Surendranagar: ચૂડાના કુડલામાં 27 દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું
ચૂડા તાલુકાના કુડલા ગામે સરકાર દ્વારા સુવિધા પથનું નિર્માણ કરાઈ રહ્યુ છે. આ કામમાં નડતરરૂપ 27 જેટલા કાચા-પાકા દબાણો મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા બુલડોઝર વડે દુર કરાયા હતા.ચૂડા તાલુકાના કુડલા ગામે છેલ્લા કેટલાક સમયથી દબાણોનો રાફડો ફાટયો હતો. જેમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીન અને રસ્તાઓ પર દબાણો કરી દેવાયા હતા. ત્યારે હાલ રાજય સરકાર દ્વારા સુવીધાપથના કાર્યમાં આ દબાણો નડતરરૂપ હોવાથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ચૂડા મામલતદાર અને પોલીસની ટીમોએ કુડલામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સરકારી જમીન અને રસ્તાઓ પરથી દબાણો દુર કરાયા હતા. જયારે કુડલાના એસ.ટી.પીકઅપ સ્ટેન્ડ પાસે પણ દબાણો વધી ગયા હોવાથી ખાસ કરીને એસટી બસના ચાલકો અને મુસાફરોને તકલીફ પડતી હતી. આથી ત્યાં પણ દબાણો હટાવાયા હતા. કુડલા ગામમાં કુલ 27 દબાણો દુર કરાતા ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચૂડા તાલુકાના કુડલા ગામે સરકાર દ્વારા સુવિધા પથનું નિર્માણ કરાઈ રહ્યુ છે. આ કામમાં નડતરરૂપ 27 જેટલા કાચા-પાકા દબાણો મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા બુલડોઝર વડે દુર કરાયા હતા.
ચૂડા તાલુકાના કુડલા ગામે છેલ્લા કેટલાક સમયથી દબાણોનો રાફડો ફાટયો હતો. જેમાં કેટલાક માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીન અને રસ્તાઓ પર દબાણો કરી દેવાયા હતા. ત્યારે હાલ રાજય સરકાર દ્વારા સુવીધાપથના કાર્યમાં આ દબાણો નડતરરૂપ હોવાથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ચૂડા મામલતદાર અને પોલીસની ટીમોએ કુડલામાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં સરકારી જમીન અને રસ્તાઓ પરથી દબાણો દુર કરાયા હતા. જયારે કુડલાના એસ.ટી.પીકઅપ સ્ટેન્ડ પાસે પણ દબાણો વધી ગયા હોવાથી ખાસ કરીને એસટી બસના ચાલકો અને મુસાફરોને તકલીફ પડતી હતી. આથી ત્યાં પણ દબાણો હટાવાયા હતા. કુડલા ગામમાં કુલ 27 દબાણો દુર કરાતા ગ્રામજનોમાં રાહતની લાગણી ફેલાઈ છે.