Surendranagar: ટ્રાફિકની સમસ્યા ઉકેલાતા પ્રજાને રાહત

Feb 22, 2025 - 06:00
Surendranagar: ટ્રાફિકની સમસ્યા ઉકેલાતા પ્રજાને રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરમાં વર્ષોથી ટ્રાફ્કિ અને ગંદકીને સમસ્યા સર્જાતી હતી. ત્યારે મનપા અમલમાં આવ્યા બાદ સૌપ્રથમ આ બન્ને કામગીરી શરુ કરતા મુખ્ય રોડ ખુલ્લા થયા અને ગંદકી દૂર થતા શહેરીજનોએ રાહતની લાગણી અનુભવી છે.

સુરેન્દ્રનગર શહેરની વર્ષોથી ધુળીયા અને ટ્રાફ્કિ વાળા શહેર તરીકેની ઓળખ હતી. અનેક વખત મુખ્ય રોડ ઉપર થતા ટ્રાફ્કિની સમસ્યા ઉકેલવા તંત્ર દ્વારા પ્રયાસો કરાયા હતા. પરંતુ સ્ટાફ્ની મિલીભગત કે રાજકીય દબાણના કારણે છેવટે જેતે સ્થિતિનું જ નિર્માણ થઈ જતું હતું. પરંતુ સરકારે પાલિકામાંથી મહાનગર પાલિકા( મ્યુનિ. કોર્પોરેશન) અમલમાં લાવતા લોકોને વધારે વેરા ભરવા પડશે કાઈ ફેર નહી પડે એવી માનસિકતા હતી. પરંતુ હાલ કલેકટર રાજેન્દ્ર પટેલ અને કમિશનર નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય રોડ ઉપરથી લારી પાથરણા સહિતના દબાણો દૂર કરી રોડ ઉપર બેસતા રખડતા ઢોરની સમસ્યા ઉકેલી ટ્રાફ્કિ સમસ્યા દૂર થતા રસ્તા એકદમ ખુલ્લા થઈ ગયા છે.બીજી તરફ શહેરમાં સતત ગંદકી અને કચરાના ઢગ ખડકાતા હોવાની પણ ફરિયાદો રહેતી હતી. પરંતુ સમયસર સફાઇ કામગીરી શરુ કરી અને રસ્તા ઉપર કચરો ફેકનારા વેપારીઓને દંડ ફ્ટકારવાની શરૂઆત કરતા વેપારીઓને પણ કચરો નહી ફેંકી કચરો પોતાની દુકાન પાસે હોય તો કચરાપેટીમાં નાખવાની ટેવ પડી ગઈ છે. સાથે શાકમાર્કેટ પાસે વર્ષોથી રોડ ઉપર રખડતા ઢોર અંડિગો જમાવતા હોવાની સમસ્યા હતી એ પણ કાયમી દૂર થઈ છે. આમ ટ્રાફ્કિ અને ગંદકીની સમસ્યા દૂર થતા શહેરમાંથી લોકો પસાર થાય તો હવે ખુલ્લા રસ્તા અને સ્વચ્છતા નજરે દેખાતા લોકોને હવે ધૂળિયું શહેર મહાનગર બનશે અને કાયાપલટ થશે એવી આશા રાખી રહ્યા છે.

શહેર સ્વચ્છ સુંદર, વિકસિત બનાવાશે

સુરેન્દ્રનગર કલેકટર અને મ્યુનિ. કોર્પોરેશનના વહીવટદાર રાજેન્દ્ર પટેલે જણાવેલ કે વર્ષો જુના શહેરને તાત્કાલિક બદલવું શક્ય નથી પરંતુ તંત્રની કામગીરી સરકારની વિવેધ ગ્રાન્ટ અને શહેરીજનોના શહયોગથી ચોક્કસ શહેરને સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવીશું.

ટ્રાફ્કિ અને ગંદકીથી હાલાકી પડતી હતી

અગાઉ શહેરના હાર્દસમા માર્ગો પર લારી પાથરણા અને દબાણોના કારણે વેપારીઓ અને ખરીદી કરવા કે શહેરમાં પસાર થતા લોકોને મુશ્કેલી પડતી હતી સાથે કચરો પણ રસ્તા પર જ જેમ તેમ ફેંકતા હોવાથી અને કચરો ખાવા માટે રખડતા ઢોર શહેરમાં ફરતા હોવાથી હાલકી પડતી હતી. હવે એજ સ્ટાફ એજ વેપારીઓ પણ મ્યુનિ. કોર્પોરેશનની કડક કામગીરીથી બન્ને સમસ્યા ઉકેલાતા શહેરીજનોને રાહત મળી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0