બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ, ગુજરાત સાયબર સેલે દિલ્હીથી 2ની ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gandhinagar News : વન્યજીવ પ્રેમીઓને નિશાન બનાવતા એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં ગુજરાત સાયબર સેલને મોટી સફળતા મળી છે. ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CCoE) એ દિલ્હીથી બે શખ્સોની ધરપકડ કરી છે, જેઓ ગુજરાતના ગીર નેશનલ પાર્ક સહિત દેશના અન્ય પ્રખ્યાત અભયારણ્યોની જંગલ સફારીની પરમિટ બનાવટી વેબસાઇટ દ્વારા ઊંચા ભાવે વેચવાનું આંતરરાજ્ય કૌભાંડ ચલાવતા હતા.
કેવી રીતે કરતા કૌભાંડ?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓ ગીર (સાસણ ગીર), રણથંભોર (રાજસ્થાન), તાડોબા (મહારાષ્ટ્ર), જિમ કોરબેટ (ઉત્તરાખંડ), કાઝીરંગા (આસામ) અને બાંધવગઢ (મધ્યપ્રદેશ) જેવા પ્રખ્યાત અભયારણ્યોની સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી બોગસ વિગતોનો ઉપયોગ કરીને એડવાન્સમાં મોટા પ્રમાણમાં સફારી સ્લોટ બુક કરી લેતા હતા. ત્યારબાદ, તેઓ આ બુક કરેલી ટિકિટોને પોતાની બનાવટી વેબસાઇટ અને ટ્રાવેલ એજન્ટો દ્વારા પ્રવાસીઓને સરકારી દર કરતાં અનેક ગણા ઊંચા ભાવે વેચતા હતા.
What's Your Reaction?






