Surat : સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ હવે સત્તાનો વકરતો વિવાદ : પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીનો મામલો દિલ્હી પહોંચ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત અને તાપી જિલ્લાના અઢી લાખથી વધુ પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા ચૂંટણી યોજવા બાબતે વિવાદ થયો હતો, અને હવે પ્રમુખ તથા ઉપપ્રમુખની પસંદગી માટેનો સમય સતત લંબાવવામાં આવી રહ્યો છે. સુમુલ ડેરીમાં સત્તા કબજે કરવા માટે ભાજપના બે જૂથો વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે અને આ મામલો છેક દિલ્હી દરબાર સુધી પહોંચ્યો છે.
કરોડોના વિરાટ વહીવટ અને વ્યવસાયનો વહીવટ
લગભગ Rs 8,000 થી Rs 8,500 કરોડના વિરાટ વહીવટ અને વ્યવસાય સાથે સંકળાયેલી સુમુલ ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, છેલ્લી ઘડીએ આ બેઠક મુલતવી રાખવામાં આવતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો સર્જાયો છે.
બે જૂથો વચ્ચે સત્તાની ખેંચતાણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના બે જૂથો વચ્ચે સત્તાની ખેંચતાણના કારણે સર્વસંમતિ સાધી શકાઈ નથી. હવે બંને જૂથો વચ્ચે સંપૂર્ણ સર્વસહમતિ સાધ્યા બાદ જ બોર્ડ મિટિંગની નવી તારીખ જાહેર કરવામાં આવશે. સહકારી ક્ષેત્રના આ મોટો વિવાદ હવે સમગ્ર રાજ્ય અને દિલ્હી મોવડીમંડળની સમક્ષ પહોંચ્યો છે. મોવડીમંડળ હવે મામલો ઉકેલશે ત્યારે પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીની તારખી જાહેર થઇ શકે તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Patan : લોકગાયિકા કિંજલ રબારીએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ભુતકાળ ભુલી આ યુવક સાથે કર્યા લગ્ન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

