Ahmedabad: કૃષ્ણનગરમાં અકસ્માતના બહાને 40 લાખ ભરેલી બેગ લૂંટી ફરાર

કૃષ્ણનગરમાં આંગડિયા પેઢીમાંથી રોકડા રૂ. 40 લાખ લઇ બેગ મૂકીને કારમાં જતા યુવકને બાઇક પર આવેલ ત્રણ બુકાનીધારી શખ્સોએ તમે અકસ્માત કર્યો છે કહીને રોક્યા હતા. બાદમાં શખ્સોએ યુવક સાથે ઝઘડો કરીને નજર ચૂકવીને કારમાંથી 40 લાખ ભરેલ બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા.આ અંગે યુવકે પોલીસને ફેન કરતા પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોચ્યો હતો. તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોધાવી છે. નિકોલમાં ભક્તિસર્કલ પાસે 25 વર્ષીય હરિભાઇ રંગોળિયા પરિવાર સાથે રહે છે અને ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરે છે. જેમાં બિલ્ડરે તેને આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇને ઘરે જવાનું જણાવ્યુ હતુ. જેથી હરિભાઇ શનિવારે સાંજના સમયે બાપુનગર જ્યંતિ સોમા આંગડિયા પેઢીમાંથી રોકડા રૂ. 40 લાખ લઇને બેગમાં મૂકીને બેગ કારમાં મૂકીને ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે શ્યામશિખર પાસે વસંતનગરના છાપરા પાસે પહોચ્યો તે સમયે બે બાઇક પર ત્રણ બુકાનીધારી શખ્સો આવ્યા હતા. અને બાદમાં હરિભાઇને તમે કારથી મારા પગમાં અકસ્માત કર્યો છે કહીને તેમને રોક્યા હતા. જ્યારે હરિભાઇ શખ્સ સાથે વાતો કરી રહ્યા હતા. આ દરમ્યાન અજાણ્યા બે શખ્સોએ તેમની નજરચૂકવીને કારનો દરવાજો ખોલીને રોકડા રૂ. 40 લાખ ભરેલ બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. જેથી હરિભાઇએ કારમાં જોતા બેગ ન હતી. કૃષ્ણનગર પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી.

Ahmedabad: કૃષ્ણનગરમાં અકસ્માતના બહાને 40 લાખ ભરેલી બેગ લૂંટી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કૃષ્ણનગરમાં આંગડિયા પેઢીમાંથી રોકડા રૂ. 40 લાખ લઇ બેગ મૂકીને કારમાં જતા યુવકને બાઇક પર આવેલ ત્રણ બુકાનીધારી શખ્સોએ તમે અકસ્માત કર્યો છે કહીને રોક્યા હતા. બાદમાં શખ્સોએ યુવક સાથે ઝઘડો કરીને નજર ચૂકવીને કારમાંથી 40 લાખ ભરેલ બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા.

આ અંગે યુવકે પોલીસને ફેન કરતા પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોચ્યો હતો. તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોધાવી છે. નિકોલમાં ભક્તિસર્કલ પાસે 25 વર્ષીય હરિભાઇ રંગોળિયા પરિવાર સાથે રહે છે અને ખાનગી કન્સ્ટ્રક્શન કંપનીમાં નોકરી કરે છે. જેમાં બિલ્ડરે તેને આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇને ઘરે જવાનું જણાવ્યુ હતુ. જેથી હરિભાઇ શનિવારે સાંજના સમયે બાપુનગર જ્યંતિ સોમા આંગડિયા પેઢીમાંથી રોકડા રૂ. 40 લાખ લઇને બેગમાં મૂકીને બેગ કારમાં મૂકીને ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે શ્યામશિખર પાસે વસંતનગરના છાપરા પાસે પહોચ્યો તે સમયે બે બાઇક પર ત્રણ બુકાનીધારી શખ્સો આવ્યા હતા. અને બાદમાં હરિભાઇને તમે કારથી મારા પગમાં અકસ્માત કર્યો છે કહીને તેમને રોક્યા હતા. જ્યારે હરિભાઇ શખ્સ સાથે વાતો કરી રહ્યા હતા. આ દરમ્યાન અજાણ્યા બે શખ્સોએ તેમની નજરચૂકવીને કારનો દરવાજો ખોલીને રોકડા રૂ. 40 લાખ ભરેલ બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. જેથી હરિભાઇએ કારમાં જોતા બેગ ન હતી. કૃષ્ણનગર પોલીસનો કાફ્લો ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી.