Surendranagar News: અમદાવાદ-કચ્છ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે ટ્રેઇલર સામસામે અથડાતા ટ્રાફિક જામ

Oct 12, 2025 - 23:30
Surendranagar News: અમદાવાદ-કચ્છ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે ટ્રેઇલર સામસામે અથડાતા ટ્રાફિક જામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદથી કચ્છને જોડતા મુખ્ય હાઇવે પર આજે ધ્રાંગધ્રા નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે ટ્રેઇલર સામ-સામે જોરદાર રીતે અથડાતાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેઇલરોના કાગળના ડૂચા જેવો ભૂક્કો બોલી ગયો હતો. અકસ્માતમાં ટ્રેઇલરમાં સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઇજાગ્રસ્તો ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બે મોટા ટ્રેઇલર માર્ગની વચ્ચે અથડાવાના કારણે અમદાવાદ-કચ્છ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માત સર્જાતા થોડા સમય માટે થયો ટ્રાફિક જામ 

વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાટમાળ હટાવીને ટ્રાફિકને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. જેના થોડા સમય બાદ હાઇવે પર વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની વધુ તપાસ હાથ ધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0