Surendranagarમાં નાણાંધીરનાર બન્યા માફિયા, વ્યાજખોરોના આતંકનો વધુ એક યુવાન બન્યો ભોગ
સુરેન્દ્રનગરમાં નાણાંધીરનાર માફિયા બની રહ્યા છે. વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ. વ્યાજખોરોનો ત્રાસમળતી માહિતી મુજબ સડલાના મહેશ કાનેટિયાએ પોતાની જરૂરિયાતને લઈને વ્યાજખોર પાસેથી મોટાપ્રમાણમાં રૂપિયા ઉધાર લીધા હતા. બાદમાં વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા પરત કર્યા હતાં છતાં. ગણેશ પટેલ મહેશ પાસેથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતો. ગણેશ પટેલ અવાર નવાર પોતાના માણસો મોકલી મહેશને ધમકી આપતો. ગણેશ પટેલના માણસ મહેશ ઉપરાંત તેમના પરિવારને પણ હેરાન કરવા લાગ્યા. આખરે વ્યાજખોરોનો ત્રાસ વધતા મહેશ કાનેટિયા નામનો યુવાન કંટાળી ગયો અને અંતિમ પગલું ભરતાં આત્મહત્યા કરી. ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરીવ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ. અમદાવાદમાં યુવાને જીવન ટૂંકાવ્યુંહાલમાં અમદાવાદના ઇસનપુર વિસ્તારના એક યુવાને વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો આપઘાત કર્યો. આ યુવાને પોતાના ધંધાની મુશ્કેલીને લઈને રૂપિયા વ્યાજે લીધા હતા. પરંતુ ધંધામાં ધાર્યા મુજબ કોઈ વળતર ના મળ્યું અને મોટું નુકસાન થતાં યુવાન વ્યાજખોરોને નાણાં પરત કરી ના શકતા પોતાનું જીવન ટૂંકાવ્યું. સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ યુવકએ આત્મહત્યા કરવાની ઘટનામાં છ લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ. ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011વ્યાજખોરોના આતંક વધતા લોકો આત્મહત્યા જેવું અંતિમ પગલું લે છે. ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 (Gujarat Money Lenders Act 2011)માં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ નાણાં વ્યાજે આપવાનો ધંધો કરવા માંગતી હોય તો તેણે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ નિયમ મુજબ નાણાં ધીરનારે જે વિસ્તારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે વિસ્તારના જ લોકોને વ્યાજે પૈસા આપી શકશે. મની લોન્ડરીંગ એક્ટમાં નાણાં વ્યાજે આપવાને લઈને વધુ કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. વ્યાજખોરના ત્રાસથી ભોગ બનનાર વ્યક્તિ જે તે વિસ્તારના પોલીસકન્ટ્રોલ રૂમથી લઈને જિલ્લા પોલીસવડાને ફરિયાદ કરી શકે છે.
![Surendranagarમાં નાણાંધીરનાર બન્યા માફિયા, વ્યાજખોરોના આતંકનો વધુ એક યુવાન બન્યો ભોગ](https://epapercdn.sandesh.com/images/2025/02/11/qdLgjqAetETq3HbTF0mBmVcJ6wSWpiLuIAy0nKqr.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરમાં નાણાંધીરનાર માફિયા બની રહ્યા છે. વ્યાજખોરોના ત્રાસથી સડલા ગામના યુવકે આત્મહત્યા કરી. સડલા ગામના યુવક મહેશ કાનેટિયાએ વ્યાજખોરોને તેમના રૂપિયા પરત કરવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોર ગણેશ પટેલના ત્રાસથી યુવક મહેશ કાનેટિયાએ આત્મહત્યા કરી. મહેશે આત્મહત્યા કરતાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ.
વ્યાજખોરોનો ત્રાસ
મળતી માહિતી મુજબ સડલાના મહેશ કાનેટિયાએ પોતાની જરૂરિયાતને લઈને વ્યાજખોર પાસેથી મોટાપ્રમાણમાં રૂપિયા ઉધાર લીધા હતા. બાદમાં વ્યાજખોર ગણેશ પટેલને યુવકે રૂપિયા પરત કર્યા હતાં છતાં. ગણેશ પટેલ મહેશ પાસેથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હતો. ગણેશ પટેલ અવાર નવાર પોતાના માણસો મોકલી મહેશને ધમકી આપતો. ગણેશ પટેલના માણસ મહેશ ઉપરાંત તેમના પરિવારને પણ હેરાન કરવા લાગ્યા. આખરે વ્યાજખોરોનો ત્રાસ વધતા મહેશ કાનેટિયા નામનો યુવાન કંટાળી ગયો અને અંતિમ પગલું ભરતાં આત્મહત્યા કરી.
ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી
વ્યાજખોરોના આંતકથી મહેશ કાનેટિયા નામના યુવકે ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી. 32 વર્ષે યુવકે વ્યાજે લીધેલા રૂપિયા પરત આપ્યા પછી પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી.પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. વ્યાજખોર ગણેશ પટેલ ઉંપરાંત પ્રતીક ઉર્ફે ગની ઘનશ્યામ અને રઘુ નાનજી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ.
અમદાવાદમાં યુવાને જીવન ટૂંકાવ્યું
હાલમાં અમદાવાદના ઇસનપુર વિસ્તારના એક યુવાને વ્યાજખોરના ત્રાસથી ગળેફાંસો આપઘાત કર્યો. આ યુવાને પોતાના ધંધાની મુશ્કેલીને લઈને રૂપિયા વ્યાજે લીધા હતા. પરંતુ ધંધામાં ધાર્યા મુજબ કોઈ વળતર ના મળ્યું અને મોટું નુકસાન થતાં યુવાન વ્યાજખોરોને નાણાં પરત કરી ના શકતા પોતાનું જીવન ટૂંકાવ્યું. સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ યુવકએ આત્મહત્યા કરવાની ઘટનામાં છ લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ.
ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011
વ્યાજખોરોના આતંક વધતા લોકો આત્મહત્યા જેવું અંતિમ પગલું લે છે. ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ 2011 (Gujarat Money Lenders Act 2011)માં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિ નાણાં વ્યાજે આપવાનો ધંધો કરવા માંગતી હોય તો તેણે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ નિયમ મુજબ નાણાં ધીરનારે જે વિસ્તારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે વિસ્તારના જ લોકોને વ્યાજે પૈસા આપી શકશે. મની લોન્ડરીંગ એક્ટમાં નાણાં વ્યાજે આપવાને લઈને વધુ કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. વ્યાજખોરના ત્રાસથી ભોગ બનનાર વ્યક્તિ જે તે વિસ્તારના પોલીસકન્ટ્રોલ રૂમથી લઈને જિલ્લા પોલીસવડાને ફરિયાદ કરી શકે છે.