નાખતી ઘટના બની હતી. 65 વર્ષીય વાસનાલોલુપ વૃદ્ધ દશરથ બદુ પાડવીએ માત્ર સાડાસાત વર્ષની એક માસૂમ બાળકીને પેપ્સીની લાલચ આપીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવાના આ ગંભીર ગુના અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાપીની પોક્સો કોર્ટ દ્વારા કડક ચુકાદો અને સજા

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાપીની વિશેષ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસના પુરાવા અને દલીલોના આધારે ન્યાયાધીશ ડી. આર. વ્યાસ દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે 65 વર્ષીય આરોપી દશરથ બદુ પાડવીને દોષી ઠેરવતા 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ આરોપીને રૂપિયા 10,000 નો દંડ પણ ભરવાનો આદેશ કરવામાં આવ્યો છે.


પીડિત બાળકીને રૂપિયા 5 લાખનું વળતર ચૂકવવા આદેશ

કોર્ટે માત્ર કેદ અને દંડ જ નહીં, પરંતુ પીડિત બાળકીના પુનર્વસન અને ન્યાયને ધ્યાનમાં રાખીને એક મોટો આદેશ આપ્યો છે. અદાલતના આદેશ અનુસાર, પીડિતાને સરકાર અથવા સંબંધિત પક્ષ દ્વારા કુલ રૂપિયા 5 લાખનું વળતર ચૂકવવામાં આવશે. તાપી કોર્ટના આ કડક નિર્ણયથી ન્યાયતંત્ર દ્વારા બાળકો વિરુદ્ધના અપરાધો સામે સખત વલણ અપનાવવામાં આવ્યું હોવાનો સ્પષ્ટ સંદેશો મળ્યો છે.


આ પણ વાંચો: Tapi News: નેત્રમ'ના નેત્રોને મોતિયો આવ્યો કે શું? ડાર્ક ફિલ્મના ઈ મેમાએ ખોલી તંત્રની પોલ!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0