Surendranagar : સુરેન્દ્રનગર શહેરના બે પરિવારમાં તહેવારનો ઉમંગ શોકમાં ફેરવાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 6ને ધનતેરસથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ છે. ત્યારે સુરેન્દ્રનગરના રતનપર અને 80 ફુટ રોડ પર આવેલ ર સોસાયટીના પરિવારો માટે તહેવારનો ઉમંગ માતમમાં ફેરવાયો છે. રતનપરના 16 વર્ષીય સગીરે ખેરાળી કેનાલમાં અને 80 ફુટ રોડ પરની સોસાયટીના 48 વર્ષીય આધેડે કડુ નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને વહાલુ કર્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારોના દિવસોમાં આત્મહત્યાના ર બનાવો સામે આવ્યા છે. ત્યારે આ બન્ને 5રિવારોમાં તહેવારોના ઉમંગના સ્થાને માતમનો માહોલ જોવા મળે છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર-મુળી હાઈવે પરથી વઢવાણ તાલુકાના ખેરાળી ગામ તરફ જતી બોટાદ શાખા નર્મદા કેનાલમાં તા. પના રોજ સાંજે કોઈની લાશ તરતી હોવાની જાણ થતા ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતનાઓ દોડી ગયા હતા. અને મૃતકની લાશને બહાર કાઢી હતી. બનાવની જાણ થતા જોરાવરનગર પોલીસ મથકના બીટ જમાદાર એચ.કે.સોલંકી સહિતનાઓએ પહોંચી તપાસ કરતા મૃતક રતનપરની વિશ્વકુંજ સોસાયટીમાં રહેતો 16 વર્ષીય મયંક અનિલભાઈ સરેરીયા હોવાનું સામે આવ્યુ છે. પોલીસે લાશને પીએમ માટે મોકલી, પરિવારજનોના નિવેદન લઈ અકસ્માતે મોત નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ લખતર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં કડુ પાસે કોઈ અજાણ્યા પુરૂષનો મૃતદેહ હોવાની જાણ થતા સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની ફાયરની ટીમ દોડી ગઈ હતી. અને લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી. બનાવની જાણ થતા લખતર પોલીસના સાહીરખાન મલેક, મેરૂભાઈ સહિતનાઓએ પહોંચી તપાસ કરતા મૃતક સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ જુની એસપી સ્કુલ પાછળ રહેતા 48 વર્ષીય હીરેન વિનોદરાય જોષી હોવાનું ખુલ્યુ હતુ. તેઓ વિરમગામની ટાટા મોટર્સમાં ફાઈનાન્સ મેનેજર તરીકે ફરજ બજાવે છે. બન્ને અપમૃત્યુના બનાવોમાં મોતનું સાચુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

