Surtatમાં બાળક ગટરમાં પડવાનો કેસ, જવાબદાર અધિકારીઓ સામે નોંધાયો સાપરાધ મનુષ્યવધનો ગુનો
સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી ગયુ હતુ અને 24 કલાક બાદ બાળકનો અતોપતો મળ્યો હતો જે મામલે પોલીસે કોર્પોરેશનના જવાબદાર અધિકારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.જવાબદાર અધિકારી અને કર્મચારી સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે,ગઈકાલે પરિવારે રોડ ચક્કાજામ કર્યો હતો અને અધિકારીઓ સામે ગુનો નોંધવા પોલીસને રજૂઆત પણ કરી હતી,મૃતક બાળકના ફોરેન્સિક પીએમની તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરતના વરિયાવમાં બની હતી ઘટના માતા તેના બાળકને લઈ બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન બાળક ખુલ્લી ગટરમાં ખાબકી ગયું હતું ત્યારે સ્થાનિકો-પરિજનોએ રોડ પર બેસી રોડ બ્લોક કર્યો છે અને રોડ પર બેસી SMCના અધિકારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો,બાળકની શોધખોળ ગટરમાં કરવામાં આવી રહી હતી પરંતુ 24 કલાક બાદ બાળક મળ્યું હતુ,સ્થાનિક ધારાસભ્ય પણ મદદ નહી કરતા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યાં હતા.પોલીસે પણ પરિવારને ન્યાય મળે તે દિશામાં તપાસ કરી હતી. કેમેરા સાથે ફાયર જવાનને અંદર ઉતારવામાં આવ્યો હતો ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરની અંદર ઉતારવામાં આવ્યો હતો. આ સાથે કેમેરાઓ પણ સર્ચિંગ માટે ઉતારવામાં આવ્યા હતો. ચેમ્બરમાં અંદર પાંચથી છ ફૂટ પાણી છે, ફાયર વિભાગ દ્વારા 800 મીટરની અંદર તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળકની કોઇ જાણકારી ન મળતા ફાયર વિભાગ દ્વારા ગટરમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યુ હતુ. શહેરના મેયર ક્યાં હતા ? તો બીજી તરફ, આટલી ગંભીર ઘટના બાદ પણ સુરતના મેયર ગાયબ રહ્યા હતા. 24 કલાક બાદ પણ મેયર ઘટના સ્થળે ભટક્યા ન હતા. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. તંત્રની બેદરકારીએ બનેલી ઘટના બાદ પણ અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં. એક પણ અધિકારી ન આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો. આવામાં સુરતના મેયરને કોઈ શરમ છે કે નહીં. મેયર હજુ સુધી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. આ દરમિયાન મેયર ક્રિકેટ મેચ માટે નેટ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. સુરત મનપાની ભુલના કારણે બાળક ગટરમાં પડ્યો છે, પરંતું સુરત શહેરને મેયરે રામ ભરોસે છોડી દીધું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી ગયુ હતુ અને 24 કલાક બાદ બાળકનો અતોપતો મળ્યો હતો જે મામલે પોલીસે કોર્પોરેશનના જવાબદાર અધિકારી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે.જવાબદાર અધિકારી અને કર્મચારી સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે,ગઈકાલે પરિવારે રોડ ચક્કાજામ કર્યો હતો અને અધિકારીઓ સામે ગુનો નોંધવા પોલીસને રજૂઆત પણ કરી હતી,મૃતક બાળકના ફોરેન્સિક પીએમની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુરતના વરિયાવમાં બની હતી ઘટના
માતા તેના બાળકને લઈ બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન બાળક ખુલ્લી ગટરમાં ખાબકી ગયું હતું ત્યારે સ્થાનિકો-પરિજનોએ રોડ પર બેસી રોડ બ્લોક કર્યો છે અને રોડ પર બેસી SMCના અધિકારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો,બાળકની શોધખોળ ગટરમાં કરવામાં આવી રહી હતી પરંતુ 24 કલાક બાદ બાળક મળ્યું હતુ,સ્થાનિક ધારાસભ્ય પણ મદદ નહી કરતા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યાં હતા.પોલીસે પણ પરિવારને ન્યાય મળે તે દિશામાં તપાસ કરી હતી.
કેમેરા સાથે ફાયર જવાનને અંદર ઉતારવામાં આવ્યો હતો
ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરની અંદર ઉતારવામાં આવ્યો હતો. આ સાથે કેમેરાઓ પણ સર્ચિંગ માટે ઉતારવામાં આવ્યા હતો. ચેમ્બરમાં અંદર પાંચથી છ ફૂટ પાણી છે, ફાયર વિભાગ દ્વારા 800 મીટરની અંદર તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળકની કોઇ જાણકારી ન મળતા ફાયર વિભાગ દ્વારા ગટરમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યુ હતુ.
શહેરના મેયર ક્યાં હતા ?
તો બીજી તરફ, આટલી ગંભીર ઘટના બાદ પણ સુરતના મેયર ગાયબ રહ્યા હતા. 24 કલાક બાદ પણ મેયર ઘટના સ્થળે ભટક્યા ન હતા. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. તંત્રની બેદરકારીએ બનેલી ઘટના બાદ પણ અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં. એક પણ અધિકારી ન આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો. આવામાં સુરતના મેયરને કોઈ શરમ છે કે નહીં. મેયર હજુ સુધી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા. આ દરમિયાન મેયર ક્રિકેટ મેચ માટે નેટ પ્રેક્ટિસ કરી રહ્યાં હતા. સુરત મનપાની ભુલના કારણે બાળક ગટરમાં પડ્યો છે, પરંતું સુરત શહેરને મેયરે રામ ભરોસે છોડી દીધું છે.