Dwarkaમાં દોડી રહ્યું છે દાદાનું બુલડોઝર, કરોડોની ગેરકાયદેસર જમીન ખુલ્લી કરાઈ

દ્વારકા જિલ્લામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જેમા બેટ દ્વારકા સહિત અનેક જગ્યાએ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે,આશરે 300 આસામીને તંત્રએ નોટિસ ફટકારી હતી પરંતુ ખાલી ના કરતા આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સરકારી જમીન પર તમામ પ્રકારનાં દબાણો દૂર સરકારી જમીન પર થયેલા ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં યાત્રાધામ દ્વારકામાં મોટાપાયે ગુજરાત પોલીસે ધામા નાખ્યા છે.કરોડોની જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે,જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ ડિમોલિશનની કામગીર કરવામાં આવી રહી છે,DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત છે સાથે સાથે અગાઉ પણ હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદરે થયું હતું ડિમોલિશન,હજી પણ જેટલી સરકારી જમીનો પર બાંધકામ હશે તે દૂર કરવામાં આવશે. બેટ દ્રારકામાં કરાયું ડિમોલિશનદેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 11-11-2024ના રોજ પણ દબાણો દૂર કરાયા ખંભાળિયા-જામનગર નેશનલ હાઇવે પર આવેલ ગેર કાયદેસર બાંધકામ કરી હોટલ ઉભી કરી દેવામાં આવી હતી જેને લઈ આજે ડિમોલિશન હાથધરવામાં આવ્યું હતુ,પોલીસ અને પ્રાંત અધિકારીની હાજરીમાં આ બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતુ,નોટીસ આપી પણ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવામાં આવી ન હતી જેને લઈ ડિમોલિશનની કામગીરી હાથધરવામાં આવી હતી.હાઈવે પરની જગ્યાઓ પર બાંધકામ કરવામાં આવ્યુ હતુ.અગાઉના સમયમા પણ આ જ રીતે કામગીરી કરવામાં આવશે અને જે પણ લોકોએ સરકારી જમીન દબાવી પાડી હશે તે બાંધકામને દૂર કરવામાં આવશે. 11 માર્ચ 2024ના રોજ પણ દબાણો કરાયા દૂર દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી તંત્રએ પુરજોશમાં શરૂ કરી છે. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા છે અને હજુ પણ આ કામગીરી ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર ત્રણ મદરેસાઓ પર પણ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ હતી, અને આ તમામને તોડી પડાઇ હતી.

Dwarkaમાં દોડી રહ્યું છે દાદાનું બુલડોઝર, કરોડોની ગેરકાયદેસર જમીન ખુલ્લી કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્વારકા જિલ્લામાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે જેમા બેટ દ્વારકા સહિત અનેક જગ્યાએ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે વહેલી સવારથી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે,આશરે 300 આસામીને તંત્રએ નોટિસ ફટકારી હતી પરંતુ ખાલી ના કરતા આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

સરકારી જમીન પર તમામ પ્રકારનાં દબાણો દૂર

સરકારી જમીન પર થયેલા ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે જેમાં યાત્રાધામ દ્વારકામાં મોટાપાયે ગુજરાત પોલીસે ધામા નાખ્યા છે.કરોડોની જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે,જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ ડિમોલિશનની કામગીર કરવામાં આવી રહી છે,DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત છે સાથે સાથે અગાઉ પણ હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદરે થયું હતું ડિમોલિશન,હજી પણ જેટલી સરકારી જમીનો પર બાંધકામ હશે તે દૂર કરવામાં આવશે.

બેટ દ્રારકામાં કરાયું ડિમોલિશન

દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

11-11-2024ના રોજ પણ દબાણો દૂર કરાયા

ખંભાળિયા-જામનગર નેશનલ હાઇવે પર આવેલ ગેર કાયદેસર બાંધકામ કરી હોટલ ઉભી કરી દેવામાં આવી હતી જેને લઈ આજે ડિમોલિશન હાથધરવામાં આવ્યું હતુ,પોલીસ અને પ્રાંત અધિકારીની હાજરીમાં આ બુલડોઝર ફેરવવામાં આવ્યુ હતુ,નોટીસ આપી પણ સ્વૈચ્છિક રીતે જગ્યા ખાલી કરવામાં આવી ન હતી જેને લઈ ડિમોલિશનની કામગીરી હાથધરવામાં આવી હતી.હાઈવે પરની જગ્યાઓ પર બાંધકામ કરવામાં આવ્યુ હતુ.અગાઉના સમયમા પણ આ જ રીતે કામગીરી કરવામાં આવશે અને જે પણ લોકોએ સરકારી જમીન દબાવી પાડી હશે તે બાંધકામને દૂર કરવામાં આવશે.

11 માર્ચ 2024ના રોજ પણ દબાણો કરાયા દૂર

દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામો અને દબાણો હટાવવાની કામગીરી તંત્રએ પુરજોશમાં શરૂ કરી છે. શહેરના સલાયા બંદર ખાતે તંત્રએ કેટલાય દબાણોને હટાવી દીધા છે અને હજુ પણ આ કામગીરી ચાલુ જ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લાના ખાવડામાં બનેલી ગેરકાયદેસર ત્રણ મદરેસાઓ પર પણ બૂલડૉઝર કાર્યવાહી કરાઇ હતી, અને આ તમામને તોડી પડાઇ હતી.