Junagadh: ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં પાણી જ પાણી, ગિરનાર પરથી ધોધ વહ્યો

ગુજરાતના અનેક જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની વચ્ચે જૂનાગઢ શહેરમાં બપોરના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પરનું પાણી ભવનાથ અને દામોદરકુંડમાં આવતા પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા હતા. રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે 6 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ જિલ્લા અને એક સંઘપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો સાથે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. જૂનાગઢમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જૂનાગઢ શહેરમાં આજે બપોરના 4 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ અને દામોદરકુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

Junagadh: ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં પાણી જ પાણી, ગિરનાર પરથી ધોધ વહ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના અનેક જિલ્લામાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની વચ્ચે જૂનાગઢ શહેરમાં બપોરના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પરનું પાણી ભવનાથ અને દામોદરકુંડમાં આવતા પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા હતા.


રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે 6 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ જિલ્લા અને એક સંઘપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો સાથે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે.

જૂનાગઢમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ

જૂનાગઢ શહેરમાં આજે બપોરના 4 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ વરસતા ચારેકોર પાણી પાણી જોવા મળ્યું હતું. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ અને દામોદરકુંડમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.