Suratના પાલ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા

Jul 27, 2026 - 21:00
Suratના પાલ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) ટીમે ચોક્કસ બાતમીના આધારે પાલ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પાલ ખાતે આવેલા એક સ્પામાં મસાજની આડમાં ધમધમતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. AHTU ની ટીમે અચાનક પાડેલા આ દરોડાથી સ્પા સંચાલકો અને ગ્રાહકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

દરોડા દરમિયાન સ્પાના સંચાલકની કરી ધરપકડ 

દરોડા દરમિયાન પોલીસે સ્પા સ્થળ પરથી જ મુખ્ય સંચાલકની અટકાયત કરી લીધી હતી. સ્પામાંથી દેહવ્યાપાર અર્થે આવેલા ત્રણ ગ્રાહકોને પણ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી મળી આવેલી 5 ભારતીય મહિલાઓનું કાઉન્સિલિંગ કરીને તેમને મુક્ત કરાવ્યા હતા. ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ધકેલાયેલી આ મહિલાઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

પોલીસે આગળની કાર્યવાહી હાથધરી 

AHTU ની ટીમે આ સમગ્ર નેટવર્ક અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સ્પા ચલાવવામાં સંકળાયેલા અન્ય એક સંચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેથી શહેરમાં પોશ વિસ્તારોમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક ગોરખધંધાઓ પર અંકુશ મેળવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0