Surat: સહી સલામત મળ્યું બાળક, પોલીસે બાળકને લઈ જનારી મહિલાને કરી ડિટેન

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતાબાળકને લઈ જનારી મહિલા પણ કરાઈ ડિટેન સુરત શહેર પોલીસે બાળકને શોધવા અલગ અલગ 14 ટીમ બનાવી હતી સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે બાળક ચોરી થવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, સુરત શહેર પોલીસની મહેનત આખરે રંગ લાવી છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ મામલે મોટી સફળતા મળી છે. પોલીસને બાળક સહી સલામત મળી આવ્યો છે અને હાલમાં બાળકને લઈ જનારી મહિલાને ડિટેન કરવામાં આવી છે. 2500 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા તમને જણાવી દઈએ કે ગઈકાલે આ મહિલા બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી, ત્યારે સુરત પોલીસને આ ઘટના વિશે જાણકારી મળ્યા બાદ તપાસ શરૂ કરી હતી અને સુરત શહેર પોલીસે બાળકને શોધવા માટે અલગ અલગ 14 ટીમ બનાવી હતી અને અંદાજિત 2500 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત એસઓજી અને સુરત PCBના 100 જેટલા પોલીસ કર્મીઓ પણ તપાસમાં જોડાયા હતા, સાથે જ ટેક્નિકલ ટીમ પણ તપાસમાં મદદ કરી રહી હતી. ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા હતા તપાસના આદેશ સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હા આ મામલે ડીસીપીને જાણ કરવામાં આવી છે અને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધે અને તેના માતા-પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા હતા. સમગ્ર મામલે તપાસ તેજ કરાઈ અને આખરે ગૃહ રાજ્યમંત્રીની દરમિયાનગીરીથી તંત્ર દોડતું થયું છે અને બાળકને શોધવામાં મોટી સફળતા મળી છે.

Surat: સહી સલામત મળ્યું બાળક, પોલીસે બાળકને લઈ જનારી મહિલાને કરી ડિટેન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી સફળતા
  • બાળકને લઈ જનારી મહિલા પણ કરાઈ ડિટેન
  • સુરત શહેર પોલીસે બાળકને શોધવા અલગ અલગ 14 ટીમ બનાવી હતી

સુરત સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે બાળક ચોરી થવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે, સુરત શહેર પોલીસની મહેનત આખરે રંગ લાવી છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ મામલે મોટી સફળતા મળી છે. પોલીસને બાળક સહી સલામત મળી આવ્યો છે અને હાલમાં બાળકને લઈ જનારી મહિલાને ડિટેન કરવામાં આવી છે.

2500 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે ગઈકાલે આ મહિલા બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી, ત્યારે સુરત પોલીસને આ ઘટના વિશે જાણકારી મળ્યા બાદ તપાસ શરૂ કરી હતી અને સુરત શહેર પોલીસે બાળકને શોધવા માટે અલગ અલગ 14 ટીમ બનાવી હતી અને અંદાજિત 2500 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ, સુરત એસઓજી અને સુરત PCBના 100 જેટલા પોલીસ કર્મીઓ પણ તપાસમાં જોડાયા હતા, સાથે જ ટેક્નિકલ ટીમ પણ તપાસમાં મદદ કરી રહી હતી.

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા હતા તપાસના આદેશ

સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષના બાળકની ઉઠાંતરી મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હા આ મામલે ડીસીપીને જાણ કરવામાં આવી છે અને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધે અને તેના માતા-પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા હતા. સમગ્ર મામલે તપાસ તેજ કરાઈ અને આખરે ગૃહ રાજ્યમંત્રીની દરમિયાનગીરીથી તંત્ર દોડતું થયું છે અને બાળકને શોધવામાં મોટી સફળતા મળી છે.