Ahmedabad: રખિયાલમાં 197 પડીકીઓમાં 724 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 ઝડપાયા

Oct 13, 2025 - 02:00
Ahmedabad: રખિયાલમાં 197 પડીકીઓમાં 724 ગ્રામ ગાંજાના જથ્થા સાથે 3 ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારને લઇને રખિયાલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હકીમની ચાલી પાસે પહોંચતા ચાલીના નાકે જાહેર રોડ પર ત્રણ યુવાનો બેઠા હતા.

પોલીસે તેમની તલાશી લેતા ખાટલા નીચેથી 197 પડીકીઓમાં 724 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા તે કુબેરનગરના શખ્સ પાસેથી ગાંજાની તૈયારીઓ પડીકીઓ લાવીને ઝડપથી રૂપિયા કમાવવા વેચતા હતા. આ અંગે રખિયાલ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોધીને ત્રણની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

રખિયાલ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે હકીમની ચાલીની ફૂટપાથ પર અંધારામાં લાકડાના ખાટલામા ત્રણ શખ્સો બેઠા હતા. જેમાંથી બે શખ્સો અગાઉ મારમારીના ગુનામાં અનેક વખત પકડાઈ ચૂક્યા હતા. ત્રણમાંથી બે શખ્સો રીઢા આરોપી હોવાથી પોલીસ તેમની તપાસ કરવા પહોંચી ત્યારે ખાટલાની નીચે ગુલાબી કલરની પ્લાસ્ટિકની થેલી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ થેલીની અંદર તપાસ કરતા તેમાંથી નાની ઝીપર જેવી પ્લાસ્ટિકની 197 પડીકીઓમાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો ક્યાંથી લાવ્યા હોવાનું પૂછતા ત્રણેય આરોપીઓએ કુબેરનગરમાં રહેતા વિજય નામના શખ્સ પાસેથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ રખિયાલ પોલીએ એફ્એસએલની મદદથી નશીલા પદાર્થની ચકાસણી અને વજન કરાવ્યું તો 724 ગ્રામ ગાંજો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રખિયાલ પોલીસે રીઝવાન અહેમદ ઉર્ફે હનીસિંહ શેખ, મોહયુદ્દીન ઉર્ફે શાહરુખ શેખ અને આમીરખાન ઉર્ફે તિવારી પઠાણની ધરપકડ કરીને ગાંજાનો જથ્થો આપનાર એવા ફરાર વિજય સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0