Gandhinagar News: SOG પોલીસે GUJCTOC અને અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Oct 24, 2025 - 00:30
Gandhinagar News: SOG પોલીસે GUJCTOC અને અપહરણના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરના દહેગામમાં ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ફરાર થયા બાદ ગોવામાં કેસિનોમાં કામ કરતો હતો.

ગાંધીનગર પોલીસે ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર એસઓજી પોલીસે દહેગામમાં અપહરણ અને ખંડણી સહિત ગુજસીટોકના ગુનામાં ફરાર થયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે આરોપી હોવાની બાતમી મળતાં જ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. આરોપી સામે અગાઉ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને તેમાં તેની ધરપકડ કરાઈ હતી.

આરોપી સંજય શાહ મુળ હિંમતનગરનો રહેવાસી છે

આરોપી સંજય શાહ મુળ હિંમતનગરનો રહેવાસી છે. તેની પર દહેગામના વેપારીઓના અપહરણ અને ખંડણીના ત્રણ ગુના નોંધાયા હતાં. આ ઉપરાંત આરોપીએ 50, 45 અને 22 લાખની ત્રણ અલગ અલગ ખંડણી ઉઘરાવી હતી. અપહરણ સહિતના ગુનામાં વોન્ટેડ જાહેર થયા બાદ તે ગુજરાતથી ફરાર થયો હતો અને ગોવામાં એક કેસિનોમાં કામ કરતો હતો. તે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસે હોવાની બાતમી મળતાં જ એસઓસી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0