Sarangpur શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના ફૂલોથી મોરનો દિવ્ય શણગાર કરાયો
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે આજે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે મોરનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે રંગબેરંગી સેવંતીના ફૂલો વડે મોરનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના વાઘા મયૂરપંખની ડિઝાઈનના ધરાવવામાં આવ્યા છે.દાદાને હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો છે,આજે શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. શ્રી હનુમાન ચાલીસાનું આયોજન કરાયું સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યાં છે આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે. રાજમહેલ જેવું બિલ્ડીંગ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે આજે સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે મોરનો દિવ્ય શણગાર કરાયો છે.
દાદાને હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો
આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે રંગબેરંગી સેવંતીના ફૂલો વડે મોરનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના વાઘા મયૂરપંખની ડિઝાઈનના ધરાવવામાં આવ્યા છે.દાદાને હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો છે,આજે શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
શ્રી હનુમાન ચાલીસાનું આયોજન કરાયું
સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.
સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદાના દર્શન લાખો ભક્તો ઊમટી રહ્યાં છે
આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્યું છે. આ ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.
રાજમહેલ જેવું બિલ્ડીંગ
ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં 20 વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. આ બિ્ડિંગની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી.