Surendranagar-વઢવાણમાં જન્માષ્ટમીના ભવ્ય લોકમેળાનો હરખભેર આરંભ
સુરેન્દ્રનગર મેળાનું શનિવારે સાંજે વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામબાપુના હસ્તે ઉદ્દઘાટનસુરેન્દ્રનગર અને વઢવાણના મેળામાં પ્લાસ્ટિક પર સદંતર પ્રતિબંધ SOPની ઝંઝટ વચ્ચે અંતે મેળાને મંજૂરીની મહોર મરાઈ સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા બન્યા બાદ છેલ્લા 3 વર્ષથી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન બન્ને સ્થળે પાલિકા દ્વારા કરાય છે. સુરેન્દ્રનગર મેળાના મેદાન અને વઢવાણના રેલવે સ્ટેશન પાસે આવેલ મેદાનમાં શનિવારથી મેળો ખૂલ્લો મુકવામાં આવ્યો છે. તા. 24મીથી તા.29મી ઓગસ્ટ એમ 6 દિવસ ચાલનાર આ મેળાને વઢવાણમાં સવારના સમયે પરંપરાગત રીતે ખૂલ્લો મુકાયો હતો. જયારે મોડી સાંજે સુરેન્દ્રનગર મેળાનું પણ ઉદ્દઘાટન કરાયુ હતુ. 6 દિવસ દરમિયાન ઝાલાવાડ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મેળાના માણીગરો ઉમટી પડશે. ત્રણ વર્ષ પહેલા બન્ને નગરપાલિકાને સંયુકત કરી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકા કરવામાં આવી હતી. ત્યારથી બન્ને મેળાનું આયોજન સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા દ્વારા કરાય છે. નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર મેળાના મેદાન અને વઢવાણ રેલવે સ્ટેશન પાસે આવેલ મેળાના મેદાન ખાતે તા. 24મીથી તા.29મી ઓગસ્ટ એમ 6 દિવસ મેળાનું આયોજન કરાયુ છે. જેમાં વઢવાણના ઐતિહાસિક મેળાને શનિવારે સવારે વઢવાણ સ્વામીનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્રપ્રસાદજીએ રીબીન કાપી ખૂલ્લો મુકયો હતો. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, પુર્વ પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ભવાનીસીંહજી મોરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રના જન્માષ્ટમી મેળાની વાત કરીએ તો રાજકોટ બાદ વઢવાણનો મેળો આવે છે. વઢવાણના મેળાને મહાલવા દુર દુરથી માણીગરો ઉમટી પડે છે. બીજી તરફ સુરેન્દ્રનગરના મેળાને સાંજે પ કલાકે દુધરેજ વડવાળા ધામના કોઠારી મુકુંદરામબાપુ સહિતનાઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શનિવારથી લઈ આગામી ગુરૂવાર એટલે કે 6 દિવસ સુધી યોજાનાર આ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. વઢવાણના લોકમેળાના ઉદ્દઘાટન બાદ સવારના સમયે એસઓપીની લઈને મેળાને મંજૂરી અપાઈ ન હતી. બાદમાં બપોર પછી બન્ને લોકમેળાને તંત્રે મંજૂરી આપી દેતા મેળાના માણીગરો અને આયોજકોમાં આનંદ ફેલાયો હતો. મેળામાં છેડતી અને ચોરીના બનાવો અટકાવવા બોડી ઓન કેમેરા સાથેની પોલીસ તૈનાત । સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાએ જણાવ્યુ કે, મેળામાં છેડતી અને સામાન્ય ચોરીના બનાવો ન બને તે માટે અને બને તો આરોપીની તુરંત ઓળખ થાય તે માટે બોડી ઓન કેમેરા સાથેની પોલીસ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ સમગ્ર મેળામાં ચોતરફ સીસીટીવી કેમેરા લગાવાયા છે. સમગ્ર મેળાના 6 દિવસ દરમિયાન 20થી અધિકારીઓ અને 200થી વધુ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી જવાનો મેળામાં ફરજ બજાવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરેન્દ્રનગર મેળાનું શનિવારે સાંજે વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામબાપુના હસ્તે ઉદ્દઘાટન
- સુરેન્દ્રનગર અને વઢવાણના મેળામાં પ્લાસ્ટિક પર સદંતર પ્રતિબંધ
- SOPની ઝંઝટ વચ્ચે અંતે મેળાને મંજૂરીની મહોર મરાઈ
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા બન્યા બાદ છેલ્લા 3 વર્ષથી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન બન્ને સ્થળે પાલિકા દ્વારા કરાય છે.
