Surendranagar News: ખનીજ માફિયાઓ પર રાજકોટ રેન્જ આઈજીનો સપાટો, સુદામડામાં બે ગેરકાયદે ખાણો ઝડપાઈ, ₹3.50 કરોડનો મુદ્દામાલ જપ્ત!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયલા પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલા ખનીજચોરીના દૂષણને ડામવા માટે રાજકોટ રેન્જ આઈજીની ટીમે લાલ આંખ કરી છે. સુદામડાની સીમમાં ધમધમતી બે ગેરકાયદે બ્લેકટ્રેપ ખનીજની ખાણો પર ઓચિંતો છાપો મારીને તંત્રએ કરોડો રૂપિયાની ખનીજચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
₹3.50 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ રેન્જના પોલીસ વડા નિર્લિપ્ત રાયને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખાસ ટીમ દ્વારા સુદામડા પંથકમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ ઘટનાસ્થળેથી 04 એક્સવેટર મશીન, 09 ડમ્પર (ખનીજ ભરેલા) એમ કુલ મળીને અંદાજે સાડા ત્રણ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રેડ સમયે ખાણ પર હાજર ભૂમાફિયાઓ અને વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી.
તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા
આ કાર્યવાહી બાદ સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ખનીજ વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચીને કેટલા પ્રમાણમાં ખોદકામ થયું છે, તેની માપણી કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલા વાહનોના માલિકો અને ચાલકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
ખનીજ માફિયાઓમાં દોડધામ
ઉલ્લેખનીય છે કે, સુદામડા પંથક અગાઉ પણ ખનીજચોરી માટે ચર્ચામાં રહ્યો છે. છાનાખૂણે ચાલતા આ ગેરકાયદે ખનન પર પોલીસના સપાટાને કારણે ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. આ કૌભાંડમાં કયા મોટા માથાઓની સંડોવણી છે તે આગામી તપાસમાં બહાર આવશે તેવું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો - Surendranagar News: 45 ડિગ્રીમાં ST ડ્રાઈવરનું હીટસ્ટ્રોકથી મોત, મરતા મરતા પણ બચાવ્યો મુસાફરોનો જીવ!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

