Suratના કેબલબ્રિજ પર પડયા ખાડા,મનપાની કામગીરીની ખુલી પોલ

શહેરના રસ્તા સહિત બ્રિજ પર પડયા ખાડા શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડયા બ્રિજ વચ્ચે ખાડા પડી જતા વાહનચાલકોને હલાકી સુરત શહેરમાં વરસાદે મનપાની પોલ ખોલી છે.અડાજણ, અઠવાલાઇન્સને જોડતા બ્રિજ પર ખાડા પડતા વાહનચાલકો હેરાન થઈ ગયા છે.બ્રિજ પર મસમોટા ખાડા પડતા મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે.બ્રિજની વચ્ચોવચ ખાડા પડતા સ્થાનિકોને અકસ્માતનો ભય સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. બ્રિજ પર પડયા ખાડા સુરત શહેરને વિકસિત શહેર ગણવામાં આવે છે પરંતુ આ ખાડા જોઈને તમે પણ વિચારમાં પડશો કે આ શહેર કેટલું વિકસિત છે.સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા શહેરના બ્રિજ પર ખાડાનું રાજ જોવા મળ્યું છે.સુરત શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ખાડામાંથી પસાર થવું પડે છે,વાહનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે,તો જે વ્યકિતઓને કમરના દુખાવાની તકલીફ છે તેમને પણ દુખાવો થઈ રહ્યો છે. તંત્ર કયારે પૂરશે ખાડા આ મસમોટા ખાડા સ્થાનિકોને દેખાઈ રહ્યાં છે પરંતુ તંત્રને કેમ દેખાતા નથી એ એક સવાલ સૌ કોઈને થાય,વાત સાચી છે જો અધિકારીઓ એસી ઓફીસની બહાર આવે અને શહેરનું નિરીક્ષણ કરે તો તેમને પણ ખબર પડે કે વિકાસમાં ખાડામાં ગયો છે,સ્થાનિકોની માંગ છે કે સતવરે આ ખાડાઓ પૂરાય,મહત્વની વાતતો એ છે કે બ્રિજની વચ્ચોવચ આ ખાડાઓ છે માટે કોઈ વાહન સ્પીડમાં આવે અને વચ્ચોવચ ખાડાને જોઈને બ્રેક મારે તો પાછળ આવતા વાહન સાથે અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે. કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી થશે કે નહી શહેરનો કેબલબ્રિજ એ ધમધમતો બ્રિજ છે,ચોવીસ કલાક આ બ્રિજ પરથી વાહનો પસાર થતા હોય છે,જો આ બ્રિજ પર વધારે ખાડા પડશે તો રોડનું ધોવાણ પણ થઈ શકે છે,માટે તંત્રએ આળસ ખંખેરીને આ બ્રિજ પર પડેલા ખાડાનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે.કોન્ટ્રાકટર સામે પગલા લેવા હોય તો લઈ શકાય કેમકે,બ્રિજ પર જે ડામર છે તે પણ ઉખડીને બહાર આવી ગયો છે.

Suratના કેબલબ્રિજ પર પડયા ખાડા,મનપાની કામગીરીની ખુલી પોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરના રસ્તા સહિત બ્રિજ પર પડયા ખાડા
  • શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડયા
  • બ્રિજ વચ્ચે ખાડા પડી જતા વાહનચાલકોને હલાકી

સુરત શહેરમાં વરસાદે મનપાની પોલ ખોલી છે.અડાજણ, અઠવાલાઇન્સને જોડતા બ્રિજ પર ખાડા પડતા વાહનચાલકો હેરાન થઈ ગયા છે.બ્રિજ પર મસમોટા ખાડા પડતા મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે.બ્રિજની વચ્ચોવચ ખાડા પડતા સ્થાનિકોને અકસ્માતનો ભય સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

બ્રિજ પર પડયા ખાડા

સુરત શહેરને વિકસિત શહેર ગણવામાં આવે છે પરંતુ આ ખાડા જોઈને તમે પણ વિચારમાં પડશો કે આ શહેર કેટલું વિકસિત છે.સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા શહેરના બ્રિજ પર ખાડાનું રાજ જોવા મળ્યું છે.સુરત શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ખાડામાંથી પસાર થવું પડે છે,વાહનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે,તો જે વ્યકિતઓને કમરના દુખાવાની તકલીફ છે તેમને પણ દુખાવો થઈ રહ્યો છે.


તંત્ર કયારે પૂરશે ખાડા

આ મસમોટા ખાડા સ્થાનિકોને દેખાઈ રહ્યાં છે પરંતુ તંત્રને કેમ દેખાતા નથી એ એક સવાલ સૌ કોઈને થાય,વાત સાચી છે જો અધિકારીઓ એસી ઓફીસની બહાર આવે અને શહેરનું નિરીક્ષણ કરે તો તેમને પણ ખબર પડે કે વિકાસમાં ખાડામાં ગયો છે,સ્થાનિકોની માંગ છે કે સતવરે આ ખાડાઓ પૂરાય,મહત્વની વાતતો એ છે કે બ્રિજની વચ્ચોવચ આ ખાડાઓ છે માટે કોઈ વાહન સ્પીડમાં આવે અને વચ્ચોવચ ખાડાને જોઈને બ્રેક મારે તો પાછળ આવતા વાહન સાથે અકસ્માત થવાની સંભાવના પણ રહેલી છે.

કોન્ટ્રાકટર સામે કોઈ કાર્યવાહી થશે કે નહી

શહેરનો કેબલબ્રિજ એ ધમધમતો બ્રિજ છે,ચોવીસ કલાક આ બ્રિજ પરથી વાહનો પસાર થતા હોય છે,જો આ બ્રિજ પર વધારે ખાડા પડશે તો રોડનું ધોવાણ પણ થઈ શકે છે,માટે તંત્રએ આળસ ખંખેરીને આ બ્રિજ પર પડેલા ખાડાનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે.કોન્ટ્રાકટર સામે પગલા લેવા હોય તો લઈ શકાય કેમકે,બ્રિજ પર જે ડામર છે તે પણ ઉખડીને બહાર આવી ગયો છે.