સુરેન્દ્રનગર મેળાના મેદાન અને વઢવાણના રેલવે સ્ટેશન પાસે આવેલ મેદાનમાં શનિવારથી મેળો ખૂલ્લો મુકવામાં આવ્યો છે. તા. 24મીથી તા.29મી ઓગસ્ટ એમ 6 દિવસ ચાલનાર આ મેળાને વઢવાણમાં સવારના સમયે પરંપરાગત રીતે ખૂલ્લો મુકાયો હતો. જયારે મોડી સાંજે સુરેન્દ્રનગર મેળાનું પણ ઉદ્દઘાટન કરાયુ હતુ. 6 દિવસ દરમિયાન ઝાલાવાડ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મેળાના માણીગરો ઉમટી પડશે.
ત્રણ વર્ષ પહેલા બન્ને નગરપાલિકાને સંયુકત કરી સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલિકા કરવામાં આવી હતી. ત્યારથી બન્ને મેળાનું આયોજન સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા દ્વારા કરાય છે. નગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર મેળાના મેદાન અને વઢવાણ રેલવે સ્ટેશન પાસે આવેલ મેળાના મેદાન ખાતે તા. 24મીથી તા.29મી ઓગસ્ટ એમ 6 દિવસ મેળાનું આયોજન કરાયુ છે. જેમાં વઢવાણના ઐતિહાસિક મેળાને શનિવારે સવારે વઢવાણ સ્વામીનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્રપ્રસાદજીએ રીબીન કાપી ખૂલ્લો મુકયો હતો. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, પુર્વ પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, ભવાનીસીંહજી મોરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રના જન્માષ્ટમી મેળાની વાત કરીએ તો રાજકોટ બાદ વઢવાણનો મેળો આવે છે. વઢવાણના મેળાને મહાલવા દુર દુરથી માણીગરો ઉમટી પડે છે. બીજી તરફ સુરેન્દ્રનગરના મેળાને સાંજે પ કલાકે દુધરેજ વડવાળા ધામના કોઠારી મુકુંદરામબાપુ સહિતનાઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શનિવારથી લઈ આગામી ગુરૂવાર એટલે કે 6 દિવસ સુધી યોજાનાર આ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. વઢવાણના લોકમેળાના ઉદ્દઘાટન બાદ સવારના સમયે એસઓપીની લઈને મેળાને મંજૂરી અપાઈ ન હતી. બાદમાં બપોર પછી બન્ને લોકમેળાને તંત્રે મંજૂરી આપી દેતા મેળાના માણીગરો અને આયોજકોમાં આનંદ ફેલાયો હતો.
મેળામાં છેડતી અને ચોરીના બનાવો અટકાવવા બોડી ઓન કેમેરા સાથેની પોલીસ તૈનાત । સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડો. ગિરીશ પંડયાએ જણાવ્યુ કે, મેળામાં છેડતી અને સામાન્ય ચોરીના બનાવો ન બને તે માટે અને બને તો આરોપીની તુરંત ઓળખ થાય તે માટે બોડી ઓન કેમેરા સાથેની પોલીસ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ સમગ્ર મેળામાં ચોતરફ સીસીટીવી કેમેરા લગાવાયા છે. સમગ્ર મેળાના 6 દિવસ દરમિયાન 20થી અધિકારીઓ અને 200થી વધુ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી જવાનો મેળામાં ફરજ બજાવશે.