Surendranagar: જિલ્લામાં જુગારના 3 દરોડા:10 પકડાયા,6જુગારી પોલીસ પકડથી રફુચક્કર થયા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના અહેમદગઢ, લખતરના ભાસ્કરપરા અને લીંબડીના માતમ ચોકમાં પોલીસે રેડ 10 જુગારીયાઓ રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂપીયા 91,930ની મત્તા સાથે ઝડપાયા હતા.પાટડી પોલીસે અહેમદગઢ ગામે જીજામાની દરગાહ પાસે બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રહીમ હુસેનશા દીવાન, ઈસ્માઈલ બફાતીશા દીવાન, અનીલ પ્રભુભાઈ વલાણી, રીઝવાન યાસીનશા દીવાન અને શૈલેષ નવઘણભાઈ વલાણી રોકડા રૂપીયા 1,450 અને રૂપીયા 7,500ના ર મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 8,950ની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં ઈબ્રાહીમ હસનભાઈ, અકબર શાદીકભાઈ, મુના ઝાલાવાડી અને ડોન નામનો શખ્સ ફરાર થઈ ગયા હતા. પાટડી પોલીસ મથકે જુગારધારા મુજબની ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.જે.લેન્ચીયા ચલાવી રહ્યા છે. જયારે લખતરના ભાસ્કરપરા ગામે બસ સ્ટેશન સામે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા હિંમત ફુલાભાઈ લોરીયા રોકડા રૂપીયા 10,310, રૂપીયા 50 હજારના ર બાઈક સહિત રૂપીયા 60,310ની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં મનસુખ દીલાભાઈ લોરીયા અને કીશન બળદેવભાઈ રેથળીયા ફરાર થઈ ગયા હતા. બનાવની ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી ડી.પી.અજાણા ચલાવી રહ્યા છે. બીજી તરફ લીંબડીના માતમચોકમાં આવેલ ઝમઝમવાળી શેરીમાં જુગારની બાતમી મળતા લીંબડી પોલીસે રેડ કરી હતી. જેમાં જાવેદ હારૂનભાઈ દીવાન, આસીફ નીઝામભાઈ ચૌહાણ, નાસીર કાળુશા સામદાર અને મેહુલ રમેશભાઈ રાજપરા રોકડા રૂપીયા 18,670, રૂપીયા 4 હજારના 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 22,670ની મત્તા સાથે પકડાયા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના અહેમદગઢ, લખતરના ભાસ્કરપરા અને લીંબડીના માતમ ચોકમાં પોલીસે રેડ 10 જુગારીયાઓ રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂપીયા 91,930ની મત્તા સાથે ઝડપાયા હતા.
પાટડી પોલીસે અહેમદગઢ ગામે જીજામાની દરગાહ પાસે બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રહીમ હુસેનશા દીવાન, ઈસ્માઈલ બફાતીશા દીવાન, અનીલ પ્રભુભાઈ વલાણી, રીઝવાન યાસીનશા દીવાન અને શૈલેષ નવઘણભાઈ વલાણી રોકડા રૂપીયા 1,450 અને રૂપીયા 7,500ના ર મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 8,950ની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં ઈબ્રાહીમ હસનભાઈ, અકબર શાદીકભાઈ, મુના ઝાલાવાડી અને ડોન નામનો શખ્સ ફરાર થઈ ગયા હતા. પાટડી પોલીસ મથકે જુગારધારા મુજબની ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.જે.લેન્ચીયા ચલાવી રહ્યા છે. જયારે લખતરના ભાસ્કરપરા ગામે બસ સ્ટેશન સામે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા હિંમત ફુલાભાઈ લોરીયા રોકડા રૂપીયા 10,310, રૂપીયા 50 હજારના ર બાઈક સહિત રૂપીયા 60,310ની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં મનસુખ દીલાભાઈ લોરીયા અને કીશન બળદેવભાઈ રેથળીયા ફરાર થઈ ગયા હતા. બનાવની ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી ડી.પી.અજાણા ચલાવી રહ્યા છે. બીજી તરફ લીંબડીના માતમચોકમાં આવેલ ઝમઝમવાળી શેરીમાં જુગારની બાતમી મળતા લીંબડી પોલીસે રેડ કરી હતી. જેમાં જાવેદ હારૂનભાઈ દીવાન, આસીફ નીઝામભાઈ ચૌહાણ, નાસીર કાળુશા સામદાર અને મેહુલ રમેશભાઈ રાજપરા રોકડા રૂપીયા 18,670, રૂપીયા 4 હજારના 3 મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 22,670ની મત્તા સાથે પકડાયા હતા.