Mehsanaની જીઆઈડીસીમાંથી ડૂપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો, ફૂડ અધિકારીએ કર્યા દરોડા
કડી GIDCમાંથી ડૂપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો છે,ભાડાના મકાનમાં ચાલતો હતો ડૂપ્લિકેટ ઘીનો વેપાર,આ સમગ્ર ઘટનાને લઈ મહેસાણાની ફૂડ અધિકારી સહિતની ટીમે દરોડા પાડીને 1 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો છે.દરોડામાં પામ ઓઈલ, ફોરેન ફેટનો જથ્થો મળ્યો છે.આ ઘી પામ ઓઈલ, ફોરેન ફેડ મિશ્રિત કરીને બનાવાતું હતુ,મહેસાણા LCB અને FSLની ટીમ તપાસમાં હાજર રહી છે. ઘી બનાવીને બજારમાં અપાતું આ સમગ્ર ઘટનામાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડયા છે અને પોલીસને પણ જાણ કરી છે,ઘીનું ઉત્પાદન કરીને તેને બજારમાં વેચવામાં આવતું હતુ,સાથે સાથે છેલ્લા કેટલા સમયથી આ રીતે ઘી બનાવવામાં આવતું હતુ તેને લઈ તપાસ હાથધરી છે,ફૂડ વિભાગે સાધન સામગ્રી પણ જપ્ત કરી છે અને તપાસ કરી છે,આ ઘીને fslમાં મોકલવામાં આવ્યું છે અને રીપોર્ટ આવ્યા બાદ સામે આવશે કે આ ઘીમાં અન્ય કયા પદાર્થો ભેળસેળ કરવામાં આવતા હતા. બે દિવસ અગાઉ પણ સુરતમાંથી ઝડપાયું ડૂપ્લિકેટ ઘી સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા સેલ્સમેનની અડાજણ પોલીસે ધરપકડ કરી છે.અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાંથી આ ઘી ઝડપાયું હતુ.ડુપ્લીકેટ ઘીના 9 ડબ્બા પોલીસે જપ્ત કરીને એફએસેલમાં મોકલી આપ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે.દુકાન માલિક હરિરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરીને વધુ માહિતી જપ્ત કરી છે. કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કડી GIDCમાંથી ડૂપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો છે,ભાડાના મકાનમાં ચાલતો હતો ડૂપ્લિકેટ ઘીનો વેપાર,આ સમગ્ર ઘટનાને લઈ મહેસાણાની ફૂડ અધિકારી સહિતની ટીમે દરોડા પાડીને 1 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો છે.દરોડામાં પામ ઓઈલ, ફોરેન ફેટનો જથ્થો મળ્યો છે.આ ઘી પામ ઓઈલ, ફોરેન ફેડ મિશ્રિત કરીને બનાવાતું હતુ,મહેસાણા LCB અને FSLની ટીમ તપાસમાં હાજર રહી છે.
ઘી બનાવીને બજારમાં અપાતું
આ સમગ્ર ઘટનામાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડયા છે અને પોલીસને પણ જાણ કરી છે,ઘીનું ઉત્પાદન કરીને તેને બજારમાં વેચવામાં આવતું હતુ,સાથે સાથે છેલ્લા કેટલા સમયથી આ રીતે ઘી બનાવવામાં આવતું હતુ તેને લઈ તપાસ હાથધરી છે,ફૂડ વિભાગે સાધન સામગ્રી પણ જપ્ત કરી છે અને તપાસ કરી છે,આ ઘીને fslમાં મોકલવામાં આવ્યું છે અને રીપોર્ટ આવ્યા બાદ સામે આવશે કે આ ઘીમાં અન્ય કયા પદાર્થો ભેળસેળ કરવામાં આવતા હતા.
બે દિવસ અગાઉ પણ સુરતમાંથી ઝડપાયું ડૂપ્લિકેટ ઘી
સુરતમાં બ્રાન્ડેડ ઘીના નામે ડુપ્લીકેટ ઘીનું વેચાણ કરતા સેલ્સમેનની અડાજણ પોલીસે ધરપકડ કરી છે.અડાજણમાં આઈ માતા સુપર સ્ટોરમાંથી આ ઘી ઝડપાયું હતુ.ડુપ્લીકેટ ઘીના 9 ડબ્બા પોલીસે જપ્ત કરીને એફએસેલમાં મોકલી આપ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે.દુકાન માલિક હરિરામ ચૌધરીની પોલીસે ધરપકડ કરીને વધુ માહિતી જપ્ત કરી છે.
કઈ રીતે ચેક કરી શકાય કે ઘી અસલી છે કે નકલી
ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. ઓરિજનલ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેમનું તેમ જ રહેશે.ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે ઓરિજનલ છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે ઓરિજનલ છે. નકલી ઘી ધીમે-ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.