Gandhinagar: ઓલિમ્પિક-36 ગાંધીનગરમાં પણ રમાશે અમિત શાહે કહ્યું- ઈન્દ્રોડા પાર્ક ડેવલપ થશે
નવરાત્રિ પ્રસંગે વતનના માણસા જતા પહેલા શુક્રવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ.473 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહૂર્ત, લોકાર્પણ કર્યા હતા. આ સાથે જ તેમણે અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે તૈયાર હોવાનું જણાવીને ઈન્દ્રોડા પાર્કને પણ મોટાપાયે વિકાસ કરવાનું એલાન કર્યુ હતુ.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમ પહેલા મહાત્મા મંદિરમાં અમદાવાદ જિલ્લા સહકારી બેંક- ADC બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. એક સમયે આ બેંકના અધ્યક્ષ રહેલા અમિત શાહે કહ્યુ કે, નાના માણસની મોટી બેંકના મંત્રને ADCએ સાચા અર્થમાં ચરિચાર્થ કર્યો છે. ભારતમાં સહકાર મંત્રાલયની સ્થાપના બાદ સહકારી સેક્ટર એ સ્ટટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ તરફ આગળ વધી રહ્યુ છે. તેમણે સને 1525માં અમદાવાદ ખાતે એક નાની ઓરડીમાં શરૂ થયેલી આ બેંકે 100 વર્ષમાં અનેક ઉતાર ચઢાવ જોયા હોવાનું કહીને ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતા. વર્તમાનમાં રૂ.17,000 કરોડથી વધુ બિઝનેસ, રૂ.100 કરોડનો નફો, અડધા ટકા કરતા પણ ઓછો NPA રેટ, 6,500 કરોડના ધિરણ સાથે ADC એ દેશમાં સૌથી વધુ નફો કરતી જિલ્લા સહકારી બેંક છે. અમિત શાહે આ પ્રસંગે બેકના ચેરમેન અજય પટેલ અને ટીમ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નાગરિકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણના વિકાસની જવાબદારી ઉપાડે તેવુ સુચન પણ કર્યુ હતુ. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઈફ્કો ચેરમેન દિલિપ સંઘાણી સહિતના સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
નવરાત્રિ પ્રસંગે વતનના માણસા જતા પહેલા શુક્રવારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂ.473 કરોડના વિકાસકાર્યોના ખાતમૂહૂર્ત, લોકાર્પણ કર્યા હતા. આ સાથે જ તેમણે અમદાવાદની સાથે ગાંધીનગરમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે તૈયાર હોવાનું જણાવીને ઈન્દ્રોડા પાર્કને પણ મોટાપાયે વિકાસ કરવાનું એલાન કર્યુ હતુ.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમ પહેલા મહાત્મા મંદિરમાં અમદાવાદ જિલ્લા સહકારી બેંક- ADC બેંકના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. એક સમયે આ બેંકના અધ્યક્ષ રહેલા અમિત શાહે કહ્યુ કે, નાના માણસની મોટી બેંકના મંત્રને ADCએ સાચા અર્થમાં ચરિચાર્થ કર્યો છે. ભારતમાં સહકાર મંત્રાલયની સ્થાપના બાદ સહકારી સેક્ટર એ સ્ટટેનેબલ ડેવલપમેન્ટ ગ્રોથ તરફ આગળ વધી રહ્યુ છે. તેમણે સને 1525માં અમદાવાદ ખાતે એક નાની ઓરડીમાં શરૂ થયેલી આ બેંકે 100 વર્ષમાં અનેક ઉતાર ચઢાવ જોયા હોવાનું કહીને ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતા. વર્તમાનમાં રૂ.17,000 કરોડથી વધુ બિઝનેસ, રૂ.100 કરોડનો નફો, અડધા ટકા કરતા પણ ઓછો NPA રેટ, 6,500 કરોડના ધિરણ સાથે ADC એ દેશમાં સૌથી વધુ નફો કરતી જિલ્લા સહકારી બેંક છે. અમિત શાહે આ પ્રસંગે બેકના ચેરમેન અજય પટેલ અને ટીમ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના નાગરિકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણના વિકાસની જવાબદારી ઉપાડે તેવુ સુચન પણ કર્યુ હતુ. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઈફ્કો ચેરમેન દિલિપ સંઘાણી સહિતના સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.