Suratમાં દારૂના નશામાં નબીરાએ 4 લોકો પર ચઢાવી દીધી કાર,સર્જાયો ગંભીર અકસ્માત

રોડની સાઈડ પર બેઠેલા 4 લોકોને લીધા અડફેટે અલથાણમાં પૂરપાટ ઝડપે કારચાલકે કર્યો અકસ્માત કારચાલક રિંકેશ ભાટિયા નસાની હાલતમાં હતો સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કારના ચાલકે ચાર લોકો પર કાર ચઢાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો છે.રાત્રીના સમયે કાર એટલી સ્પીડમાં હતી કે,તેણે રોડની સાઈડ પર બેઠેલા 4 લોકોને અડફેટે લીધા હતા,ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી. લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો સુરતના અલથાણ રોડ પર રાત્રીના સમયે લોકો રોડ પર બેઠા હતા તે દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા અને કાર ચાલક કારમાંથી ઉતરીને ભાગે તે પહેલા લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો.ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 7 જુન 2024ના રોજ કાર ચાલકે 3 લોકોને કચડયા સુરતમાં અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી. વરાછા વિસ્તારમાં સાતમી જૂનના રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર હતી. 25 માર્ચ 2024ના રોજ પણ કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા સુરતના મોટા વરાછામાં છાકટા બનેલા નબીરાએ બેફામ કાર ચલાવી બાઇક સવારને અડફેટે લેતા રોષ પ્રસર્યો હતો. કારચાલક નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા. પોલીસ સુધી મામલો પહોચતા ભાવેશ ચલોડિયા નામના શખ્સને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. જ્યારે કારની અડફેટે ઘાયલ બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

Suratમાં દારૂના નશામાં નબીરાએ 4 લોકો પર ચઢાવી દીધી કાર,સર્જાયો ગંભીર અકસ્માત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોડની સાઈડ પર બેઠેલા 4 લોકોને લીધા અડફેટે
  • અલથાણમાં પૂરપાટ ઝડપે કારચાલકે કર્યો અકસ્માત
  • કારચાલક રિંકેશ ભાટિયા નસાની હાલતમાં હતો

સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કારના ચાલકે ચાર લોકો પર કાર ચઢાવી દેતા ગંભીર અકસ્માત સર્જાયો છે.રાત્રીના સમયે કાર એટલી સ્પીડમાં હતી કે,તેણે રોડની સાઈડ પર બેઠેલા 4 લોકોને અડફેટે લીધા હતા,ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી હતી.

લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો

સુરતના અલથાણ રોડ પર રાત્રીના સમયે લોકો રોડ પર બેઠા હતા તે દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા અને કાર ચાલક કારમાંથી ઉતરીને ભાગે તે પહેલા લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો.ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અલથાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


7 જુન 2024ના રોજ કાર ચાલકે 3 લોકોને કચડયા

સુરતમાં અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી. વરાછા વિસ્તારમાં સાતમી જૂનના રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર હતી.


25 માર્ચ 2024ના રોજ પણ કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા

સુરતના મોટા વરાછામાં છાકટા બનેલા નબીરાએ બેફામ કાર ચલાવી બાઇક સવારને અડફેટે લેતા રોષ પ્રસર્યો હતો. કારચાલક નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા. પોલીસ સુધી મામલો પહોચતા ભાવેશ ચલોડિયા નામના શખ્સને પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. જ્યારે કારની અડફેટે ઘાયલ બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.