Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 5 બનાવ, 1નું મોત, 9ને ઈજા
રાજકોટથી આબુ જતી કાર સાયલા હાઈવે પર સામતપર પાસે પલટી જતા 1નું મોત, 5ને ઈજા વઢવાણ શહેરમાં દીકરીને શાળાએ લેવા સ્કૂટર પર જતી મહિલાને ઈકો કાર સાથે અકસ્માત થતા ઈજા ચોટીલા હાઈવે પર આઈસર ટ્રક પલટી ખાતા ચાલકને ઈજા સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા હાઈવે, સુરેન્દ્રનગર શહેર બી ડીવીઝન, ચોટીલા, મુળી પોલીસ મથકે અકસ્માતના પ બનાવ સામે આવ્યા 1નું મોત થયુ છે. જયારે 9 લોકોને ઈજા થઈ છે. રાજકોટમાં રહેતા 3 દંપતી જન્માષ્ટમીની રજાઓમાં આબુ જવા શનિવારે સવારે કારમાં નીકળ્યા હતા. ત્યારે સાયલા હાઈવે પર સામતપર પાસે અચાનક કાર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતા સાયલા, મૂળી અને ડોળીયા 108 ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ઈજાગ્રસ્તોને પ્રથમ સાયલા હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન 49 વર્ષીય શૈલેષ રામજીભાઈ મકવાણાનું મોત થયુ હતુ. જયારે તેમના પત્ની સોનલબેન શૈલેષભાઈ મકવાણા, અનીલભાઈ છગનભાઈ પટેલ તેમના પત્ની ઈલાબેન અનીલભાઈ પટેલ અને કીશોરભાઈ ટીડાળા તથા તેમના પત્ની જયશ્રીબેન ટીડાળાને ઈજા પહોંચતા સુરેન્દ્રનગર અને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઈજાગ્રસ્તોમાં કીશોર ટીડાળા રાજકોટના ધારાસભ્ય રમેશ ટીડાળાના પરિવારના હોવાનું સામે આવી રહ્યુ છે. જયારે વઢવાણની રૂદ્ર સોસાયટીમાં રહેતા મનીષાબેન ઘનશ્યામભાઈ રબારી એકટીવા લઈને તેમની દિકરીને શાળાએ લેવા જતા હતા. ત્યારે શિવાજી ચોક ત્રણ રસ્તા પાસે આગળ જતી ઈકો કારના ચાલકે અચાનક બ્રેક મારી કારને રીવર્સમાં લીધી હતી. જેમાં એકટીવા સાથે અથડાતા મનીષાબેન નીચે પટકાયા હતા. અને તેઓને પગમાં ઈજા થતા દવાખાને લઈ જવાયા હતા. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે જામનગરની ઈન્દીરા કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ નારણભાઈ મકવાણા જામનગર પોલીસ એમ.ટી. વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તા. 23મીએ તેઓની આઈસર ટ્રક લઈને તેમના ફુવા રાજેશભાઈ મેપાભાઈ બગડા હૈદરાબાદ જતા હતા. ત્યારે ચોટીલા હાઈવે પર નાની મોલડી પાસે રસ્તા પર ગાય આડી ઉતરતા આઈસર પલટી મારી ગયુ હતુ. જેમાં રાજેશભાઈને માથામાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બીજી તરફ થાનના ચાંદરેલીયામાં રહેતા અશ્વીન ભાથાભાઈ કડેવાળ અને ગામના દેવાભાઈ ધીરૂભાઈ રૂદાતલા બાઈક લઈને ધોળીયા ગયા હતા. જયાંથી પરત આવતા સમયે વગડીયા-થાન રોડ પર દેવપરા પાસે પીકઅપ કારના ચાલક રમેશ દેવાભાઈ સારલાએ બન્નેને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. અને આ ગાડી તમારા માટે જ લીધી છે. આજે તો બચી ગયા, હવે જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી અશ્વીનભાઈએ અકસ્માત અને ધમકી આપ્યાની મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મૂળીના કુંતલપુર ગામના પ્રવેશદ્વાર ગ્રામજનોએ વિશાળ ગેટ બનાવ્યો છે. ત્યારે તા. 23મીએ બપોરે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ગેટ સાથે ટ્રક ભટકાડીને નુકશાન કર્યાની ગામના મહિલા સરપંચ વિજયાબેનના પતિ દલીચંદભાઈ રામજીભાઈ પટેલે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પી. જી. ઝાલા ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજકોટથી આબુ જતી કાર સાયલા હાઈવે પર સામતપર પાસે પલટી જતા 1નું મોત, 5ને ઈજા
- વઢવાણ શહેરમાં દીકરીને શાળાએ લેવા સ્કૂટર પર જતી મહિલાને ઈકો કાર સાથે અકસ્માત થતા ઈજા
- ચોટીલા હાઈવે પર આઈસર ટ્રક પલટી ખાતા ચાલકને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા હાઈવે, સુરેન્દ્રનગર શહેર બી ડીવીઝન, ચોટીલા, મુળી પોલીસ મથકે અકસ્માતના પ બનાવ સામે આવ્યા 1નું મોત થયુ છે. જયારે 9 લોકોને ઈજા થઈ છે.
