Surendranagar News: ભાઈબીજના દિવસે જ પાંચ બહેનોએ ભાઈ ગુમાવ્યો, ઘરે નવચંડીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા ગામમાં ભાઈબીજના પર્વ પર માલઢોર ચરાવવા ગયેલો સગીર સીમ વિસ્તારમાં આવેલા એક ચેકડેમમાં ડૂબી ગયો હતો.સાયલામાં રહેતા માલધારી પરિવારના આંગણે ભાઈબીજના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું તેથી પોતાના પશુઓને સીમમાં ચરાવવા ગયેલ ગોપાલ રૂપાભાઈ સભાડ નામના સગીર ભેંસોને પાણીમાંથી બહાર કાઢવા સમયે આકસ્મિક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.પશુ ચરાવવા ગયેલ અન્ય બે જેટલા કિશોરોએ ઘટના નજરો નજર જોતા રાડારાડી કરતા આજુબાજુના ખેતરો વાળા લોકો ત્યાં દોડી ગયા હતા અને સગીરને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પશુઓને બહાર કાઢતા ગોપાલક પાણીમાં ગરકાવ થયો
ખોડિયાર ચેકડેમ કહેવાતા વિસ્તારમાં બનેલ ઘટના બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયેલા ગોપાલની શોધખોળમાં ચાર કલાકની જહેમત બાદ તરવૈયા યુવાનો દ્વારા તેના મૃતદેહને બહાર કાઢવામા સફળતા મેળવી હતી.આ તરફ ઘરમાં નવચંડી યજ્ઞમાં સગીર સાથે બનેલ કરુણાંતિકાની જાણ થતા વિધિ ટૂંકાવી પરિવારજનોમા દોડધામ મચી જવા સાથે હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા.મૃતક ગોપાલના પરિવારમાં પાંચ બહેનો તેમજ ત્રણ ભાઈઓ છે તેમજ ભાઈઓમાં વચેટ હતો.
ભાઈ બીજના દિવસે જ બહેનોએ ભાઈ ગુમાવ્યો
ભાઈબીજના પવિત્ર દિવસે જ સર્જાયેલ દુર્ઘટનામાં પાંચ બહેનોએ કાંડા બંધો ભાઈ ગુમાવતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. ત્યારે હોસ્પિટલ ખાતે પણ માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં દોડી ગયા હતા.સાયલા પોલીસ દ્વારા મૃતકના પરિજનોના નિવેદનો નોંધવા સાથે આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે એવા સ્થાનો પર સંતાનોને એકલા મોકલતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સામાં હાલતો સભાડ પરિવાર માં ધાર્મિક પ્રસંગ માતમ માં ફેરવાઈ જવા સાથે શોકની કાલીમા વ્યાપી જવા પામી છે.
What's Your Reaction?






