Surendranagar News: ચોટીલામાં પાણી અને ચારાનો અભાવ, 15 ગામોમાંથી 200થી વધુ માલધારી પરિવારની હિજરત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં જળ સંકટ અને ઘાસચારાની અછતે ભયાનક રૂપ ધારણ કર્યું છે. દિવાળી જેવા મોટો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે લોકો પોતપોતાના ઘરે પરત ફરતા હોય છે, પરંતુ ચોટીલા તાલુકાના 15 જેટલા ગામોમાં પરિસ્થિતિ વણસી જતાં 200 થી વધુ માલધારી પરિવારોએ પોતાના ઘરે તાળા મારીને ગામ છોડવાની મજબૂરી ઊભી થઈ છે.
આઇસરમાં પશુઓ ભરીને અન્ય જિલ્લાઓ તથા રાજ્યો તરફ રવાના
તાલુકાના જસાપર, મોરસલ, નાનયાણી, હબીયાસર અને રાજાવડ સહિતના 15 ગામોના માલધારીઓ પોતાના પશુધનને બચાવવા માટે આઇસર જેવા વાહનોમાં માલઢોર ભરીને ખેડા, નડિયાદ અને મહારાષ્ટ્ર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. માલધારીઓનું દુઃખ વ્યક્ત કરતાં કહેવું છે કે, પાણી વગર પોતાના માલઢોરને તડપીને મરતા જોવાય તેના કરતાં હિજરત કરવી સારી. આ સ્થિતિ એટલી કફોડી બની છે કે પરિવારોએ પોતાના 5 મહિનાના અબુધ બાળકો સાથે પણ હિજરત કરવા મજબૂર બનવું પડ્યું છે.

ચૂંટણી વચનો પોકળ સાબિત થયા, નર્મદા અને સૌની યોજનાના પાણી પણ ગાયબ
સ્થાનિક માલધારીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ચૂંટણી સમયે પાણી પહોંચાડવાના મોટા-મોટા વાયદા કરનારા રાજકીય નેતાઓ હવે મુશ્કેલીના સમયે ક્યાંય દેખાતા નથી. આ વિસ્તારમાં નર્મદા કે સૌની યોજનાનું નેટવર્ક પહોંચાડવામાં આવ્યું નથી, જેના કારણે દર વર્ષે ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓના ચારાની ભારે સમસ્યા સર્જાય છે.

સરકારી સહાય અને કેટલ કેમ્પની તાત્કાલિક માગ
સરકાર દ્વારા હજુ સુધી આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી, જેને કારણે પશુપાલકોને કોઈ સરકારી સહાય કે રાહત મળી રહી નથી. ગામમાં બાકી રહેલા માલધારીઓએ પશુઓને ઉગારવા માટે તાત્કાલિક ધોરણે સરકારી કેટેલ કેમ્પ (ઢોર ડબ્બા/રાહત છાવણી) શરૂ કરવાની અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની માગ કરી છે.

આ પણ વાંચો: Surendranagar News: લખતર-વિરમગામ હાઈવે પર સર્જાયો અકસ્માત, કપચીના ઢગલાએ લીધો યુવકનો ભોગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

