Pm Modi ફરી એક વાર આવશે માદરે વતન, 15 નવેમ્બરે ડેડીયાપાડામાં જાહેરસભાને કરશે સંબોધન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર માદરે વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે બિરસા મુન્ડા જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહ્યા છે.
પીએમ બિરસા મુન્ડા જન્મ જયંતીના કાર્યક્રમમાં હાજર રહેશે.
મળેલી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે બિરસા મુન્ડા જન્મ જયંતીના કાર્યક્રમમાં હાજર રહેશે.
જિલ્લા વહિવટીતંત્ર અને પોલીસ તંત્ર એક્શનમાં
વડાપ્રધાનની મુલાકાતને લઇને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. વડાપ્રધાનનો કાર્યક્રમ જ્યાં યોજાવાનો છે ત્યાં વહિવટીતંત્રએ નિરિક્ષણ કર્યું હતું. તૈયારીઓ બાબતે સૂચના
વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને વહિવટીતંત્ર દ્વારા તમામ સ્થળોનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને તૈયારીઓ બાબતે સૂચના આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બર સવારે 8 વાગે સુરત એરપોર્ટ આવશે
જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બર સવારે 8 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સુરત થી 8.39 વાગે હેલિકોપ્ટર દ્વારા તેમનું ડેડીયાપાડા ખાતે આગમન થશે કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરશે
તેઓ શરુઆતમાં આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ ડેડીયાપાડા આવશે ડેડીયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે
ડેડીયાપાડા ખાતે બનાવેલ ભગવાન બિરસા મુંડા નીંપ્રતિમાંને પુષ્પાઅંજલી અર્પણ કરશે. તેઓ ત્યારબાદ ડેડીયાપાડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

