Surendranagar ઝાલાવાડમાં મેઘ તાંડવથી થયેલા નુકસાનનો કેન્દ્રની ટીમે તાગ મેળવ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી પર્વે થયેલ અતિવૃષ્ટિથી ભારે તારાજી સર્જાઈ હતી. ત્યારે કેન્દ્રની ટીમના સભ્યોએ ગુરૂવારે જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં ખેતર તથા ડેમ પર જઈ નુકસાન અને પાણીની સ્થીતી તપાસી હતી. જયારે કલેકટર કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં જન્માષ્ટમી પર્વે અતિવૃષ્ટિ થઈ હતી. ત્યારે ઈન્ટર મીનીસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યો હાલ ગુજરાતના દૌરા પર છે. જેમાં આ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાની ગુરૂવારે મુલાકાત લીધી હતી. જેમાં ઈન્ટર મીનીસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના જયપુરના ડો. સુભાષચંદ્ર, ગ્રામ્ય વિકાસ વિભાગ દિશાના નાયબ નિયામક તીમન સીંઘ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશીક અધિકારી કાર્યપાલક ઈજનેર સૌરવ શિવહરે, ખેતીવાડી વિભાગના નિયામક એસ.જે.સોલંકી, કલેકટર કે.સી.સંપત, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નિવાસી અધીક કલેકટર આર.કે.ઓઝા, ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, આત્માના ડાયરેકટર ભરત પટેલ, વીજ કંપની સહિતના અધિકારીઓ સાથે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં અતિવૃષ્ટિ સમયે અને ત્યારબાદ વહીવટી તંત્રે કરેલી કામગીરીની વિગતો જણાવાઈ હતી. અને આ બાબતે સમીક્ષા કરાઈ હતી. બીજી તરફ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, ડેમની સ્થિતિ, મકાનમાં નુકશાન, માનવ મૃત્યુ, રસ્તાઓ, વીજ પુરવઠાની સ્થિતિ, જમીનમાં નુકસાની, પાકમાં નુકશાની, વહીવટી તંત્ર દ્વારા રેસ્કયુ કામગીરી, વીજ પુનઃ સ્થાપન, ટ્રી ટ્રીમીંગ, રસ્તા રિપેરિંગ, સ્વચ્છતા, આરોગ્ય વિષયક કાળજી, દવા છંટકાવ સહિતની કામગીરી વિશે ટીમને માહિતી અપાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમી પર્વે થયેલ અતિવૃષ્ટિથી ભારે તારાજી સર્જાઈ હતી. ત્યારે કેન્દ્રની ટીમના સભ્યોએ ગુરૂવારે જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં ખેતર તથા ડેમ પર જઈ નુકસાન અને પાણીની સ્થીતી તપાસી હતી. જયારે કલેકટર કચેરીમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં જન્માષ્ટમી પર્વે અતિવૃષ્ટિ થઈ હતી. ત્યારે ઈન્ટર મીનીસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યો હાલ ગુજરાતના દૌરા પર છે. જેમાં આ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાની ગુરૂવારે મુલાકાત લીધી હતી. જેમાં ઈન્ટર મીનીસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના જયપુરના ડો. સુભાષચંદ્ર, ગ્રામ્ય વિકાસ વિભાગ દિશાના નાયબ નિયામક તીમન સીંઘ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના પ્રાદેશીક અધિકારી કાર્યપાલક ઈજનેર સૌરવ શિવહરે, ખેતીવાડી વિભાગના નિયામક એસ.જે.સોલંકી, કલેકટર કે.સી.સંપત, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નિવાસી અધીક કલેકટર આર.કે.ઓઝા, ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, આત્માના ડાયરેકટર ભરત પટેલ, વીજ કંપની સહિતના અધિકારીઓ સાથે કલેકટર કચેરીમાં બેઠક યોજાઈ હતી. જેમાં અતિવૃષ્ટિ સમયે અને ત્યારબાદ વહીવટી તંત્રે કરેલી કામગીરીની વિગતો જણાવાઈ હતી. અને આ બાબતે સમીક્ષા કરાઈ હતી. બીજી તરફ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, ડેમની સ્થિતિ, મકાનમાં નુકશાન, માનવ મૃત્યુ, રસ્તાઓ, વીજ પુરવઠાની સ્થિતિ, જમીનમાં નુકસાની, પાકમાં નુકશાની, વહીવટી તંત્ર દ્વારા રેસ્કયુ કામગીરી, વીજ પુનઃ સ્થાપન, ટ્રી ટ્રીમીંગ, રસ્તા રિપેરિંગ, સ્વચ્છતા, આરોગ્ય વિષયક કાળજી, દવા છંટકાવ સહિતની કામગીરી વિશે ટીમને માહિતી અપાઈ હતી.