Surendranagar: શિવભકત આજે બાઈક પર સતત પાંચમી વાર કુંભમેળામાં જવા રવાના થશે

સુરેન્દ્રનગરમાં રહેતા નિખિલભાઈ જે. ત્રિવેદી શિવભકત છે. તેઓ સાહસીક વૃત્તી પણ ધરાવે છે. તેઓ અગાઉ 4 વાર બાઈક પર કુંભમેળામાં જઈ સ્નાન કરીને આવ્યા છે.વર્ષ 2013માં પ્રયાગરાજ, વર્ષ 2015માં નાસીક, વર્ષ 2017માં ઉજ્જૈન અને વર્ષ 2019માં પ્રયાગરાજ કુંભમેળામાં તેઓ બાઈક પર સફર ખેડી પહોંચ્યા હતા. ત્યારે આજે તા. 19ને બુધવારે તેઓ સતત પાંચમી વાર હાલ ચાલી રહેલા કુંભમેળામાં જનાર છે. જેના માટે તેઓએ બાઈકને પણ કુંભમેળાનો શણગાર કર્યો છે. અંદાજે 1500 કિમીનું અંતર તેઓ ત્રણ દિવસમાં કાપશે અને તા. 26મીના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સ્નાનનું મહત્વ રહેલુ છે. ત્યારે તેઓ કુંભમેળામાં સ્નાન કરશે. તેમની સાથે કમ્પેનીયન તરીકે કેતનભાઈ અગ્રાવત પણ જોડાયા છે. નીખીલભાઈ ત્રિવેદી અવારનવાર આવી રીતે બાઈક પર લાંબી સફર પણ નીકળે છે. તેઓને જીવનમાં એકવાર ઓસીયન ટુ સ્કાય એટલે કે, ભારતના દક્ષીણ ક્ષેત્રના કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીરના લેહ-લદ્દાખ સુધી બાઈક પર સફર ખેડવાની મહેચ્છા રહેલી છે.

Surendranagar: શિવભકત આજે બાઈક પર સતત પાંચમી વાર કુંભમેળામાં જવા રવાના થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં રહેતા નિખિલભાઈ જે. ત્રિવેદી શિવભકત છે. તેઓ સાહસીક વૃત્તી પણ ધરાવે છે. તેઓ અગાઉ 4 વાર બાઈક પર કુંભમેળામાં જઈ સ્નાન કરીને આવ્યા છે.

વર્ષ 2013માં પ્રયાગરાજ, વર્ષ 2015માં નાસીક, વર્ષ 2017માં ઉજ્જૈન અને વર્ષ 2019માં પ્રયાગરાજ કુંભમેળામાં તેઓ બાઈક પર સફર ખેડી પહોંચ્યા હતા. ત્યારે આજે તા. 19ને બુધવારે તેઓ સતત પાંચમી વાર હાલ ચાલી રહેલા કુંભમેળામાં જનાર છે. જેના માટે તેઓએ બાઈકને પણ કુંભમેળાનો શણગાર કર્યો છે. અંદાજે 1500 કિમીનું અંતર તેઓ ત્રણ દિવસમાં કાપશે અને તા. 26મીના રોજ મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સ્નાનનું મહત્વ રહેલુ છે. ત્યારે તેઓ કુંભમેળામાં સ્નાન કરશે. તેમની સાથે કમ્પેનીયન તરીકે કેતનભાઈ અગ્રાવત પણ જોડાયા છે. નીખીલભાઈ ત્રિવેદી અવારનવાર આવી રીતે બાઈક પર લાંબી સફર પણ નીકળે છે. તેઓને જીવનમાં એકવાર ઓસીયન ટુ સ્કાય એટલે કે, ભારતના દક્ષીણ ક્ષેત્રના કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીરના લેહ-લદ્દાખ સુધી બાઈક પર સફર ખેડવાની મહેચ્છા રહેલી છે.