Suratના કામરેજમાં વધુ એક ગેરકાયદે ટોલનાકુ ઝડપાયું, ગ્રામ પંચાયતના રસ્તા પર ચાલતી હતી ઉઘાડી લૂંટ

Apr 19, 2026 - 23:30
Suratના કામરેજમાં વધુ એક ગેરકાયદે ટોલનાકુ ઝડપાયું, ગ્રામ પંચાયતના રસ્તા પર ચાલતી હતી ઉઘાડી લૂંટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વધુ એક બોગસ ટોલનાકાનો પર્દાફાશ થયો છે. કામરેજના ચોર્યાસી ગામની હદમાં ગ્રામ પંચાયતના આંતરિક રસ્તા પર કેટલાક અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે ટોલનાકુ બનાવી દીધું હતું. નેશનલ હાઈવેના ટોલ ટેક્સથી બચવા માટે જે વાહનચાલકો ગામના અંદરના રસ્તાનો ઉપયોગ કરતા હતા, તેમની પાસેથી આ ટોલનાકા પર ગેરકાયદે વસૂલાત કરવામાં આવતી હતી. આ ઘટના સામે આવતા જ સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

નાના વાહનોના 50 અને મોટા વાહનોના 100 રૂપિયા

આ નકલી ટોલનાકા પર વાહનચાલકો પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, નાના વાહનો પાસેથી 50 રૂપિયા અને મોટા વાહનો પાસેથી 100 રૂપિયા બળજબરીપૂર્વક વસૂલવામાં આવતા હતા. હાઈવેનો ટોલ બચાવવા નીકળેલા વાહનચાલકો આ ગેરકાયદે નાકા પર લૂંટાઈ રહ્યા હતા. લાંબા સમયથી ચાલતા આ ગોરખધંધા અંગે કામરેજના એક જાગૃત નાગરિકે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી, જેના આધારે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં, નકલી ટોલનાકુ કરાયું જમીનદોસ્ત

સ્થાનિક નાગરિકની ફરિયાદ બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચીને આ નકલી ટોલનાકાને દૂર કરાવ્યું હતું. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં કોની સંડોવણી છે અને ગ્રામ પંચાયતની જાણ બહાર આટલા સમય સુધી આ નાકુ કેવી રીતે ચાલતું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આ મામલે જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0