Suratમાં જેલમાં બેસીને વેપારીઓએ ફરીવાર 2.61 કરોડનું ઉઠામણું કર્યુ,પોલીસ દોડતી થઈ

કાપડ વેપારી સુરેકા અને પોદારે 2.61 કરોડનું ઉઠામણું કર્યુ સુરત રિંગ રોડ રઘુકુળ માર્કેટમાં કરોડોનું ઉઠામણું સુરેકા અને પોદાર સામે ત્રીજી FIR નોંધાઈ સુરતમાં કાપડ લઈ રૂપિયા ના આપી વેપારીઓ મોટી છેતરપિંડી આચરતા હોય છે,ત્યારે આવી જ એક ઘટના બની છે જેમાં કાપડના વેપારી સુરેકા અને પોદારે જેલમાં બેસીને 2.61 કરોડનું ઉઠામણું કર્યુ છે,સુરત ઈકો સેલ પોલીસ બન્ને આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવશે,સુરતના રિંગ રોડ પર આવેલ રઘુકુળ માર્કેટમાં આ ઘટના બની હતી.જેલમાં છે આરોપીઓ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બન્ને આરોપીઓ હાલ જેલમાં બંધ છે અને તેમની સામે 3 વાર ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે ત્યારે ફરીવાર જેલમાં બેસીને આરોપીઓએ ઉઠામણુ કર્યું છે.સુરત ઈકો સેલ આ બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરશે,અગાઉ પણ આ બન્ને આરોપીઓએ ઉઠામણું કર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. એક મહિના પહેલા પણ ઉઠામણાને લઈ નોંધાઈ ફરિયાદ રિંગરોડ પર 10 વેપારીને ગ્રે-કાપડનો માલ ઉધાર આપવામાં 1.45 કરોડ ગુમાવતા વિવર્સ બીપીન ગોરધનભાઈ ગાબાણીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી છે. પોલીસે વેપારી રાજેશ શ્રીરામગોપાલ શર્મા, કિશનલાલ ચાંડક, દિનેશ બાધા મકવાણા, સંજીવ સતીષચંદ્ર શર્મા, રાજન, નટુ દાના કામલીયા, બ્રીજેશ, સોમતારામ ધર્મરામ માલી, જીગર સત્યેન્દ્ર સોની, મમતાદેવી, કૌશિક અને દલાલ સાહિલ સામે ગુનો નોંધ્યો છે. ભીમરાડના કાપડ વેપારી સામે ગુનો નોંધાયો ભીમરાડના કાપડના વેપારી પાસેથી ગ્રે-કાપડનો માલ રૂ.1.93 કરોડનો લઈ બારોબાર વેચી મારી દુકાન બંધ કરી ભાગી જતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. કાપડના વેપારી વિશાલ પટેલે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ આપી હતી. લેભાગુ વેપારી આશીષ સુરેકા સાથે દલાલ સુરેન્દ્ર પોદ્દાર મારફતે વિશાલ પટેલને ઓળખાણ થઈ હતી. પોલીસે સ્નેહા ક્રિએશનના ભાગીદાર આશીષ નવલ સુરેકા, સ્નેહા સુરેકા અંજુ સંદીપ કેડીયા કાપડ દલાલ સુરેન્દ્ર બીજોય પોદ્દારની સામે વધુ એક ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.

Suratમાં જેલમાં બેસીને વેપારીઓએ ફરીવાર 2.61 કરોડનું ઉઠામણું કર્યુ,પોલીસ દોડતી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાપડ વેપારી સુરેકા અને પોદારે 2.61 કરોડનું ઉઠામણું કર્યુ
  • સુરત રિંગ રોડ રઘુકુળ માર્કેટમાં કરોડોનું ઉઠામણું
  • સુરેકા અને પોદાર સામે ત્રીજી FIR નોંધાઈ

સુરતમાં કાપડ લઈ રૂપિયા ના આપી વેપારીઓ મોટી છેતરપિંડી આચરતા હોય છે,ત્યારે આવી જ એક ઘટના બની છે જેમાં કાપડના વેપારી સુરેકા અને પોદારે જેલમાં બેસીને 2.61 કરોડનું ઉઠામણું કર્યુ છે,સુરત ઈકો સેલ પોલીસ બન્ને આરોપીઓનો જેલમાંથી કબ્જો મેળવશે,સુરતના રિંગ રોડ પર આવેલ રઘુકુળ માર્કેટમાં આ ઘટના બની હતી.

જેલમાં છે આરોપીઓ

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બન્ને આરોપીઓ હાલ જેલમાં બંધ છે અને તેમની સામે 3 વાર ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે ત્યારે ફરીવાર જેલમાં બેસીને આરોપીઓએ ઉઠામણુ કર્યું છે.સુરત ઈકો સેલ આ બન્ને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરશે,અગાઉ પણ આ બન્ને આરોપીઓએ ઉઠામણું કર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

એક મહિના પહેલા પણ ઉઠામણાને લઈ નોંધાઈ ફરિયાદ

રિંગરોડ પર 10 વેપારીને ગ્રે-કાપડનો માલ ઉધાર આપવામાં 1.45 કરોડ ગુમાવતા વિવર્સ બીપીન ગોરધનભાઈ ગાબાણીએ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી છે. પોલીસે વેપારી રાજેશ શ્રીરામગોપાલ શર્મા, કિશનલાલ ચાંડક, દિનેશ બાધા મકવાણા, સંજીવ સતીષચંદ્ર શર્મા, રાજન, નટુ દાના કામલીયા, બ્રીજેશ, સોમતારામ ધર્મરામ માલી, જીગર સત્યેન્દ્ર સોની, મમતાદેવી, કૌશિક અને દલાલ સાહિલ સામે ગુનો નોંધ્યો છે.

ભીમરાડના કાપડ વેપારી સામે ગુનો નોંધાયો

ભીમરાડના કાપડના વેપારી પાસેથી ગ્રે-કાપડનો માલ રૂ.1.93 કરોડનો લઈ બારોબાર વેચી મારી દુકાન બંધ કરી ભાગી જતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. કાપડના વેપારી વિશાલ પટેલે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ આપી હતી. લેભાગુ વેપારી આશીષ સુરેકા સાથે દલાલ સુરેન્દ્ર પોદ્દાર મારફતે વિશાલ પટેલને ઓળખાણ થઈ હતી. પોલીસે સ્નેહા ક્રિએશનના ભાગીદાર આશીષ નવલ સુરેકા, સ્નેહા સુરેકા અંજુ સંદીપ કેડીયા કાપડ દલાલ સુરેન્દ્ર બીજોય પોદ્દારની સામે વધુ એક ઠગાઈનો ગુનો નોંધ્યો હતો.