Surendranagar: અભયારણ્ય વિસ્તારમાં ઘુડખરની સલામતી જળવાઈ રહે એ માટે કાર્યવાહીની માગણી

ધ્રાંગધ્રા તાલુકાના મોટીમાલવણ પાસેના સોલાર પ્લાન્ટમાં ઘુડખર ફ્રતા હોવાથી તેમનું અસ્તિત્વ જોખમાતું દેખાતા ઘુડખરની સલામતી જળવાઈ એવી કાર્યવાહીની માંગ સાથે ડીએફઓને આવેદન સુપરત કરાયું હતું.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર મોટીમાલવણ પાસે ઘુડખર અભ્યારણ નજીક સોલાર પ્લાન્ટનું કામ ચાલુ છે. આ પ્લાન્ટના કામના સ્થળે ઘુડખર અંદર ફરી રહ્યા છે. ત્યારે પ્લાન્ટ ચાલુ થશે અને વીજળી ઉત્પન થશે ત્યારે ઘુડખર અંદર ફ્સાય અને અસ્તિત્વ જોખમાય તો ઘુડખરની અસલામતી માટે કોણ જવાબદાર રહેશે? જેથી ઘુડખરની સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે હેમાબેન સિંગલ, ચન્દ્રેશભાઈ સહિતના આગેવાનોએ ઘુડખર અભયારણ કચેરીએ આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બીજી તરફ ઘુડખર અભ્યારણના આરએફઓએ જણાવેલ કે પ્લાન્ટનું કામ ચાલુ છે. પ્લાન્ટ શરુ થયા બાદ ઘુડખર અંદર પ્રવેશ કરે તો એને નીકળવા માટે ચારે બાજુ પેસેજ પ્લાન મંજૂર થયા છે. ત્યાંથી ઘુડખર સલામત રીતે નીકળી જશે. આમ ઘુડખરની સલામતી જળવાઈ રહે એ માટે કંપની પાસે યોગ્ય કાર્યવાહી કરાવીશું.

Surendranagar: અભયારણ્ય વિસ્તારમાં ઘુડખરની સલામતી જળવાઈ રહે એ માટે કાર્યવાહીની માગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રા તાલુકાના મોટીમાલવણ પાસેના સોલાર પ્લાન્ટમાં ઘુડખર ફ્રતા હોવાથી તેમનું અસ્તિત્વ જોખમાતું દેખાતા ઘુડખરની સલામતી જળવાઈ એવી કાર્યવાહીની માંગ સાથે ડીએફઓને આવેદન સુપરત કરાયું હતું.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર મોટીમાલવણ પાસે ઘુડખર અભ્યારણ નજીક સોલાર પ્લાન્ટનું કામ ચાલુ છે. આ પ્લાન્ટના કામના સ્થળે ઘુડખર અંદર ફરી રહ્યા છે. ત્યારે પ્લાન્ટ ચાલુ થશે અને વીજળી ઉત્પન થશે ત્યારે ઘુડખર અંદર ફ્સાય અને અસ્તિત્વ જોખમાય તો ઘુડખરની અસલામતી માટે કોણ જવાબદાર રહેશે? જેથી ઘુડખરની સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવા માટે હેમાબેન સિંગલ, ચન્દ્રેશભાઈ સહિતના આગેવાનોએ ઘુડખર અભયારણ કચેરીએ આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બીજી તરફ ઘુડખર અભ્યારણના આરએફઓએ જણાવેલ કે પ્લાન્ટનું કામ ચાલુ છે. પ્લાન્ટ શરુ થયા બાદ ઘુડખર અંદર પ્રવેશ કરે તો એને નીકળવા માટે ચારે બાજુ પેસેજ પ્લાન મંજૂર થયા છે. ત્યાંથી ઘુડખર સલામત રીતે નીકળી જશે. આમ ઘુડખરની સલામતી જળવાઈ રહે એ માટે કંપની પાસે યોગ્ય કાર્યવાહી કરાવીશું.