Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ

Nov 5, 2025 - 08:00
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જિલ્લામાં તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ (ગણતરી પત્રક) વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સમયગાળા દરમિયાન મતદારો ગણતરી પત્રક (Enumeration Form) તેમને મળ્યા બાદ તેમાં વિગતો ભરીને બી.એલ.ઓ.ને ગણતરી ૫ત્રક (Enumeration Form) જમા કરાવવાનું રહેશે.

ગણતરી ૫ત્રકોની અલગ-અલગ યાદી બનાવવામાં આવશે

ત્યારબાદ વિધાનસભા મતદાર વિભાગના તમામ ભાગોમાંથી ૫રત મળેલ તમામ ગણતરી ૫ત્રકો (Enumeration Form)ની મુસદ્દા મતદારયાદી સબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે ૫રત ન મળેલ ગણતરી ૫ત્રકો(Enumeration Form)ની અલગ યાદી બનાવી નિયત સ્થળો ૫ર લગાવવામાં આવશે. ત્યારબાદ આ તમામ ફોર્મની ચકાસણી કરી સબંધિત તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા નિર્ણયની કામગીરી, પુરાવાની જરૂરીયાત હોય તેવા મતદારોને નોટીસ આપી સુનાવણીની કામગીરી હાથ ધરશે. આધાર પુરાવા મેળવીને આખરી મતદારયાદી તા.૦૭/૦૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરાશે.

અંતિમ મતદાર યાદીની તારીખ 7 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરાશે

ગણતરી પત્રક વિતરણ તા. ૪ નવેમ્બર થી ૪ ડિસેમ્બર ૨૦૨૫, હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ તા. ૯ ડિસેમ્બર ૨૦૨૫ અને સુધારા અને દાવાની તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૮ જાન્યુઆરી ૨૦૨૬ છે. નોટિસ તબક્કો (સુનાવણી અને ચકાસણી) તા. ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ અને અંતિમ મતદાર યાદીની તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0