Surendranagar: ડાક ઘરની કામગીરીમાં ધાંધિયાથી શહેરીજનો પરેશાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર પોસ્ટ ઓફીસની કામગીરી સામે વારંવાર ફરીયાદ ઉઠતી હોય છે. ત્યારે વધુ એક વખત લાલીયાવાડી ચાલતી હોય એવી બાબત સામે આવી છે.ટાવર સ્થિત મુખ્ય પોસ્ટ ઓફીસમાં સ્પીડપોસ્ટનું બુકીંગ કરાવવા ગયેલા લોકોને બુકીંગ નથી ચાલુ એવા ઉડાઉ જવાબ આપી ગ્રાહકોએ એકઠા થઇ કારણ પુછતા સરવરના કારણે નહી થાય એવો જવાબ આપ્યો હતો.કયારે થશે ચાલુ થશે નહી થાય એવો કોઇ જવાબ નહી મળવાના કારણે દૂરથી આવેલા લોકોને ભારે મુસ્કેલીનો સામનો કરવો પડયો હતો.અહી અનેક લોકો કલાકો સુધી રાહજોઇને ઉભા હોવા છતાય સમસ્યાનો ઉકેલ આવ્યો નહતો. જેથી આ ગંભીર મામલે ઉચ્ચકક્ષાએથી જવાબદાર સ્ટાફ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની શહેરીજનોમાં માંગ ઉઠી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

