Surendranagar: કૂવામાં પડી જતા બે સગા ભાઈ-બહેનનાં મોત
ચૂડાના છેવાડે આવેલા વિજયનગર વિસ્તારમાં શ્રામજીવી પરિવારો વસવાટ કરે છે. જેમાં શનિવારે સવારે એક પરિવારના બે બાળકો 8 વર્ષનો પુત્ર અને પ વર્ષની પુત્રી રમતા રમતા કયાંક ચાલ્યા ગયા હતા. થોડા સમય બાદ બાળકો નજરે ન પડતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જેમાં વિજયનગર પાછળ આવેલ એક ખુલ્લા કુવામાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ગ્રામજનોની મદદથી ખાટલા વડે મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ચૂડાના છેવાડ આવેલા વિજયનગર વિસ્તારમાં વિચરતી અને વિમુકત જાતિના પરિવારો ઝુંપડા બાંધીને રહે છે. શનિવારે સવારે પ્રતાપભાઈ કાવેઠીયાના બે સંતાનો 8 વર્ષીય કૃણાલ પ્રતાપભાઈ કાવેઠીયા અને 5 વર્ષીય રોશની પ્રતાપભાઈ કાવેઠીયા ઘરની બહાર મટુમાંના મંદિર પાસે રમતા હતા. મંદિર પાસેથી રમતા રમતા આ બન્ને ભાઈ-બહેન કયાંક ચાલ્યા ગયા હતા. થોડીવાર પછી પરિવારજનોને બાળકો ઘરની પાસે રમતા ન હોવાની જાણ થતા શોધખોળ આદરી હતી. બનાવની જાણ પોલીસને થતા તેઓ પણ બાળકોની શોધખોળમાં જોડાયા હતા. ત્યારે બપોરના સમયે બન્ને બાળકોના મૃતદેહ ચૂડાના વિજયનગર પાછળ આવેલ સીમ વિસ્તારમાં રહેલા ભાડીયા કુવામાંથી મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતા પોલીસ અને ગ્રામજનો મોટી સંખ્યામાં કુવા પાસે એકઠા થયા હતા. પોલીસે ગ્રામજનોની મદદથી કુવામાં દોરડા બાંધી ખાટલો ઉતાર્યો હતો. અને બન્ને ભાઈ-બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સગા ભાઈ-બહેનના મૃતદેહો બહાર આવતા પરિવારજનો કરૂણ આક્રંદ કરતા જોવા મળ્યા હતા. પોલીસે હાલ બન્ને ભાઈ-બહેનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોને સરકાર તરફથી સહાય મળે તેવી માંગ આ અંગે વિચરતા સમુદાય સમર્થન મંચના સુરેન્દ્રનગર જિલ્લાના કોર્ડીનેટર હર્ષદભાઈ વ્યાસે જણાવ્યુ કે, મૃતકો વિચરતી વિમુકત જાતિના દેવીપુજક પરિવારના છે. મૃતકના પરિવારજનો કાળી મજુરી કરે છે. ત્યારે એક સાથે બે સંતાનોના મોતથી તેમના પર આભ તુટી પડયુ છે. સરકાર તરફથી આકસ્મીક મૃત્યુમાં મળતી સહાય તેઓને મળે તેવી અમારી માંગણી છે. કઠોડા વગરનો કૂવો અકસ્માતનું કારણ બન્યા સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો આવ્યા પહેલા પાણીની ભારે અછત વર્તાતી હતી. તેમાં પણ દુષ્કાળના સમયમાં માથે બેડા લઈને મહિલાઓને દુર દુર સુધી પાણી ભરવા જવુ પડતુ હતુ. ત્યારે પાણીની તંગી દુર થાય તે માટે સીમ વિસ્તારોમાં કુવા બનાવાયા હતા. જેમાં હાલ પણ અનેક કુવા તેના ફરતે કઠોડા વગરના છે. ચૂડામાં બન્ને બાળકોના મોત પણ આવા કઠોડા વગરના કુવામાં પડવાથી થયા છે. ત્યારે તંત્ર દ્વારા આવા કુવાઓ ફરતે પાકા કઠોડા બનાવાય તેવી લોકમાંગ ઉઠી છે. હાલ અમોત દાખલ કરી તપાસ હાથ ધરી છે આ અંગે ચૂડા પીએસઆઈ એચ.એચ.જાડેજાએ જણાવ્યુ કે, બનાવની જાણ થતા અમારી ટીમ દોડી ગઈ હતી અને ગ્રામજનોની મદદથી બન્ને બાળકોના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલ્યા છે. પ્રાથમીક દૃષ્ટીએ ડુબી જવાથી મોત હોય તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. જયારે હાલ અકસ્માતે મોત નોંધી બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
