Surendranagarના લખતરનો વિકાસ ગયો ખાડે, કાર રિવર્સ લેતા તૂટયો ગટરનો સ્લેબ
સુરેન્દ્રનગરના લખતરમાં ગટરનો સ્લેબ તૂટતા ગાડી ફસાઇ હોવાની વાત સામે આવી છે જેમાં ગાડી રિવર્સ લેતા સમયે સ્લેબ તૂટતા ગાડી ફસાઈ હતી ત્યારે જુના બસ સ્ટેન્ડ પર આવેલ ગટરનો સ્લેબ તૂટ્યો હતો સાથે સાથે ગાડીના પાછળનું ટાયર ગટરમાં ઉતરી ગયું હતુ,તો જેસીબીની મદદથી ફસાયેલી ગાડીને બહાર કાઢી હતી. સ્લેબ તૂટતા ગાડીનું પાછળનું ટાયર ગટરમાં ઉતર્યુ લખતર જુના બસ સ્ટેન્ડ પર આવેલ ગટરનો સ્લેબ તૂટયો છે જેના કારણે બોલેરો પીકઅપ કાર સ્લેબમાં ફસાઈ ગઈ હતી,ખાનગી કંપનીની ટ્રાન્સપોર્ટની બોલેરો પીકપ રીવર્સ લઈ રહી હતી તે દરમિયાન અચાનક ધડાકાભેર અવાજ આવતા ટાયર ફસાઈ ગયું હતુ,ટ્રાન્સપોર્ટની ગાડી માલ ખાલી કરતી હતી તે વખતે ગટરનો સ્લેબ તૂટી પડ્યો હતો અને મોટી જાનહાની ટળી હતી,આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી. લખતરમાં રોડ પર ગંદકીના ઢગ જોવા મળે છે. લખતર શહેરમાં સ્ટેટ હાઇવે ઉપર પાણી નિકાલ માટેની ગટર આવેલી છે. ત્યાંથી કચરો સાફ કરવા ટ્રેક્ટર ભરી ડમ્પિંગ સાઈટ ઉપર નાખવા જતાં સમયે મુખ્ય રોડ ઉપર ગંદકી સ્થાનિક પંચાયત દ્વારા ફેલાવવામાં આવી હતી. જેના લીધે આ રસ્તે પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને દુર્ગંધના લીધે હાલાકી વેઠવી પડી હતી. આવી કાર્યવાહી સામે કાર્યવાહી કરવા માગ ઊઠી રહી છે.લખતરમાં અવાર-નવાર ગંદકીની અને રોડની સમસ્યા રહેતી હોય છે,ત્યારે ચૂંટણી આવી રહી છે તો સ્થાનિકોમાં પણ આક્રોશ છે કે,જે રીતે જોઈએ તે રીતે કામગીરી કરવામાં આવતી નથી અને ઉમેદવારો વોટ માંગવા આવી જતા હોય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના લખતરમાં ગટરનો સ્લેબ તૂટતા ગાડી ફસાઇ હોવાની વાત સામે આવી છે જેમાં ગાડી રિવર્સ લેતા સમયે સ્લેબ તૂટતા ગાડી ફસાઈ હતી ત્યારે જુના બસ સ્ટેન્ડ પર આવેલ ગટરનો સ્લેબ તૂટ્યો હતો સાથે સાથે ગાડીના પાછળનું ટાયર ગટરમાં ઉતરી ગયું હતુ,તો જેસીબીની મદદથી ફસાયેલી ગાડીને બહાર કાઢી હતી.
સ્લેબ તૂટતા ગાડીનું પાછળનું ટાયર ગટરમાં ઉતર્યુ
લખતર જુના બસ સ્ટેન્ડ પર આવેલ ગટરનો સ્લેબ તૂટયો છે જેના કારણે બોલેરો પીકઅપ કાર સ્લેબમાં ફસાઈ ગઈ હતી,ખાનગી કંપનીની ટ્રાન્સપોર્ટની બોલેરો પીકપ રીવર્સ લઈ રહી હતી તે દરમિયાન અચાનક ધડાકાભેર અવાજ આવતા ટાયર ફસાઈ ગયું હતુ,ટ્રાન્સપોર્ટની ગાડી માલ ખાલી કરતી હતી તે વખતે ગટરનો સ્લેબ તૂટી પડ્યો હતો અને મોટી જાનહાની ટળી હતી,આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી.
લખતરમાં રોડ પર ગંદકીના ઢગ જોવા મળે છે.
લખતર શહેરમાં સ્ટેટ હાઇવે ઉપર પાણી નિકાલ માટેની ગટર આવેલી છે. ત્યાંથી કચરો સાફ કરવા ટ્રેક્ટર ભરી ડમ્પિંગ સાઈટ ઉપર નાખવા જતાં સમયે મુખ્ય રોડ ઉપર ગંદકી સ્થાનિક પંચાયત દ્વારા ફેલાવવામાં આવી હતી. જેના લીધે આ રસ્તે પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને દુર્ગંધના લીધે હાલાકી વેઠવી પડી હતી. આવી કાર્યવાહી સામે કાર્યવાહી કરવા માગ ઊઠી રહી છે.લખતરમાં અવાર-નવાર ગંદકીની અને રોડની સમસ્યા રહેતી હોય છે,ત્યારે ચૂંટણી આવી રહી છે તો સ્થાનિકોમાં પણ આક્રોશ છે કે,જે રીતે જોઈએ તે રીતે કામગીરી કરવામાં આવતી નથી અને ઉમેદવારો વોટ માંગવા આવી જતા હોય છે.