Surendranagar: ધ્રાંગધ્રાના યુવાને બે વ્યાજખોરોનો ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી
ધ્રાંગધ્રામાં રહેતા અને દીવાબત્તીની વાટનો વેપાર કરતા યુવાને પૃથુગઢના બે શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ બન્ને શખ્સો ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેને સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. આ અંગે નાણા ધીરધારની કલમો સાથે બન્ને સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.ધ્રાંગધ્રાના નરશીપરામાં આવેલ રામસ્વરૂપ વાળી શેરીમાં રહેતા 38 વર્ષીય કલ્પેશભાઈ નરશીભાઈ જાદવ ઘરે બેઠા દીવાબત્તીની વાટનો વ્યવસાય કરે છે. તેઓને પૈસાની જરૂર હોય ધ્રાંગધ્રા તાલુકા પૃથુગઢ ગામે રહેતા લલીત ચમનભાઈ લકુમ પાસેથી કટકે કટકે રૂપિયા 3,27,500 વ્યાજે લીધા હતા. જેમાં તેઓ રોજના રૂપિયા 6,500 વ્યાજ ચુકવતા હતા. બદલામાં કોરા ચેક આપ્યા હતા. તેઓ લલીતને નિયમિત વ્યાજ આપતા હતા. અને મુળ રકમ ચૂકવી દીધી હોવા છતાં લલીત અવારનવાર પૈાસની ઉઘરાણી કરતો હતો અને ધમકી આપતો હતો. આથી પૃથુગઢના જ વિષ્ણુ પ્રેમજીભાઈ લકુમ પાસેથી કટકે કટકે રૂપિયા 2,02,000 વ્યાજે લીધા હતા અને તેમને પણ સામે કોરા ચેક આપ્યો હતો. જેમને પણ મુળ આપી દેવાયુ હતુ તેમ છતાં તેઓ ધમકી આપતા હતા. બન્ને શખ્સો અવારનવાર ઘરે આવી જાનથી મારી નાંખવાની અને ચેક રીટર્નના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા હતા. આથી બન્ને વ્યાજ ખોરોથી કંટાળી જઈને કલ્પેશભાઈએ તા. 22-12ના રોજ ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેઓને સારવાર માટે ધ્રાંગધ્રા અને ત્યાંથી સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની તા. 2-1ના રોજ મોડી સાંજે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ વી.એમ.વાઘેલા ચલાવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રામાં રહેતા અને દીવાબત્તીની વાટનો વેપાર કરતા યુવાને પૃથુગઢના બે શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ બન્ને શખ્સો ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેને સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. આ અંગે નાણા ધીરધારની કલમો સાથે બન્ને સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
ધ્રાંગધ્રાના નરશીપરામાં આવેલ રામસ્વરૂપ વાળી શેરીમાં રહેતા 38 વર્ષીય કલ્પેશભાઈ નરશીભાઈ જાદવ ઘરે બેઠા દીવાબત્તીની વાટનો વ્યવસાય કરે છે. તેઓને પૈસાની જરૂર હોય ધ્રાંગધ્રા તાલુકા પૃથુગઢ ગામે રહેતા લલીત ચમનભાઈ લકુમ પાસેથી કટકે કટકે રૂપિયા 3,27,500 વ્યાજે લીધા હતા. જેમાં તેઓ રોજના રૂપિયા 6,500 વ્યાજ ચુકવતા હતા. બદલામાં કોરા ચેક આપ્યા હતા. તેઓ લલીતને નિયમિત વ્યાજ આપતા હતા. અને મુળ રકમ ચૂકવી દીધી હોવા છતાં લલીત અવારનવાર પૈાસની ઉઘરાણી કરતો હતો અને ધમકી આપતો હતો. આથી પૃથુગઢના જ વિષ્ણુ પ્રેમજીભાઈ લકુમ પાસેથી કટકે કટકે રૂપિયા 2,02,000 વ્યાજે લીધા હતા અને તેમને પણ સામે કોરા ચેક આપ્યો હતો. જેમને પણ મુળ આપી દેવાયુ હતુ તેમ છતાં તેઓ ધમકી આપતા હતા. બન્ને શખ્સો અવારનવાર ઘરે આવી જાનથી મારી નાંખવાની અને ચેક રીટર્નના ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપતા હતા. આથી બન્ને વ્યાજ ખોરોથી કંટાળી જઈને કલ્પેશભાઈએ તા. 22-12ના રોજ ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેઓને સારવાર માટે ધ્રાંગધ્રા અને ત્યાંથી સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની તા. 2-1ના રોજ મોડી સાંજે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ વી.એમ.વાઘેલા ચલાવી રહ્યા છે.