![Surendranagar: કૂવામાં પડી જતા બે સગા ભાઈ-બહેનનાં મોત](https://epapercdn.sandesh.com/images/2025/01/12/GJArLnA4s7XdB1QO9Wq5Hxgo87IpvxwT4UlWA6jw.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચૂડાના છેવાડે આવેલા વિજયનગર વિસ્તારમાં શ્રામજીવી પરિવારો વસવાટ કરે છે. જેમાં શનિવારે સવારે એક પરિવારના બે બાળકો 8 વર્ષનો પુત્ર અને પ વર્ષની પુત્રી રમતા રમતા કયાંક ચાલ્યા ગયા હતા. થોડા સમય બાદ બાળકો નજરે ન પડતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. જેમાં વિજયનગર પાછળ આવેલ એક ખુલ્લા કુવામાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે ગ્રામજનોની મદદથી ખાટલા વડે મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચૂડાના છેવાડ આવેલા વિજયનગર વિસ્તારમાં વિચરતી અને વિમુકત જાતિના પરિવારો ઝુંપડા બાંધીને રહે છે. શનિવારે સવારે પ્રતાપભાઈ કાવેઠીયાના બે સંતાનો 8 વર્ષીય કૃણાલ પ્રતાપભાઈ કાવેઠીયા અને 5 વર્ષીય રોશની પ્રતાપભાઈ કાવેઠીયા ઘરની બહાર મટુમાંના મંદિર પાસે રમતા હતા. મંદિર પાસેથી રમતા રમતા આ બન્ને ભાઈ-બહેન કયાંક ચાલ્યા ગયા હતા. થોડીવાર પછી પરિવારજનોને બાળકો ઘરની પાસે રમતા ન હોવાની જાણ થતા શોધખોળ આદરી હતી. બનાવની જાણ પોલીસને થતા તેઓ પણ બાળકોની શોધખોળમાં જોડાયા હતા. ત્યારે બપોરના સમયે બન્ને બાળકોના મૃતદેહ ચૂડાના વિજયનગર પાછળ આવેલ સીમ વિસ્તારમાં રહેલા ભાડીયા કુવામાંથી મળી આવ્યા હતા. આ અંગેની જાણ થતા પોલીસ અને ગ્રામજનો મોટી સંખ્યામાં કુવા પાસે એકઠા થયા હતા. પોલીસે ગ્રામજનોની મદદથી કુવામાં દોરડા બાંધી ખાટલો ઉતાર્યો હતો. અને બન્ને ભાઈ-બહેનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સગા ભાઈ-બહેનના મૃતદેહો બહાર આવતા પરિવારજનો કરૂણ આક્રંદ કરતા જોવા મળ્યા હતા. પોલીસે હાલ બન્ને ભાઈ-બહેનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પરિવારજનોને સરકાર તરફથી સહાય મળે તેવી માંગ
આ અંગે વિચરતા સમુદાય સમર્થન મંચના સુરેન્દ્રનગર જિલ્લાના કોર્ડીનેટર હર્ષદભાઈ વ્યાસે જણાવ્યુ કે, મૃતકો વિચરતી વિમુકત જાતિના દેવીપુજક પરિવારના છે. મૃતકના પરિવારજનો કાળી મજુરી કરે છે. ત્યારે એક સાથે બે સંતાનોના મોતથી તેમના પર આભ તુટી પડયુ છે. સરકાર તરફથી આકસ્મીક મૃત્યુમાં મળતી સહાય તેઓને મળે તેવી અમારી માંગણી છે.
કઠોડા વગરનો કૂવો અકસ્માતનું કારણ બન્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો આવ્યા પહેલા પાણીની ભારે અછત વર્તાતી હતી. તેમાં પણ દુષ્કાળના સમયમાં માથે બેડા લઈને મહિલાઓને દુર દુર સુધી પાણી ભરવા જવુ પડતુ હતુ. ત્યારે પાણીની તંગી દુર થાય તે માટે સીમ વિસ્તારોમાં કુવા બનાવાયા હતા. જેમાં હાલ પણ અનેક કુવા તેના ફરતે કઠોડા વગરના છે. ચૂડામાં બન્ને બાળકોના મોત પણ આવા કઠોડા વગરના કુવામાં પડવાથી થયા છે. ત્યારે તંત્ર દ્વારા આવા કુવાઓ ફરતે પાકા કઠોડા બનાવાય તેવી લોકમાંગ ઉઠી છે.
હાલ અમોત દાખલ કરી તપાસ હાથ ધરી છે
આ અંગે ચૂડા પીએસઆઈ એચ.એચ.જાડેજાએ જણાવ્યુ કે, બનાવની જાણ થતા અમારી ટીમ દોડી ગઈ હતી અને ગ્રામજનોની મદદથી બન્ને બાળકોના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલ્યા છે. પ્રાથમીક દૃષ્ટીએ ડુબી જવાથી મોત હોય તેવુ અનુમાન લગાવાઈ રહ્યુ છે. જયારે હાલ અકસ્માતે મોત નોંધી બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.