Suratમાં જન સેવા કેન્દ્ર પર આવકના દાખલા કઢાવવા માટે લાઈનો લાગી,લોકો અકળાયા

લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉંચકી રહ્યા છે 1500રૂપિયા આપો અને આવકનો દાખલો હાથમાં મેળવો સંદેશ ન્યુઝે એજન્ટોને ઝડપ્યા દર વર્ષે ધોરણ 10 અને 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા રહેતા હોય છે. આજે પણ કંઈક એવી જ સ્થિતિ ઉભી થઈ.વહેલી સવારથી લોકો આવકના દાખલા કઢાવવા માટે લાઈનમાં ઉભા છે,તો તંત્ર દ્રારા ઢીલી કામગીરી હોવાનો લોકોનો આક્ષેપ છે. સંદેશ ન્યૂઝના સવાલથી એજન્ટો ભાગ્યા સમગ્ર ઘટનામાં સંદેશ ન્યૂઝ લોકોને વાચા આપવા કલેકટર ઓફીસે પહોંચ્યું હતુ.તો એજન્ટો થેલો ભરીને ડોકયુમેન્ટ લઈને બેઠા હતા,સંદેશ ન્યૂઝની ટીમ દ્રારા જયારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે આ એજન્ટો ભાગી છૂટયા હતા.સ્થાનિકોનું કહેવું છે કે રોજના 200 ટોકન આપવામાં આવે છે,અને જે દાખલાની જરૂર હોય છે તે સમય મુજબ મળતો નથી. અધિકારીઓનું કામ ગોકળ ગતીએ એક પણ ધારાસભ્ય કે નેતા દ્વારા પોતાના નાગરિકોને સુવિધા કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં ઝડપથી કાર્યવાહી થાય તેના માટે રજૂઆત કરવામાં આવી નથી. તેના કારણે અધિકારીઓ પણ ગોકળગાયની જેમ કામ કરી રહ્યા છે અને લોકોને પીસાવું પડી રહ્યું છે. ધારાસભ્ય જાગૃત હોય તો તેમના વિસ્તારમાં અધિકારીઓ પણ સારી રીતે કામ કરે, પરંતુ અહીં તો જાણે ધારાસભ્યો અને નેતાઓને કંઈ પડી જ નથી. લોકો ભલે ધોમધખતા તાપમા કલાકો સુધી નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે જઈને પોતાના જાતિના અને આવકના દાખલા મેળવે. સ્થાનિક નેતાગીરીના અભાવને કારણે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. લોકોને સરખો જવાબ પણ મળતો નથી લાઈનમાં ઉભા રહેલા લોકોનું કહેવું છે કે લોકોએ જાતિનો દાખલો મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે, બે-ત્રણ દિવસે પણ આવકના દાખલા મળતા નથી. એજન્ટ પ્રથાથી પણ લોકો પરેશાન થઈ ગયા છે. લાંબી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ લોકોનો વારો આવી રહ્યો નથી. બારી પણ મોડી ખુલે છે, અઠવાડિયામાં બે દિવસ જ આવકનો દાખલો મળે છે, જેના કારણે લોકોએ તેમના બાળકો સાથે ઘણું હેરાન થવું પડી રહ્યું છે. સાથે જ જો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો પાછા મોકલી દેવામાં આવે છે અને સરખી રીતે ગાઈડ કરવામાં આવતા નથી. 

Suratમાં જન સેવા કેન્દ્ર પર આવકના દાખલા કઢાવવા માટે લાઈનો લાગી,લોકો અકળાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉંચકી રહ્યા છે
  • 1500રૂપિયા આપો અને આવકનો દાખલો હાથમાં મેળવો
  • સંદેશ ન્યુઝે એજન્ટોને ઝડપ્યા

દર વર્ષે ધોરણ 10 અને 12ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ આવકનો દાખલો અને જાતિનો દાખલો કઢાવવા માટે જતા હોય છે. દર વખતે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય છે. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દાખલો કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા રહેતા હોય છે. આજે પણ કંઈક એવી જ સ્થિતિ ઉભી થઈ.વહેલી સવારથી લોકો આવકના દાખલા કઢાવવા માટે લાઈનમાં ઉભા છે,તો તંત્ર દ્રારા ઢીલી કામગીરી હોવાનો લોકોનો આક્ષેપ છે.

સંદેશ ન્યૂઝના સવાલથી એજન્ટો ભાગ્યા

સમગ્ર ઘટનામાં સંદેશ ન્યૂઝ લોકોને વાચા આપવા કલેકટર ઓફીસે પહોંચ્યું હતુ.તો એજન્ટો થેલો ભરીને ડોકયુમેન્ટ લઈને બેઠા હતા,સંદેશ ન્યૂઝની ટીમ દ્રારા જયારે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે આ એજન્ટો ભાગી છૂટયા હતા.સ્થાનિકોનું કહેવું છે કે રોજના 200 ટોકન આપવામાં આવે છે,અને જે દાખલાની જરૂર હોય છે તે સમય મુજબ મળતો નથી.


અધિકારીઓનું કામ ગોકળ ગતીએ

એક પણ ધારાસભ્ય કે નેતા દ્વારા પોતાના નાગરિકોને સુવિધા કેન્દ્ર કે મામલતદાર ઓફિસમાં ઝડપથી કાર્યવાહી થાય તેના માટે રજૂઆત કરવામાં આવી નથી. તેના કારણે અધિકારીઓ પણ ગોકળગાયની જેમ કામ કરી રહ્યા છે અને લોકોને પીસાવું પડી રહ્યું છે. ધારાસભ્ય જાગૃત હોય તો તેમના વિસ્તારમાં અધિકારીઓ પણ સારી રીતે કામ કરે, પરંતુ અહીં તો જાણે ધારાસભ્યો અને નેતાઓને કંઈ પડી જ નથી. લોકો ભલે ધોમધખતા તાપમા કલાકો સુધી નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે જઈને પોતાના જાતિના અને આવકના દાખલા મેળવે. સ્થાનિક નેતાગીરીના અભાવને કારણે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે.


લોકોને સરખો જવાબ પણ મળતો નથી

લાઈનમાં ઉભા રહેલા લોકોનું કહેવું છે કે લોકોએ જાતિનો દાખલો મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે, બે-ત્રણ દિવસે પણ આવકના દાખલા મળતા નથી. એજન્ટ પ્રથાથી પણ લોકો પરેશાન થઈ ગયા છે. લાંબી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ લોકોનો વારો આવી રહ્યો નથી. બારી પણ મોડી ખુલે છે, અઠવાડિયામાં બે દિવસ જ આવકનો દાખલો મળે છે, જેના કારણે લોકોએ તેમના બાળકો સાથે ઘણું હેરાન થવું પડી રહ્યું છે. સાથે જ જો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો પાછા મોકલી દેવામાં આવે છે અને સરખી રીતે ગાઈડ કરવામાં આવતા નથી.