Surendranagarના સાયલામાં ગેરકાયદેસર ખનીજ ભરેલા 7 ડમ્પર કરાયા સીઝ

સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર ગેરકાયદે ખનીજ ભરેલા સાત ડમ્પર ઝડપાયા છે. સાયલામાં ડેપ્યુટી કલેક્ટરે રેડ પાડીને આ મોટી કાર્યવાહી કરી છે. લીંબડી ડેપ્યુટી કલેક્ટરની ટીમે સાયલામાં ખનન માફિયાઓ સામે સપાટો બોલાવ્યો છે અને રોયલ્ટી ભર્યા વગર ખનીજની ચોરી કરીને હેરાફેરી કરવામાં આવતી હતી.ડેપ્યુટી કલેક્ટરની ટીમે અંદાજે સવા કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો સીઝ ડેપ્યુટી કલેક્ટરની ટીમે અંદાજે સવા કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ખનીજ ચોરી પર લગામ કસવા તંત્રએ આકસ્મિક કાર્યવાહી કરી છે. બ્લેકટ્રેપ ખનીજ ભરેલા 7 ડમ્પરને હાલમાં ડિટેઈન કરવામાં આવ્યા છે. તંત્રની આકસ્મિક કામગીરીથી ખનીજ ચોરોમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુદામડા હાઈવે, જસાપર રોડ, નેશનલ હાઈવે પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. 18 ફેબ્રુઆરીએ વિરમગામ અને સાણંદમાં 21 ડમ્પર જપ્ત કરાયા હતા તમને જણાવી દઈએ કે 18 ફેબ્રુઆરીએ અમદાવાદ ગ્રામ્યના વિરમગામ અને સાણંદ તાલુકાની સીમમાં પણ ગેરકાયદે માટી ખનન પર પોલીસે દરોડા પાડ્યા હતા. વિરમગામ તાલુકાના સચાણા અને વિરોચનનગર ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે માટી ખનન ચાલતુ હતુ. આ દરમિયાન પોલીસે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હતી. વિરમગામ રૂરલ પોલીસે દરોડા પાડીને કુલ 21 ડમ્પર જપ્ત કર્યા હતા. 10 માટીથી ભરેલા અને 11 ખાલી ડમ્પર સહિત 3 JCB અને 2 હીટાચી મશીન જપ્ત કર્યા હતા. વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિરમગામ પ્રોબેશન ASP IPS ઘનશ્યામ ગૌતમ સહિત વિરમગામ રૂરલ પોલીસ PIએ દરોડા પાડ્યા હતા અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Surendranagarના સાયલામાં ગેરકાયદેસર ખનીજ ભરેલા 7 ડમ્પર કરાયા સીઝ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના સાયલા હાઈવે પર ગેરકાયદે ખનીજ ભરેલા સાત ડમ્પર ઝડપાયા છે. સાયલામાં ડેપ્યુટી કલેક્ટરે રેડ પાડીને આ મોટી કાર્યવાહી કરી છે. લીંબડી ડેપ્યુટી કલેક્ટરની ટીમે સાયલામાં ખનન માફિયાઓ સામે સપાટો બોલાવ્યો છે અને રોયલ્ટી ભર્યા વગર ખનીજની ચોરી કરીને હેરાફેરી કરવામાં આવતી હતી.

ડેપ્યુટી કલેક્ટરની ટીમે અંદાજે સવા કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો સીઝ

ડેપ્યુટી કલેક્ટરની ટીમે અંદાજે સવા કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ખનીજ ચોરી પર લગામ કસવા તંત્રએ આકસ્મિક કાર્યવાહી કરી છે. બ્લેકટ્રેપ ખનીજ ભરેલા 7 ડમ્પરને હાલમાં ડિટેઈન કરવામાં આવ્યા છે. તંત્રની આકસ્મિક કામગીરીથી ખનીજ ચોરોમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુદામડા હાઈવે, જસાપર રોડ, નેશનલ હાઈવે પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

18 ફેબ્રુઆરીએ વિરમગામ અને સાણંદમાં 21 ડમ્પર જપ્ત કરાયા હતા

તમને જણાવી દઈએ કે 18 ફેબ્રુઆરીએ અમદાવાદ ગ્રામ્યના વિરમગામ અને સાણંદ તાલુકાની સીમમાં પણ ગેરકાયદે માટી ખનન પર પોલીસે દરોડા પાડ્યા હતા. વિરમગામ તાલુકાના સચાણા અને વિરોચનનગર ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે માટી ખનન ચાલતુ હતુ. આ દરમિયાન પોલીસે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી હતી. વિરમગામ રૂરલ પોલીસે દરોડા પાડીને કુલ 21 ડમ્પર જપ્ત કર્યા હતા. 10 માટીથી ભરેલા અને 11 ખાલી ડમ્પર સહિત 3 JCB અને 2 હીટાચી મશીન જપ્ત કર્યા હતા. વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિરમગામ પ્રોબેશન ASP IPS ઘનશ્યામ ગૌતમ સહિત વિરમગામ રૂરલ પોલીસ PIએ દરોડા પાડ્યા હતા અને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.