રાજકોટમાં રહેતા 3 દંપતી જન્માષ્ટમીની રજાઓમાં આબુ જવા શનિવારે સવારે કારમાં નીકળ્યા હતા. ત્યારે સાયલા હાઈવે પર સામતપર પાસે અચાનક કાર પલટી મારી ગઈ હતી. બનાવની જાણ થતા સાયલા, મૂળી અને ડોળીયા 108 ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ઈજાગ્રસ્તોને પ્રથમ સાયલા હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં સારવાર દરમિયાન 49 વર્ષીય શૈલેષ રામજીભાઈ મકવાણાનું મોત થયુ હતુ. જયારે તેમના પત્ની સોનલબેન શૈલેષભાઈ મકવાણા, અનીલભાઈ છગનભાઈ પટેલ તેમના પત્ની ઈલાબેન અનીલભાઈ પટેલ અને કીશોરભાઈ ટીડાળા તથા તેમના પત્ની જયશ્રીબેન ટીડાળાને ઈજા પહોંચતા સુરેન્દ્રનગર અને રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઈજાગ્રસ્તોમાં કીશોર ટીડાળા રાજકોટના ધારાસભ્ય રમેશ ટીડાળાના પરિવારના હોવાનું સામે આવી રહ્યુ છે. જયારે વઢવાણની રૂદ્ર સોસાયટીમાં રહેતા મનીષાબેન ઘનશ્યામભાઈ રબારી એકટીવા લઈને તેમની દિકરીને શાળાએ લેવા જતા હતા. ત્યારે શિવાજી ચોક ત્રણ રસ્તા પાસે આગળ જતી ઈકો કારના ચાલકે અચાનક બ્રેક મારી કારને રીવર્સમાં લીધી હતી. જેમાં એકટીવા સાથે અથડાતા મનીષાબેન નીચે પટકાયા હતા. અને તેઓને પગમાં ઈજા થતા દવાખાને લઈ જવાયા હતા. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. જયારે જામનગરની ઈન્દીરા કોલોનીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ નારણભાઈ મકવાણા જામનગર પોલીસ એમ.ટી. વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તા. 23મીએ તેઓની આઈસર ટ્રક લઈને તેમના ફુવા રાજેશભાઈ મેપાભાઈ બગડા હૈદરાબાદ જતા હતા. ત્યારે ચોટીલા હાઈવે પર નાની મોલડી પાસે રસ્તા પર ગાય આડી ઉતરતા આઈસર પલટી મારી ગયુ હતુ. જેમાં રાજેશભાઈને માથામાં ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બીજી તરફ થાનના ચાંદરેલીયામાં રહેતા અશ્વીન ભાથાભાઈ કડેવાળ અને ગામના દેવાભાઈ ધીરૂભાઈ રૂદાતલા બાઈક લઈને ધોળીયા ગયા હતા. જયાંથી પરત આવતા સમયે વગડીયા-થાન રોડ પર દેવપરા પાસે પીકઅપ કારના ચાલક રમેશ દેવાભાઈ સારલાએ બન્નેને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. અને આ ગાડી તમારા માટે જ લીધી છે. આજે તો બચી ગયા, હવે જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આથી અશ્વીનભાઈએ અકસ્માત અને ધમકી આપ્યાની મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મૂળીના કુંતલપુર ગામના પ્રવેશદ્વાર ગ્રામજનોએ વિશાળ ગેટ બનાવ્યો છે. ત્યારે તા. 23મીએ બપોરે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે ગેટ સાથે ટ્રક ભટકાડીને નુકશાન કર્યાની ગામના મહિલા સરપંચ વિજયાબેનના પતિ દલીચંદભાઈ રામજીભાઈ પટેલે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પી. જી. ઝાલા ચલાવી રહ્યા છે.