Surendranagar: મત કોને આપ્યો તેમ કહીને બોરણા ગામના યુવાનને 6શખ્સોએ માર માર્યો

Feb 18, 2025 - 00:30
Surendranagar: મત કોને આપ્યો તેમ કહીને બોરણા ગામના યુવાનને 6શખ્સોએ માર માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીંબડી તાલુકામાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં મારામારીનો બનાવ બન્યો છે. તા. 16ના રોજ મતદાન કરીને આવનાર બોરણાના યુવાનને મત કોને આપ્યો તેમ કહી 6 શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

લીંબડી તાલુકાના બોરણા ગામમાં રહેતા 31 વર્ષીય સંજયભાઈ ડાયાભાઈ ચાવડા ડ્રાઈવીંગ કરે છે. તા. 16-2ના રોજ લીંબડી તાલુકા પંચાયતની ખાલી પડેલ ઉંટડી બેઠક માટે મતદાન હતુ. જેમાં બોરણા ગામનો સમાવેશ થતો હોઈ સંજયભાઈ મતદાન કરવા ગયા હતા. મત આપીને તેઓ લીંબડી રોડ પર આવેલી તેમની વાડીએ જીરૂના વાવેતરમાં દવા છાંટવાની હોય ત્યાં ગયા હતા. જયાંથી બપોરના સમયે બાઈક લઈને પરત ઘરે જતા હતા. ત્યારે ઝામડી રોડ પર જોધલપીરની દેરી પાસે પહોંચતા રસ્તામાં બોરણાના પીતાંબર ઉકાભાઈ રાઠોડ, ભગત પિતાંબરભાઈ રાઠોડ, નરેશ ઉર્ફે ગડો પીતાંબરભાઈ રાઠોડ, હીરા ખીમાભાઈ રાઠોડ, ખીમા માલાભાઈ રાઠોડ, કેહર ઉકાભાઈ રાઠોડે સંજયભાઈને ઉભા રાખી તે કોને મત આપ્યો તેમ પુછયુ હતુ. જેમાં સંજયભાઈએ મારો ભાઈ ભાજપમાં છે તો ભાજપમાં જ વોટ આપવાનો હોય તેમ કહ્યુ હતુ. આથી આ શખ્સોએ તને ખબર નથી પડતી આપણા ગામના અને આપણા સમાજના માણસ ઉભા હોય તો તેને જ વોટ આપવાનો હોય, બહારવાળાને થોડો આપવાનો હોય તેમ કહી બોલાચાલી કરી બાઈક પરથી નીચે પાડી દઈ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં સંજયભાઈને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની લીંબડી પોલીસ મથકે 6 આરોપીઓ સામે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ એ.એન.બુધેલીયા ચલાવી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0